android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: મોડી રાત્રે પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પોલીસનો કાફલો ખડકાયો
calendar_today February 26, 2026

Surat: મોડી રાત્રે પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પોલીસનો કાફલો ખડકાયો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે મોડી રાત્રે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. ગૌવંશની કતલ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્વોએ હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં એક પોલીસકર્મી અને એક ગૌરક્ષક ઇજાગ્રસ્ત થયા છે.માંગરોળમાં પોલીસ પર હુમલોમળતી માહિતી મુજબ, માંગરોળના હથોડા ગામે ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીને આધારે પોલીસ ટીમ અને કેટલાક ગૌરક્ષકો મોડી રાત્રે ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસને આવતી જોઈને ત્યાં હાજર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો.પોલીસકર્મી અને ગૌરક્ષક ઇજાગ્રસ્તઆ અચાનક થયેલા હુમલામાં એક પોલીસ જવાનને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે એક ગૌરક્ષકને વધુ ઇજા થતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હુમલાખોરોએ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી ભયનું વાતાવરણ સર્જ્યું હતું.ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તઘટનાની ગંભીરતાને જોતા સુરત ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો હથોડા ગામે દોડી ગયો હતો. હાલ સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે રાયોટિંગ અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Kutch: PGVCLની મેગા ડ્રાઇવના પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક 6.40 કરોડની વસૂલાત

Read Full Story arrow_forward
Surat News : મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા, વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદાને લઈ તપાસ
calendar_today February 26, 2026

Surat News : મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા, વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદાને લઈ તપાસ

તેના માટે કરવામાં આવેલા વ્યવહારો શંકાના દાયરામાં હોવાના કારણે સુરત અને નવસારીમાં જમીન અને બિલ્ડિંગના વેપાર સાથે સંકળાયેલા મીરીખ અને ઓપેરા ગ્રૂપ પર બુધવારે વહેલી સવારથી આઇટી અધિકારીઓએ દરોડા પાડયા છે. સુરત, નવસારી, અમદાવાદ અને ભાવનગર સહિતના ૨૨ સ્થળો પર ૮૦ અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી છે. સંબંધિત વ્યક્તિઓના ઠેકાણાઓ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે નવસારીમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સની સાથે મોટા પાયે પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ઓપેરા ગ્રૂપ ઉપરાંત ધોલેરા ખાતે જમીનના સોદા અને પ્લોટિંગ કરવાના સોદામાં સંકળાયેલા મીરીખ ગ્રૂપને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઓપેરા ગ્રૂપના હરીશ સંથાણી અને મીરીખ ગ્રૂપના રાજીવ જાંગિડ તેમજ તેમની સાથે જોડાયેલા જમીન દલાલો પણ તપાસના દાયરામાં આવ્યા છે. સાથે સાથે જમીન દલાલ વિશાલ રાવ અને આગમ બડેચા સહિત અન્ય સંબંધિત વ્યક્તિઓના ઠેકાણાઓ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેહિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે પ્રાથમિક તપાસમાં મોટી માત્રામાં શંકાસ્પદ અને બેહિસાબી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વસંત ગજેરાને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જમીનમાં કરવામાં આવેલા રોકાણની વિગતો આઈટીની અધિકારીઓને મળી હતી. તેમાં કેટલાક વ્યવહારો શંકાના દાયરામાં આવી ગયા હતા. તેના લીધે જ આઈટીની અધિકારીઓએ મીરીખ અને ઓપેરા ગ્રૂપ પર કરોડા પાડીને જમીનના હિસાબનો તાળો મેળવવાના પ્રયાસો હાલ તો શરૂ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. વસંત ગજેરા સાથે કોઇ પણ પ્રકારનો વેપાર કરનારાઓની પણ આગામી દિવસોમાં પુછપરછ કરવા માટે ઇન્કમટેક્સ વિભાગે તજવીજ હાથ ધરી છે. તેમજ જે પણ લોકોએ વેપાર કર્યો હોય અને તેની સામે આઇટી રિટનમાં ઓછી વિગતો રજૂ કરી હોય તેઓને પણ નોટિસ આપીને હિસાબ રજૂ કરવા માટેની તાકીદ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે. ફલેટ સહિતનું કરવામાં આવેલા વેચાણમાં વધુ માત્રામાં રોકડ લીધી છે વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન, દુકાન. ઓફિસ, ફલેટ સહિતનું કરવામાં આવેલા વેચાણમાં વધુ માત્રામાં રોકડ લીધી છે. આ રોકડ ચોપડા પર નહીં દર્શાવીને મોટા પાયા પર ઇન્કમેક્સની ચોરી કરી હોવાનું આઇટીના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. તેમાં જે પણ લોકોના નામ બહાર આવ્યા છે તેઓને આગામી દિવસોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારીને વિગતો મંગાવવાની છે. કારણ કે વસંત ગજેરા એન્ડ કંપની પાસેથી કબજે કરવામાં આવેલા કાગળીયામાં અનેક લોકોના નામ બહાર આવ્યા છે. હવે આ લોકો સાથે કેવા પ્રકારના વ્યવહાર કરવામાં આવ્યા હતા તેમજ કેટલાક એવા લોકોના નામે પણ જમીન ખરીદીને વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું આઇટી અધિકારીઓને તપાસમાં જણાયું છે. જેથી તેમાં તે વ્યક્તિએ નાણાંની ચુકવણી કેવી રીતે કરી તે સહિતની વિગતોનો તાળો મેળળવાનો હાલ તો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી આવા લોકોને આઇટી નોટિસ મોકલીને વિગતો એકત્ર કરવાની છે. ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા આઇટી અધિકારીઓ સેવી રહ્યા છે ત્યારબાદ કેટલા રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી તેની હકીકતો બહાર આવશે. જોકે હાલ તો આઇટીના અધિકારીઓ તમામ પુરાવા એકત્ર કરીને ટેક્સચોરી કેટલા રૂપિયાની કરવામાં આવી છે તેની તપાસમાં જોતરાઇ છે. ત્યારબાદ ટેક્સ વસુલાત માટેની કાર્યવાહી વસંત ગજેરા અને તેની સાથે વેપાર કરનારા સાથે કરવામાં આવનાર છે. જેથી આગામી દિવસોમાં વસંત ગજેરાને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં મોટા પાયા પર ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતા આઇટી અધિકારીઓ સેવી રહ્યા છે. આ પણ વાંચો : Railway News : વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ, મંડળ રેલ પ્રબંધકે મુસાફર સુવિધાઓ અને નવી લાઇન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી

