The Smarter E India 2026નો ભવ્ય પ્રારંભ, ક્લીન એનર્જી ક્ષેત્રે ભારત વિશ્વનું નેતૃત્વ કરશે
ગુજરાતના પાટનગર ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે 'ધ સ્માર્ટર ઈ ઇન્ડિયા' (જે અગાઉ ઇન્ટરસોલર ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું) ની 18મી આવૃત્તિનો શાનદાર પ્રારંભ થયો છે. આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં સૌર ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રના વૈશ્વિક દિગ્ગજો એક મંચ પર એકઠા થયા છે.ગુજરાત ઉર્જા પરિવર્તનમાં અગ્રેસર આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા અને કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાત પવન અને સૌર ઉર્જામાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. 2001થી અત્યાર સુધીમાં રાજ્યમાં વીજ ઉત્પાદનમાં 10 ગણો વધારો થયો છે. વૈશ્વિક સહભાગિતા અને આધુનિક ટેકનોલોજી મેસે મુન્ચેન ઇન્ડિયા દ્વારા આયોજિત આ એક્સ્પોમાં 15થી વધુ દેશોના 280થી વધુ પ્રદર્શનકર્તાઓ ભાગ લઈ રહ્યા છે. પ્રતિક ગાંધી આ ઇવેન્ટના 'બ્રાન્ડ એમ્બેસેડર' તરીકે જોડાયા છે. આ વર્ષની થીમ "એડોપ્શન ટુ લીડરશીપ" રાખવામાં આવી છે, જે ભારતને માત્ર ઉર્જાના બજાર તરીકે જ નહીં પરંતુ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાનો નિર્ધાર વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન 27 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે, જેમાં ગ્રીન હાઇડ્રોજન, બેટરી સ્ટોરેજ અને ઈવી (EV) ક્ષેત્રે નવા ઈનોવેશન રજૂ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગરમાં પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેક્ટર અને પોલીસ પોલીસ અધિક્ષક
Read Full Story arrow_forward