android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરતના વેપારી સાથે બની હનીટ્રેપની ઘટના, મુંબઇ બોલાવી અશ્લીલ વીડિયો બનાવી 5 કરોડ પડાવી લીધા
calendar_today February 26, 2026

Surat News : સુરતના વેપારી સાથે બની હનીટ્રેપની ઘટના, મુંબઇ બોલાવી અશ્લીલ વીડિયો બનાવી 5 કરોડ પડાવી લીધા

આરોપીઓએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમની પત્નીના નામની રૂ. ૫.૦૪ કરોડની કિંમતી મિલકતો બળજબરીથી પોતાના નામે કરાવી લીધી હતી. આ મામલે પાંડેસરા પોલીસે મુંબઈ અને સુરતના ૪ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેસુ ખાતે રહેતા વેપારી એમ્બ્રોઈડરીનું જોબવર્ક કરે છે.અજાણી સ્ત્રી સાથે નગ્ન હાલતમાં વીડિયો ક્લિપ ઉતારી લીધી મુંબઈના ધવલ રમેશભાઈ અકબરી પાસે તેમના જોબવર્કના રૂ. ૨.૨૮ કરોડ લેવાના બાકી નીકળતા હતા. આ નાણાં પરત ન આપવા પડે તે માટે ધવલ અકબરીએ તેના સાથીદારો દીપક બુકટ, આશા હિરપરા અને એક અજાણી સ્ત્રી સાથે મળીને કાવતરું રચ્યું હતું. જેમાં આયોજનબદ્ધ રીતે વેપારીને નાણાંની પતાવટ માટે મુંબઈ બોલાવી ઠંડા પીણામાં કોઈ નશાકારક પદાર્થ ભેળવી બેભાન કર્યા હતા. આરોપીઓએ બેભાન વેપારીને નિર્વસ્ત્ર કરી અજાણી સ્ત્રી સાથે નગ્ન હાલતમાં વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી.વરાછા બેંક તથા IDFC બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા રૂપિયા ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. બદનામીના ડરથી વેપારી પાસે આરોપીઓએ બળજબરીથી કુલ રૂ. ૫.૦૪ કરોડની ત્રણ મિલકતોના દસ્તાવેજો કરાવી લીધા હતા, આરોપીઓ એટલા શાતિર હતા કે મિલકતના દસ્તાવેજમાં વળતર ચૂકવ્યું હોવાનું બતાવવા માટે વેપારીની પત્નીના ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા. પરંતુ બાદમાં ડરાવી-ધમકાવીને તે તમામ નાણાં વેપારીના HUF ખાતામાં અને ત્યાંથી ફરી પોતાના વરાછા બેંક તથા IDFC બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. કાવતરાખોરોના ત્રાસથી વેપારી લાંબા સમયથી માનસિક તણાવમાં હતા આરોપીઓ હજુ પણ વધુ નાણાંની માંગણી કરી ધમકીઓ આપતા હતા. તાજેતરમાં દીકરીના લગ્ન સંપન્ન થતા વેપારીએ હિંમત એકઠી કરી પરિવારને વાત જણાવી હતી અને અંતે પાંડેસરા પોલીસ મથકે ધવલ અકબરી સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધાવતા પાંડેસરાના પીએસઆઇ કે.જે.વસાવાએ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Surat News : સુરતના અલથાણમાં શેર બજારમાં રોકાણના નામે કરાઈ રૂ.1.72 કરોડની ઠગાઇ

Read Full Story arrow_forward
Surat: ડાયમંડ બુર્સમાં અખાત્રીજથી મંગલ પ્રારંભ, 500થી વધુ વેપારીઓ સામૂહિક રીતે ઓફિસો શરૂ કરશે
calendar_today February 26, 2026

Surat: ડાયમંડ બુર્સમાં અખાત્રીજથી મંગલ પ્રારંભ, 500થી વધુ વેપારીઓ સામૂહિક રીતે ઓફિસો શરૂ કરશે

