android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: હજીરામાં AMNS કંપનીના કામદારોની હડતાળ, જાણો શું છે મજૂરોની માગ?
calendar_today February 26, 2026

Surat News: હજીરામાં AMNS કંપનીના કામદારોની હડતાળ, જાણો શું છે મજૂરોની માગ?

સુરતના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારમાં આવેલી અર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં આજે કામદારોએ એકાએક કામ બંધ કરી હડતાળ પર ઉતરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં કામદારોએ કંપનીના ગેટ પાસે એકઠા થઈને વહીવટી તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.કામના કલાકો ઘટાડવા મુદ્દે ઉગ્ર વિરોધ ઘટનાની મળતી માહિતી અનુસાર, કામદારો લાંબા સમયથી કામના કલાકોમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે. કામદારોનો આક્ષેપ છે કે, વધુ પડતા કામના કલાકોને કારણે તેઓને શારીરિક અને માનસિક હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવતા આજે મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા અને કંપનીનું કામકાજ ઠપ્પ કરી દીધું હતું. પોલીસ કાફલો અને વાટાઘાટો ઘટનાની જાણ થતા જ હજીરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પરિસ્થિતિને થાળે પાડવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કામદારોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. હાલમાં કંપની પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કામદારો હજુ પણ પોતાની માગ પર અડગ જોવા મળી રહ્યા છે. આ પણ વાંચો - Surat News: ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા

Read Full Story arrow_forward
Ahmedabad: લાખો ભક્તોની આતુરતાનો અંત, શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના આંગણે
calendar_today February 26, 2026

Ahmedabad: લાખો ભક્તોની આતુરતાનો અંત, શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના આંગણે

વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આગામી 25 ફેબ્રુઆરીએ ગુજરાતની પાંચ દિવસીય મુલાકાતે પધારી રહ્યા છે. આ મુલાકાતને લઈને રાજ્યભરના લાખો ભક્તો અને સાધકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાસદ, સુરત અને અમદાવાદ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો દ્વારા જ્ઞાન, ભક્તિ અને શાંતિના અદ્વિતીય તરંગો પ્રસરાવવામાં આવશે.મુલાકાતનું સત્તાવાર સમયપત્રક25 ફેબ્રુઆરી ગુરુદેવ વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમ ખાતે પધારશે.26 અને 27 ફેબ્રુઆરી વાસદ આશ્રમમાં ધ્યાન, સત્સંગ અને વિશેષ જ્ઞાન સત્રો યોજાશે, જેમાં હજારો સાધકો ઉપસ્થિત રહેશે.28 ફેબ્રુઆરી સુરત ખાતે ‘Soaking in Bliss’ શીર્ષક હેઠળ વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમ.1 માર્ચ અમદાવાદ ખાતે ‘Soaking in Bliss’ કાર્યક્રમ અંતર્ગત સંગીત, ધ્યાન અને ગુરુદેવ સાથે સીધો સંવાદ યોજાશે.વિશ્વભરમાં માનવતાનો સંદેશગુરુદેવની વિશિષ્ટ તણાવમુક્તિ તકનીકો (સુદર્શન ક્રિયા) દ્વારા વિશ્વના 180થી વધુ દેશોમાં 80 કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા માત્ર ધ્યાન જ નહીં, પરંતુ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, જેલ સુધારણા અને મહિલા સશક્તિકરણ જેવા અનેક સેવા પ્રકલ્પો દ્વારા હિંસામુક્ત વિશ્વ રચવા માટે કટિબદ્ધ છે.પર્યાવરણ અને ગ્રામ વિકાસ પર ભારઆર્ટ ઓફ લિવિંગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે નદી પુનર્જીવન, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી અને પાણી સંરક્ષણ જેવા મહત્વના કાર્યો કરવામાં આવે છે. ગુરુદેવની આ મુલાકાત દરમિયાન પણ સામાજિક સેવા અને આધ્યાત્મિક ચેતનાને જોડતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.આ પણ વાંચો: Surat: હથોડા ગામે હુમલાખોરોને રાઉન્ડઅપ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, 21થી વધુ આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
Indian Railways Holi Special Trains: રેલ્વેની 'હોળી ગિફ્ટ', 1200થી વધુ સ્પેશિયલ ટ્રેનો, વેઇટિંગ લિસ્ટની ઝંઝટમાંથી મુક્તિ
calendar_today February 26, 2026

Indian Railways Holi Special Trains: રેલ્વેની 'હોળી ગિફ્ટ', 1200થી વધુ સ્પેશિયલ ટ્રેનો, વેઇટિંગ લિસ્ટની ઝંઝટમાંથી મુક્તિ

હોળીનો તહેવાર નજીક આવતા જ ભારતીય રેલ્વેએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે. તહેવારોના સમયે ટ્રેનોમાં જોવા મળતી ભારે ભીડ અને 'નો રૂમ' જેવી સ્થિતિને નિવારવા માટે રેલ્વે મંત્રાલયે આ વર્ષે અભૂતપૂર્વ આયોજન કર્યું છે. સમગ્ર દેશમાં 1244 જેટલી હોળી સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે 18 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. ટ્રેનો ક્યાંથી ક્યા સુધી જશે? આ ટ્રેનોનું નેટવર્ક એટલું વ્યાપક છે કે તે દેશના લગભગ તમામ મોટા શહેરોને ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ગામડાઓ સાથે જોડશે. ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો માટે: અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈથી ઉપડતી ટ્રેનો સીધી કાનપુર, વારાણસી, ગોરખપુર અને દરભંગા જેવા શહેરો સુધી જશે. જે રત્નગિરી કે કોંકણ તરફ જવા માંગતા હોય તેમના માટે પણ વિશેષ વ્યવસ્થા છે. દિલ્હી અને પૂર્વીય ક્ષેત્ર: આનંદ વિહાર અને નવી દિલ્હીથી બિહાર-ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં વધારાના કોચ અને સ્પેશિયલ ફેરીઓ મુકવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ભારત: બેંગલુરુ, ચેન્નાઈ અને સિકંદરાબાદથી અજમેર, જયપુર અને પટના જવા માટે હવે મુસાફરોએ નિયમિત ટ્રેનો પર નિર્ભર રહેવું નહીં પડે. ભીડ પર નિયંત્રણ અને સલામતી રેલ્વે મંત્રાલય માત્ર ટ્રેનો વધારીને અટક્યું નથી, પરંતુ સ્ટેશનો પર મુસાફરોની સલામતી માટે વધારાના RPF જવાનો અને સ્ટેશન સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા છે. ભીડને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રેલ્વેના એક અધિકારીના જણાવ્યા મુજબ, જો જરૂર પડશે તો ૧૮ માર્ચ પછી પણ ટ્રેનોની સંખ્યા વધારીને 1500 સુધી લઈ જવામાં આવશે. કેવી રીતે બુકિંગ કરવું? મુસાફરો IRCTCની વેબસાઇટ અથવા અધિકૃત મોબાઈલ એપ પર જઈને 'Holi Special' કેટેગરીમાં પોતાની મનપસંદ ટ્રેન શોધી શકે છે. વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવાથી કન્ફર્મ સીટ મળવાની શક્યતા વધુ છે. આ પણ વાંચોઃ PM મોદીનો એક શબ્દ 'Am Yisrael Chai' અને આખું સંસદ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું, જાણો તેનો અર્થ

Read Full Story arrow_forward