android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : રાજયના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટે રૂ.100 કરોડની જોગવાઈ
calendar_today February 26, 2026

Gandhinagar News : રાજયના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટે રૂ.100 કરોડની જોગવાઈ

રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો. પ્રવાસન અને મંદિરની કામગીરી તથા તહેવારો દરમિયાન વિશ્વસનીય અને સતત વિજ પુરવઠો મળી રહેશે. અંડરગ્રાઉન્ડ નેટવર્ક, વ્યવસ્થિત વિતરણ સિસ્ટમ અને આધુનિક સુવિધાઓ થકી યાત્રાધામના સૌંદર્યમાં વધારો સરકારી ઈમારતો તથા લોકલ ઓથોરીટીની ઈમારતો પર મહત્તમ 500 kW ક્ષમતા સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન માટે રાજ્યની સોલાર સબસિડી સહાય.યાત્રાધામને ઊર્જા આત્મનિર્ભર બનાવા માટેની કામગીરી થશે આ યોજના વીજ વિતરણ નવીનીકરણ થકી નેટવર્કને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક બનાવવા માટે છે, જેમાં કેબલિંગ, ટ્રાન્સફોર્મર અપગ્રેડ અને મેન્ટેનન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, પ્રારંભિક તબક્કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણા યાત્રાધામના વિસ્તારોને અગ્રતા આપી ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટેની યોજના રજૂ કરેલ છે. યાત્રાળુઓની વીજ સુરક્ષા માટે અને યાત્રાધામને ઊર્જા આત્મનિર્ભર બનાવા માટેની કામગીરી થશે. BSFને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પાડવામાં આવશે રાજ્યના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ વિતરણ નેટવર્કને આધુનિક ઊંચાઈવાળા કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂ. ૧૦૦ કરોડ, ગુજરાતની સરહદ અત્યંત સંવેદનશીલ છે અને ત્યાં આપણા જવાનોને સતત વીજળી આપવી એ આપણી પ્રાથમિક ફરજ બને છે. કચ્છની બોર્ડર પર હવામાનની દુર્ગમ અસરોને લીધે ઓવરહેડ વીજ વાયરો અને થાંભલા કટાઈ/ખવાઈ જાય છે તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં વીજ વાયરો અને થાંભલાઓ પડી જવાને કારણે BSFના જવાનોને વીજ વિક્ષેપની સમ્સ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું સમાધાન લાવવા માટે સંવેદનશીલ સરહદ પરની બોર્ડર આઉટ પોસ્ટ્સ (BOPs) ને ઓવરહેડ વીજ વાયરોની જગ્યાએ નવીન ટેકનોલોજીવાળા એલીવેટેડ કેબલ ઉપયોગમાં લેવામાં આવશે અને BSFને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પાડવામાં આવશે.આ પણ વાંચો : Extra Comment : રશિયા યુક્રેન યુદ્ધના 4 વર્ષ : હજુ કેટલું ચાલશે ?

Read Full Story arrow_forward
Surat:બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, પુત્રીએ પિતાને વોટેસએપમાં લખ્યું હતું, મિ.તુષાર ઘેલાણી, ભીખ માગીને પૈસા ચૂકવીશ
calendar_today February 26, 2026

Surat:બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, પુત્રીએ પિતાને વોટેસએપમાં લખ્યું હતું, મિ.તુષાર ઘેલાણી, ભીખ માગીને પૈસા ચૂકવીશ

