android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ, મંડળ રેલ પ્રબંધકે મુસાફર સુવિધાઓ અને નવી લાઇન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી
calendar_today February 26, 2026

Railway News : વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ, મંડળ રેલ પ્રબંધકે મુસાફર સુવિધાઓ અને નવી લાઇન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી

નિરીક્ષણ દરમિયાન તેમણે રિલે રૂમ, રૂટ રિલે ઇન્ટરલોકિંગ (RRI), માસ્ટર કેબિન, બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ અને કેફેટેરિયા સહિત વિવિધ મુસાફર સુવિધાઓનું અવલોકન કર્યું હતું તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જેથી સ્ટેશન પર મુસાફર સુવિધાઓને વધુ સુધારી શકાય. સ્ટેશન પર જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અધિકારીએ નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે જણાવ્યું કે વડનગર સ્ટેશન પર રેલ કોચોમાં પાણી ભરવા માટે કોચ વોટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સુવિધા શરૂ થયા બાદ ટ્રેનોમાં વડનગર સ્ટેશન પરથી જ પાણી ભરવામાં આવી શકશે, જેના કારણે મુસાફરોને મુસાફરી દરમિયાન પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત, તેમણે સ્ટેશન પર જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સ્ટેશન નજીક આવેલી રેલવે ક્રોસિંગને પહોળું કરવાની તેમની માંગ પર સકારાત્મક વિચારણા કરવાનો આશ્વાસન આપ્યું. તારંગા હિલ દિશામાં મુખ્ય લાઇનના વિસ્તરણનો માર્ગ સુગમ બનશે આ અવસરે મહેસાણા–વરેઠા વિભાગના વરેઠા રેલવે સ્ટેશન પર અંબાજી નવી લાઇન પ્રોજેક્ટ હેઠળ મહત્વપૂર્ણ માળખાગત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયાની માહિતી આપવામાં આવી. આ કાર્ય આબુરોડ–તારંગા હિલ નવી લાઇન રેલખંડની ભવિષ્યની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વરેઠા સ્ટેશન પર મુખ્ય લાઇન પર આવેલો જૂનો ડેડ એન્ડ ટ્રેક દૂર કરીને તેને નવી એલાઇનમેન્ટ પર સ્થાનાંતરિત કરવામાં આવ્યો અને નવી બિછાવવામાં આવેલી લાઇન સાથે જોડવામાં આવ્યો. સુધારેલા યાર્ડ લેઆઉટ મુજબ નવી ડેડ એન્ડ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે ભવિષ્યમાં તારંગા હિલ દિશામાં મુખ્ય લાઇનના વિસ્તરણનો માર્ગ સુગમ બનશે. આ સમગ્ર કાર્ય બે દિવસના બ્લોક દરમિયાન સુરક્ષિત અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન રેલ કટિંગ, ડેડ એન્ડ ટ્રેક દૂર કરવું અને શિફ્ટિંગ, નવી લાઇન સાથે લિંકિંગ, ગ્લૂડ જૉઇન્ટનું નિર્માણ, વેલ્ડિંગ, બેલાસ્ટિંગ, પેકિંગ, ક્રોસઓવરનું મશીન ટેમ્પિંગ તેમજ અન્ય જરૂરી ટ્રેક સમાયોજનના કાર્યો કરવામાં આવ્યા. વિદ્યુત (TRD) વિભાગ દ્વારા OHE વાયરિંગ દૂર કરવું અને પુનઃ વાયરિંગ, ATD શિફ્ટિંગ/કટિંગ, બોન્ડિંગ કાર્ય તેમજ ટાવર વેગન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટર્નઆઉટ વિસ્તાર ક્લિયર થયા બાદ સિગ્નલ અને દૂર સંચાર (S&T) વિભાગ દ્વારા પોઇન્ટ ટેસ્ટિંગ, પુનઃ જોડાણ અને કમિશનિંગનું કાર્ય પ્રગતિ પર છે.  ટ્રેનોના સંચાલનમાં સુગમતા આવશે આ પ્રોજેક્ટ થી ભવિષ્યમાં આબુરોડ–તારંગા હિલ રેલખંડની મજબૂત કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે, જેના કારણે મુસાફરોને સુરક્ષિત, સુગમ અને વધુ સુવિધાજનક મુસાફરી ઉપલબ્ધ થશે. સાથે જ અંબાજી અને તારંગા હિલ વિસ્તારના પર્યટનને પ્રોત્સાહન મળશે તથા સ્થાનિક વેપાર અને રોજગારના અવસરોમાં વધારો થશે. સુધારેલી યાર્ડ રચના અને તકનીકી સુધારાઓના કારણે ટ્રેનોના સંચાલનમાં સુગમતા આવશે તેમજ સમયપાલનમાં પણ સુધારો થશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરનો આજે સ્થાપના દિવસ, નગરદેવી ભદ્રકાળી મંદિરથી યાત્રાનો થયો પ્રારંભ