વિશ્વના સૌથી મોટા વ્યાપારી સંકુલ તરીકે જાણીતું 'સુરત ડાયમંડ બુર્સ' (SDB) ફરી એકવાર પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવા તરફ જઈ રહ્યું છે. આગામી અખાત્રીજના પવિત્ર દિવસથી હીરા ઉદ્યોગના દિગ્ગજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ સામૂહિક રીતે પોતાની ઓફિસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ખજોદ વિસ્તારમાં આવેલું આ બુર્સ ફરીથી ધમધમતું થશે.સુરત ડાયમંડ બુર્સમાં ફરી જામશે રોનકહીરા ઉદ્યોગના જાણીતા LB ગ્રુપના 500થી વધુ વેપારીઓએ એકસાથે SDBમાં પોતાની ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સામૂહિક સ્થળાંતરને કારણે બુર્સમાં વેપારની ગતિ તેજ બનશે. હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ હવે સત્તાવાર રીતે SDBમાં સ્થળાંતર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.આ પણ વાંચો: Surat: મોડી રાત્રે પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પોલીસનો કાફલો ખડકાયો

Read Full Story arrow_forward
Surat: કતારગામ સુમન શાળા વિવાદનો અંત, ધારાસભ્યની રજૂઆત બાદ TP-35માં જ શાળા બનાવવાનો પાલિકાનો નિર્ણય
calendar_today February 26, 2026

Surat: કતારગામ સુમન શાળા વિવાદનો અંત, ધારાસભ્યની રજૂઆત બાદ TP-35માં જ શાળા બનાવવાનો પાલિકાનો નિર્ણય

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં સુમન શાળાના નિર્માણને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. ટેકનિકલ અને ભૌગોલિક કારણોસર અટવાયેલો આ પ્રોજેક્ટ હવે નવા લોકેશન સાથે આગળ વધશે. અગાઉ આ શાળા TP-50 માં બનાવવાનું આયોજન હતું, પરંતુ હવે તે TP-35 (કતારગામ) ના ફાઈનલ પ્લોટ નંબર-123 ઉપર બનાવવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.ધારાસભ્યની રજૂઆત અને લોકેશનમાં ફેરફારઆ શાળાના લોકેશન અંગે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જનહિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને શાળાને TP-50 ને બદલે TP-35 માં ખસેડવાની માંગણી સ્વીકારવામાં આવી છે. આ નિર્ણયને પગલે પાલિકા દ્વારા અગાઉ મુલતવી રાખેલી દરખાસ્ત ફરીથી રજૂ કરવામાં આવી છે.બિલ્ડર અને 90 લાખના કામનો વિવાદઆ પ્રોજેક્ટમાં સૌથી મોટો વિવાદ ત્યારે સર્જાયો હતો જ્યારે ઈજારદાર ગૌરવ બિલ્ડર્સે સત્તાવાર મંજૂરી મળે તે પહેલા જ અંદાજે 90 લાખ રૂપિયાનું કામ કરી દીધું હતું. આ બાબતે ભાજપના જ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, હવે ઝોન દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે અને તે જ બિલ્ડરને કામગીરી સોંપવાની દિશામાં પાલિકા આગળ વધી રહી છે.સ્થાયી સમિતિ લેશે આખરી નિર્ણયવિવાદ ઉકેલવા માટે પાલિકાએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. હવે આ દરખાસ્ત પર સ્થાયી સમિતિ (Standing Committee) દ્વારા આખરી મહોર મારવામાં આવશે. આ નિર્ણય બાદ કતારગામના સેંકડો વિદ્યાર્થીઓને નજીકના વિસ્તારમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાની સુવિધા પ્રાપ્ત થશે.આ પણ વાંચો: Surat: મોડી રાત્રે પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પોલીસનો કાફલો ખડકાયો

Read Full Story arrow_forward