સુરતના પ્રખ્યાત બિલ્ડર તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ હવે ઘેલાણી પરિવાર પર આરોપ લગાવતા ખળબળાટ મચી ગયો છે.જામીન અરજી દાખલ કરતા પૂનમે સનસનાટીભર્યા દાવા કર્યા બુધવારે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા પૂનમે સનસનાટીભર્યા દાવા કર્યા હતા અને તુષારની પુત્રી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. પૂનમ ભદોરિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તુષારની આત્મહત્યા માટે તે જવાબદાર નથી, પરંતુ તેનો પોતાનો પરિવાર છે. ઘેલાણી પરિવાર તુષારને ફક્ત "એટીએમ મશીન" માનતો અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઘેલાણી પરિવાર તુષારને ફક્ત "એટીએમ મશીન" માનતો હતો. સૌથી ચોંકાવનારો દાવો તુષારની પુત્રી અંગે કરવામાં આવ્યો હતો. પૂનમે આરોપ લગાવ્યો છે કે વિદેશમાં અભ્યાસ કરીને પરત આવેલી તેની પુત્રી તેના પિતાને "પાપા" ને બદલે " મિ. તુષાર ગેલાની" કહેતી હતી. જો જરૂર પડશે તો હું પૈસા ચૂકવવા માટે મારી જાતને વેચી દઈશ પૂનમે કોર્ટમાં કેટલીક વોટ્સએપ ચેટ્સ પણ રજૂ કરી હતી, જેમાં તેની પુત્રીએ તેના પિતા તુષારને લખ્યું હતું કે, "ચિંતા ના કરો, જો જરૂર પડશે તો હું પૈસા ચૂકવવા માટે મારી જાતને વેચી દઈશ, હવે તમે મજા કરો." પિતાની દરેક હિલચાલ, કોલ અને મીટિંગ પર નજર રાખતી પૂનમે દાવો કર્યો હતો કે તેની પુત્રી તેના પિતાની દરેક હિલચાલ, કોલ અને મીટિંગ પર નજર રાખતી હતી, જેના કારણે તુષાર ગૂંગળામણ અનુભવતો હતો.  તુષારની પુત્રીએ પૂનમ ભદોરિયા વિરુદ્ધ FIR નોંધાવી હતી આ સમગ્ર મામલો 1 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો જ્યારે 58 વર્ષીય તુષાર ઘેલાણીએ તેમની પુત્રીના લગ્નની તૈયારી કરતી વખતે પોતાને ગોળી મારી લીધી હતી. 5 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તુષારનું મૃત્યુ થયું હતું. તુષારની પુત્રીએ પૂનમ ભદોરિયા વિરુદ્ધ FIR નોંધાવી હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે પૂનમ છેલ્લા 15 વર્ષથી તેના પિતા સાથે અનૈતિક સંબંધમાં હતી અને તેને બદનામ કરવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદ મુજબ, પૂનમે તુષારની પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં 50% હિસ્સો બળજબરીથી લીધો હતો અને સતત દબાણ કરી રહી હતી.  2010 થી તુષાર સાથે સંપર્કમાં હતી પૂનમે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે 2010 થી તુષાર સાથે સંપર્કમાં હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તુષાર બહારથી ખુશ દેખાતો હતો પણ અંદરથી તૂટી ગયો હતો. પૂનમે કહ્યું હતું કે, 31 જાન્યુઆરી (તેની આત્મહત્યાના આગલા દિવસે) સાંજે જ્યારે તેણીએ તુષાર સાથે વાત કરી ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને તેનું વર્તન આત્મહત્યાનો સંકેત આપતું ન હતું. આ પણ વાંચો----     Gandhinagar : જિલ્લાઓમાં નેતાજીઓના પ્રોટોકોલ નથી જળવાતા, મંત્રીઓને જિલ્લા પ્રવાસમાં ગરિમાપૂર્ણ આવકાર આપો, સરકારનો પરિપત્ર

Read Full Story arrow_forward
Gandhinagar News : મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના આજની સ્થિતિએ 12 જિલ્લાના 21 તાલુકાના 667 ગામોમાં હાલ આ યોજના કાર્યરત
calendar_today February 26, 2026

Gandhinagar News : મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના આજની સ્થિતિએ 12 જિલ્લાના 21 તાલુકાના 667 ગામોમાં હાલ આ યોજના કાર્યરત

ગ્રામ પંચાયત દ્વારા ડોર–ટુ - ડોર કચરાના કલેક્શન અને જાહેર જગ્યાઓની સફાઈ માટે એજન્સી નક્કી કરી, એકત્રિત થયેલ કચરાને નક્કી કરેલ ડમ્પીંગ સાઇટ પર ઠાલવવો તથા સબંધિત તાલુકા દ્વારા એજન્સી નક્કી કરી આ રીતે ભેગો થયેલ કચરો એજન્સી મારફતે દરેક ગામોમાંથી એકત્રિત કરી નજીકની નગરપાલિકા/મહાનગરપાલિકાના પ્રોસેસિંગ યુનિટ (ડમ્પિંગ સાઈટ) પર પહોંચાડવા સંબંધિત કામગીરી. અર્બન ઓથોરીટી RUDA,GUDA,VUDAમાં સદર યોજના કાર્યરત છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સ્તર ઊંચું લાવવા અને આરોગ્યમાં સુધારો લાવવાનો મુખ્ય હેતુ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉપલબ્ધ અસ્ક્યામતો અને વાહનોની મરામત તથા નિભાવ માટે પ્રોત્સાહન અટલવાડી યોજના–ગ્રામ્ય સ્તરે સામૂહિક સશક્તિકરણનું નવું કેન્દ્ર. વર્ષ 2026-27 માટે રૂ.60 કરોડની બજેટ જોગવાઈ ગ્રામ્ય કક્ષાએ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ કરાવવાનો હેતુ ગામની વાડી તરીકે વિકસાવવામાં આવતું સ્થળ ગ્રામજનો માટે એકતા, સંવાદ અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે ગામસ્તરે સામૂહિક પ્રવૃત્તિઓ માટે સશક્ત માળખાકીય સુવિધા ઉભી કરવાનો પ્રયાસ, ગ્રામ્ય સ્તરે સામૂહિક માળખાકીય સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું. આ પણ વાંચો : Gandhinagar News : રાજયના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટે રૂ.100 કરોડની જોગવાઈ

Read Full Story arrow_forward