android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : સૌરાષ્ટ્રમાં PGVCLની એક દિવસીય કાર્યવાહી , 30767 જોટલા લાઇટ કનેક્શન કાપી 87 કરોડની વસૂલાત
calendar_today February 26, 2026

Rajkot : સૌરાષ્ટ્રમાં PGVCLની એક દિવસીય કાર્યવાહી , 30767 જોટલા લાઇટ કનેક્શન કાપી 87 કરોડની વસૂલાત

સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાકી લાઇટ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતા કુલ 30,767 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને અંદાજે 87 કરોડની વસૂલાત કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.જામનગર જિલ્લામાં 5 હજારથી વધુ કનેક્શન કપાયા જિલ્લાવાર કાર્યવાહી મુજબ જામનગર જિલ્લામાં 5 હજારથી વધુ કનેક્શન કપાયા હતા. જૂનાગઢ જિલ્લામાં 2 હજારથી વધુ કનેક્શન કપાયા હતા, જ્યારે મોરબી જિલ્લામાં 3 હજારથી વધુ કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં 4 હજારથી વધુ વીજ કનેક્શન કપાયા તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં 4 હજારથી વધુ વીજ કનેક્શન કપાયા હોવાનું જાણવા મળ્યું છે. વીજ બિલ સમયસર ભરવા માટે ગ્રાહકોને અપીલPGVCL દ્વારા મોડી રાત સુધી ચકાસણી અને કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી. વીજ બિલ સમયસર ભરવા માટે ગ્રાહકોને અપીલ પણ કરવામાં આવી છે. આ પણ વાંચો----  Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા

Read Full Story arrow_forward
Surat News : સુરતના અલથાણમાં શેર બજારમાં રોકાણના નામે કરાઈ રૂ.1.72 કરોડની ઠગાઇ
calendar_today February 26, 2026

Surat News : સુરતના અલથાણમાં શેર બજારમાં રોકાણના નામે કરાઈ રૂ.1.72 કરોડની ઠગાઇ

અલથાણ-ભીમરાડ કેનાલ રોડ પર "આઈશ્રી ખોડિયાર બ્રોકિંગ એન્ડ એડવાઈઝ' ના નામે ઓફિસ ધરાવતા હરીશ ગોહિલ નામના શખ્સે જરીના વેપારી અને તેમના અમેરિકા રહેતા ભાઈ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. વળતર આપવાના બદલે મુદ્દલ રકમ પણ પરત ન કરી ઓફિસ બંધ કરી ઠગ ફરાર થઈ જતા મજુરાગેટના વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. લોભામણી વાતોમાં ફસાવી રૂપિયા સેરવી લીધા ફરિયાદી પંકજભાઈ રાજેન્દ્રભાઈ જરીવાલા (રહે. મહાદેવનગર, મજુરાગેટ)ના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૧માં મિત્ર મારફતે હરીશ દીપકભાઈ ગોહિલ (રહે. ટાઇમ્સ વર્લ્ડ એટલાન્ટા અને આકાશ ઈસ્ટ પોઈન્ટ, અલથાણ) સાથે મુલાકાત થઈ હતી. હરીશે પોતે સુરતની જાણીતી ‘જૈનમ’ કંપનીના એજન્ટ હોવાનું અને ગ્રાહકોના નાણાં પોતાના પ્લેટફોર્મ પર રોકી મોટો નફો કરાવી આપતો હોવાનો દાવો કર્યો હતો. તેણે રોકાણકારોને ડીમેટ એકાઉન્ટ ખોલવાની પણ જરૂર નથી તેવી લોભામણી વાતોમાં ફસાવ્યા હતા.બેંકના ખાતમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હરીશની વાતોમાં આવી પંકજભાઈએ પોતાના, પત્ની અને પિતાના ખાતામાંથી કુલ રૂ. ૩૬.૯૪ લાખનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, અમેરિકામાં રહેતા તેમના ભાઈ મનીષભાઈને પણ ફોન પર વાત કરાવી વિશ્વાસમાં લીધા હતા. મનીષભાઈએ અમેરિકાથી ભારતીય ચલણ મુજબ આશરે રૂ. ૧.૬૮ કરોડથી વધુની રકમ હરીશના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આમ, કુલ રૂ. ૨.૦૫ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. આરોપી હરીશ ગોહિલે રોકાણકારોને છેતરવા માટે ‘ડેલ્ટીન વર્લ્ડ' નામની એક નકલી એપ્લિકેશન બનાવી હતી. જેના સ્ક્રીનશોટ અને ખોટી બેલેન્સશીટ વોટ્સએપ પર મોકલી તે રોકાણ વધ્યું હોવાનો ડોળ કરતો હતો.છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો જયારે વેપારીએ વળતર અને પોતાની રકમ પરત માંગી ત્યારે હરીશે ટુકડે-ટુકડે પંકજભાઈના રૂ. ૩૨.૯૪ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ. ૪ લાખ અને મનીષભાઈના રૂ.૧.૬૮ કરોડ પરત આપવામાં ઠાગાઠેયા શરૂ કર્યા હતા. વેપારીએ જયારે નાણાં પરત આપવા માટે દબાણ કર્યું ત્યારે ઠગ હરીશે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. ભીમરાડ-અલથાણ કેનાલ રોડ પર આવેલી તેની 'ટાઈમ્સ વર્લ્ડ એટલાન્ટા' શોપિંગ મોલની ઓફિસે તપાસ કરતા ત્યાં તાળાં લટકેલા જોવા મળ્યા હતા, જેથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા પંકજભાઈએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હરીશ દીપકભાઈ ગોહિલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો : Surat News : મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા, વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદાને લઈ તપાસ

Read Full Story arrow_forward
Gandhinagar : જિલ્લાઓમાં નેતાજીઓના પ્રોટોકોલ નથી જળવાતા, મંત્રીઓને જિલ્લા પ્રવાસમાં ગરિમાપૂર્ણ આવકાર આપો, સરકારનો પરિપત્ર
calendar_today February 26, 2026

Gandhinagar : જિલ્લાઓમાં નેતાજીઓના પ્રોટોકોલ નથી જળવાતા, મંત્રીઓને જિલ્લા પ્રવાસમાં ગરિમાપૂર્ણ આવકાર આપો, સરકારનો પરિપત્ર

ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓને MP, MLA અને મંત્રીઓના પ્રોટોકોલ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવે પરિપત્ર મુજબ, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવે તે માટે દરેક કામગીરી સુસંગઠિત રીતે કરવી જરૂરી છે. જિલ્લા પ્રભારીઓને કાર્યક્રમના સંકલન માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે.  જનપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર મુલાકાત આપો જાહેર પરિપત્રમાં આ બાબતોને ખાસ ઉલ્લેખ આપવામાં આવ્યો છે જેમાં જનપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર મુલાકાત આપવી તથા દરેક કાર્યક્રમમાં વિવેકપૂર્ણ અને વ્યવહારુ રીત અપનાવવી અને જિલ્લા સ્તરે નેતાઓના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવું મહત્વની બાબત છે. GADનો પરિપત્ર GADના આ પરિપત્રથી આશય છે કે મંત્રીઓ અને જનપ્રતિનિધિઓના કાર્યક્રમો સુવ્યવસ્થિત, પારદર્શક અને ગરિમાપૂર્ણ રૂપે ચલાવવામાં આવે. આ પણ વાંચો----    Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા

Read Full Story arrow_forward