android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: ગોરખમઢી અંબે માતાજીના મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, સોનાના ઝુમર-નથડી સહિતનો મુદ્દામાલ જપ્ત
calendar_today February 26, 2026

Gir Somnath: ગોરખમઢી અંબે માતાજીના મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, સોનાના ઝુમર-નથડી સહિતનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે આવેલા સુપ્રસિદ્ધ અંબે માતાજીના મંદિરમાં થયેલી ચોરીની ઘટનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને એલસીબી પીઆઈ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બે રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.વેરાવળ બંદર રોડ પરથી ફિલ્મી ઢબે ધરપકડચોરીની ઘટના બનતા જ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સો કારમાં વેરાવળ બંદર રોડ પરથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવીને મારુતિ સુઝુકી સેલેરિયો કાર સાથે બે આરોપીઓને આંતર્યા હતા. તેમની તલાશી લેતા કારમાંથી મંદિરમાંથી ચોરાયેલા સોનાના ઝુમર અને નથડી મળી આવ્યા હતા.2.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે આરોપીઓ પાસેથી સોનાના ઘરેણાં, સેલેરિયો કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2,33,500 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ટોળકીએ માત્ર ગોરખમઢી જ નહીં, પરંતુ રાજ્યભરના અનેક મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.આ પણ વાંચો: Navsari: ચીખલીના ખાંભડામાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતા ખેડૂત પર જીવલેણ હુમલો

Read Full Story arrow_forward
Botad News: ખાખી બની 'સારથી', ગઢડા પોલીસે 12 કિમી દૂર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીને પહોંચાડ્યો
calendar_today February 26, 2026

Botad News: ખાખી બની 'સારથી', ગઢડા પોલીસે 12 કિમી દૂર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીને પહોંચાડ્યો

આજે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ગઢડા પોલીસનો એક અત્યંત સરાહનીય અને સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. એક વિદ્યાર્થી ભૂલથી પોતાના નિર્ધારિત કેન્દ્રથી 12 કિમી દૂર પહોંચી ગયો હતો, જેને ગઢડા પોલીસે સમયસર સાચા કેન્દ્ર પર પહોંચાડી તેનું વર્ષ બગડતા બચાવ્યું છે.શિક્ષકોની સતર્કતા અને પોલીસની ત્વરિત કામગીરી ઘટનાની મળતી માહિતી અનુસાર, ધોરણ 10નો એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ગઢડાની એમએમ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યો હતો. જોકે, જ્યારે શાળાના શિક્ષકોએ તેની હોલ ટિકિટ ચેક કરી ત્યારે જાણવા મળ્યું કે તેનો અસલી નંબર અહીં નહીં પણ 12 કિમી દૂર માલપરા ગામની વાત્સલ્ય સ્કૂલમાં છે. પરીક્ષાનો સમય નજીક હોવાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો. PSI જી. જે. ગોહિલ અને ટીમ બની 'દેવદૂત' બરાબર એ જ સમયે ગઢડા પોલીસ સ્ટેશનના PSI જી. જે. ગોહિલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન એમએમ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને PSI ગોહિલે વિલંબ કર્યા વગર વિદ્યાર્થીને સાંત્વના આપી અને તેને પોતાની પોલીસ વાનમાં બેસાડ્યો હતો. પોલીસે સાયરન વગાડી રસ્તો ક્લિયર કરાવીને વિદ્યાર્થીને ગણતરીની મિનિટોમાં 12 કિમી દૂર માલપરા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો. પોલીસની આ ત્વરિત મદદને કારણે વિદ્યાર્થી સમયસર પરીક્ષા ખંડમાં બેસી શક્યો હતો. વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ ગઢડા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ ખડેપગે રહીને ફરજ બજાવી રહી છે, જેની સરાહના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Surat News: ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા

Read Full Story arrow_forward
Surat: હથોડા ગામે હુમલાખોરોને રાઉન્ડઅપ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, 21થી વધુ આરોપીઓની ધરપકડ
calendar_today February 26, 2026

Surat: હથોડા ગામે હુમલાખોરોને રાઉન્ડઅપ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, 21થી વધુ આરોપીઓની ધરપકડ

માંગરોળ તાલુકાના હથોડા ગામે મોડી રાત્રે ગૌવંશ કતલની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે વળતો પ્રહાર કર્યો છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ઓપરેશન પાર પાડી હથોડા ગામેથી 21થી વધુ હુમલાખોરોને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.સુરતમાં પોલીસ પર હુમલો કરનારા ઝડપાયાપોલીસ પર હુમલો કરનારા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસે પકડાયેલા આરોપીઓનો હથોડા ગામમાં પોલીસના મોટા કાફલાની હાજરીમાં આરોપીઓને જાહેરમાં ફેરવીને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાખી પર હાથ ઉપાડનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.ગામમાં પોલીસનો અભેદ્ય કિલ્લો ગઈકાલે મોડી રાત્રે હથોડા ગામે ગૌવંશની કતલ થતી હોવાની બાતમી મળતા પોલીસ દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન ટોળાએ પોલીસને ઘેરી લઈ હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીના હાથમાં ઈજા પહોંચી હતી, જ્યારે પોલીસ સાથે ગયેલા પંચને ગંભીર ઈજા થતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ પણ વાંચો: Gir Somnath: ગોરખમઢી અંબે માતાજીના મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ, સોનાના ઝુમર-નથડી સહિતનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward