android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન, જાણો કયા સ્ટેશને ઉભી રહેશે આ ટ્રેન
calendar_today February 26, 2026

Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન, જાણો કયા સ્ટેશને ઉભી રહેશે આ ટ્રેન

ટ્રેન સંખ્યા 09424 નું બુકિંગ બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસી ટીસી વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય,સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, પ્રવાસીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને આવલોકન કરી શકે છે. ટ્રેન સંખ્યા 09424/09423 અમદાવાદ – મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [8 ફેરા] 01-ટ્રેન સંખ્યા 09424 અમદાવાદ-મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 27 ફેબ્રુઆરી અને 06,13,20 માર્ચ 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી 16.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20.00 કલાકે મંગલુરુ પહોંચશે. તે જ રીતે ટ્રેન સંખ્યા 09423 મંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 28 ફેબ્રુઆરી અને 07,14,21 માર્ચ 2026 (શનિવાર)ના રોજ મંગલુરુથી 22.30 કલાકે પ્રસ્થાન કરશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે. 02-આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવરડા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કાણકોણ, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમટા, મુર્દેશ્વર, ભટકલ, મૂકામ્બિકા રોડ બૈંદૂર, કુંઢાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરતકલ સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. આ પણ વાંચો : Gujarat Board Exams : ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે 

Read Full Story arrow_forward
Rajkot: મનમંદિર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ, ગૂંગળામણને કારણે બે વ્યક્તિના જીવ ગયા
calendar_today February 26, 2026

Rajkot: મનમંદિર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ, ગૂંગળામણને કારણે બે વ્યક્તિના જીવ ગયા

રાજકોટના પેલેસ રોડ પર આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગ ફાટી નીકળતા ઘરમાં રહેતા વૃદ્ધ માતા અને તેમના પુત્રનું ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગમળતી માહિતી મુજબ, ગત રાત્રે આશરે 1:00 વાગ્યાની આસપાસ મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. તે સમયે ઘરમાં ૯૨ વર્ષીય પ્રભાબેન પૂજારા અને તેમના ૬૩ વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ પૂજારા સૂઈ રહ્યા હતા. આગ લાગતાની સાથે જ ઘરમાં ધુમાડાના ગોટેગોટા ભરાઈ ગયા હતા.ગૂંગળામણને કારણે મોતઆગની તીવ્રતા અને ધુમાડાને કારણે માતા અને પુત્ર બંને બહાર નીકળી શક્યા નહોતા. ધુમાડામાં શ્વાસ રુંધાઈ જવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલા જ બંને જીવ ગુમાવી ચૂક્યા હતા.શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તારણઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ શહેરનો આજે સ્થાપના દિવસ, નગરદેવી ભદ્રકાળી મંદિરથી યાત્રાનો થયો પ્રારંભ
calendar_today February 26, 2026

Ahmedabad News : અમદાવાદ શહેરનો આજે સ્થાપના દિવસ, નગરદેવી ભદ્રકાળી મંદિરથી યાત્રાનો થયો પ્રારંભ

ગાર્ડ ઓફ ઓનર દ્વારા ભદ્રકાળી યાત્રાનું સ્વાગત કરાયું છે અને શહેરના કોટ વિસ્તારમાંથી નીકળી નગરયાત્રા જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે, અખાડા, ભજન મંડળીઓ નગરયાત્રામાં જોડાયા છે અને પૌરાણિક ભદ્રકાળી મંદિરનું છે અનેરું મહત્વ. ભદ્રકાળી માતાની નગરયાત્રાને લઈ વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, માણેક ચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, બાલા હનુમાન મંદિર, ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, AMC કાર્યાલય, ખમાસા, જમાલપુર, થઈને રિવરફન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર થઈને શિવાજી ચોક, વસંત ચોક, અગાસિયા હોટલ, વીજળી ઘર, બહુચરાજી મંદિરથી પરત ભદ્રકાળી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. વૈકલ્પિક રૂટ વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર કરી શકાશે. પાંચકૂવા થઈ કડીયાકુઈ થઈ ધનાસુથાર ચાર રસ્તા થઈ ટંકશાળ રોડ તરફ અવર-જવર કરી શકાશે. ખાડીયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ થઈ રિલીફ રોડ તરફ અવર-જવર કરી શકાશે. સારંગપુર સર્કલથી ત્રિકમરાય મંદિર રોડ થઈ આસ્ટોડીયા દરવાજા થઈ રાયપુર ચકલા થઈ રાયપુર દરવાજા તરફ અવર-જવર કરી શકાશે. એસ.ટી. બસ સ્ટેન્ડ જમાલપુર બ્રિજ તરફના રોડ પર અવર-જવર કરી શકાશે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરનો ઈતિહાસ એવું માનવામાં આવે છે કે પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે. આ મંદિરના જીર્ણોદ્વારનો અગાઉ 2 વખત પ્રયાસ થઈ ચૂક્યો છે. આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન, જાણો કયા સ્ટેશને ઉભી રહેશે આ ટ્રેન

Read Full Story arrow_forward