Read Full Story arrow_forward
Kutch: PGVCLની મેગા ડ્રાઇવના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક 6.40 કરોડની વસૂલાત
calendar_today February 26, 2026

Kutch: PGVCLની મેગા ડ્રાઇવના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક 6.40 કરોડની વસૂલાત

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા કચ્છ જિલ્લામાં બાકી વીજ લેણાંની વસૂલાત માટે અત્યાર સુધીની સૌથી મોટી 'મેગા ડ્રાઇવ' શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ દિવસે જ કંપનીએ રેકોર્ડબ્રેક 6.40 કરોડ રૂપિયાની વસૂલાત કરીને બાકીદારોમાં ફફડાટ ફેલાવી દીધો છે.350થી વધુ ટીમો મેદાનમાંPGVCLના મેનેજમેન્ટ દ્વારા આ કામગીરીને વેગ આપવા માટે ખાસ 350થી વધુ સર્વેલન્સ અને રિકવરી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ જિલ્લાના ખૂણેખૂણામાં ફરીને બાકી બિલ ધરાવતા ગ્રાહકો પાસેથી વસૂલાતની કામગીરી હાથ ધરી છે.વસૂલાતની વિગતો જોતા પૂર્વ અને પશ્ચિમ કચ્છ બંનેમાં સમાંતર કામગીરી જોવા મળી છે. પૂર્વ કચ્છ ₹3.10 કરોડની વસૂલાત. પશ્ચિમ કચ્છ ₹3.30 કરોડની વસૂલાત.ડિસકનેક્શન ડ્રાઇવ અને અપીલPGVCL એ સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો લાંબા સમયથી વીજ બિલ ભરપાઈ નથી કરી રહ્યા, તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવશે. બીજા દિવસે પણ ડિસકનેક્શનની કામગીરી પૂરજોશમાં યથાવત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ વીજ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે કાયદેસરની કાર્યવાહી કે જોડાણ કપાવાની સ્થિતિ ટાળવા માટે તાત્કાલિક ધોરણે બાકી લેણાં ભરપાઈ કરી દેવા.આ પણ વાંચો: Rajkot: મનમંદિર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ, ગૂંગળામણને કારણે બે વ્યક્તિના જીવ ગયા

Read Full Story arrow_forward
Gondal : આપ નેતા જીગીશા પટેલ પર હુમલાના બનાવમાં 5 મહિલા સહિત 9 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પોલીસ તપાસ શરુ
calendar_today February 26, 2026

Gondal : આપ નેતા જીગીશા પટેલ પર હુમલાના બનાવમાં 5 મહિલા સહિત 9 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પોલીસ તપાસ શરુ

ગોંડલની સરગમ સોસાયટી વિસ્તારમાં આપ નેતા જિગિષા પટેલ ઉપર બનેલી હુમલાની ઘટનામાં પાંચ મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિકોના પાણી અને રોડના પ્રશ્નોને લઈને મુલાકાતે ગયેલી જીગીશા પટેલ પર હુમલો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં નવ લોકોના નામ નોંધાયા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કૃષ્ણા રાવલ, દ્રષ્ટિ રાઠોડ, મનીષા, એક અજાણી મહિલા, ફાતિમાબેન ચાણક્ય, મુન્નો, શબ્બીર તેમજ લાલ ટોપી અને કેસરી ટી-શર્ટ પહેરેલા અજાણ્યા યુવકો સહિત કુલ નવ લોકોના નામ નોંધાયા છે. કેટલીક મહિલાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો માહિતી અનુસાર, જીગીશા પટેલ સ્થાનિક મહિલાઓની સમસ્યાઓ સાંભળવા સરગમ સોસાયટી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક મહિલાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સારવાર માટે રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા ઇજાગ્રસ્ત જીગીશા પટેલને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તપાસ શરુ આ સમગ્ર મામલે વધુ તપાસ ગોંડલ એ-ડિવિઝનના PSI એસ.આર. પંડ્યા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો-----    Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા

Read Full Story arrow_forward