Read Full Story arrow_forward
Gujarat Board Exams : ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે
calendar_today February 26, 2026

Gujarat Board Exams : ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે

પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે માટે પેપર બોક્ષ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (PATA)થી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવશે. ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. જે ૧૮ માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.૧૦માં કુલ ૯,૦૭,૧૭૫ વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહ માટે કુલ ૫,૦૧,૨૮૬ વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.૧૨ સાયન્સમાં ૧,૧૯,૨૬૩ વિદ્યાર્થી નોંધાયા છે. આ વખતે કુલ ૭,૩૬૩ દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે.ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ બોર્ડની પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો નવો પ્રયોગ જેમાં વિદ્યાર્થીના ગુણ પત્રકમાં QR કોડ રહેશે અને બોમ્બથી સંકુલ ઉડાવાની ધમકી સંદર્ભે ખાસ SOP બનાવાઈ છે, કેન્દ્ર સંચાલકને સમગ્ર જવાબદારી સોંપાઇ છે અને ધમકી મળે તો પોલીસ સાથે સંકલન કરવા આદેશ કરાયો છે, ધમકી મળે તો શાળા બંધ મુદ્દે પોલીસનો અભિપ્રાય લેવાશે પોલીસની સૂચનાને આધિન શિક્ષણ બોર્ડ નિર્ણય કરશે. શિક્ષણ બોર્ડ સચિવની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત સચિવનું કહેવું છે કેસ સાવધાની પૂર્વક તમામ આયોજન પુર્ણ કરાયું છે અને વિદ્યાર્થી સ્થળ પર સરળતાથી પહોંચે તેવું આયોજન છે, પોલીસ, રીક્ષા સંઘ, ST વિભાગ સાથે બેઠક કરી અને 5500 બિલ્ડીંગમાં પરીક્ષા કેન્દ્ર નક્કી થયા છે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને QR કોડ સ્કેન કરવાથી વેરિફિકેશન સરળતાથી થશે અને વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો પોલીસ મદદ કરશે અને નિર્ભય થઈ પરીક્ષા આપવા બોર્ડ સચિવની અપીલ છે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, રાજયમાં મિશ્ર ઋતુની અસર રહેશે 

Read Full Story arrow_forward