Surat News: ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા
આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. સુરતના રસ્તાઓ પર ટ્રાફિક અને અન્ય કારણોસર સમયસર પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચી શકતા અનેક વિદ્યાર્થીઓ માટે સુરત ટ્રાફિક પોલીસ 'દેવદૂત' બનીને આવી હતી. પોલીસની આ સમયસૂચકતા અને મદદને કારણે અનેક વિદ્યાર્થીઓનું વર્ષ બગડતા બચી ગયું છે.ગભરાયેલા વિદ્યાર્થીઓની વહારે પોલીસ સુરતના વિવિધ વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્ર શોધવામાં કે ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓ જ્યારે સમય વીતી રહ્યો હતો, ત્યારે રસ્તા પર રડતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને રડતા જોઈ ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાનો તુરંત તેમની વ્હારે આવ્યા હતા. પોલીસે રડતા વિદ્યાર્થીઓને શાંત પાડ્યા હતા અને તેમને હિંમત આપી હતી. પોલીસ વાહનો પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અટવાયેલા વિદ્યાર્થીઓને સુરત ટ્રાફિક પોલીસે પોતાના જ સરકારી વાહનો અને પીસીઆર વાનમાં બેસાડી ગણતરીની મિનિટોમાં પરીક્ષા કેન્દ્રો સુધી સુરક્ષિત પહોંચાડ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓ સમયસર પોતાના કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સુરત ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરી અને સંવેદનશીલતા બદલ દિલથી આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ખાખીના આ માનવતાવાદી અભિગમની ભારે પ્રશંસા થઈ રહી છે. આ પણ વાંચો - Surat: કતારગામ સુમન શાળા વિવાદનો અંત, ધારાસભ્યની રજૂઆત બાદ TP-35માં જ શાળા બનાવવાનો પાલિકાનો નિર્ણય
Read Full Story arrow_forward