android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સોશિયલ મીડિયાના 'કિંગ' બન્યા PM મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા!
calendar_today February 26, 2026

સોશિયલ મીડિયાના 'કિંગ' બન્યા PM મોદી, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ નેતા!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પ્લેટફોર્મ પર એક નવો ઇતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય માધ્યમ એવા ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડ (100 મિલિયન) ને પાર કરી ગઈ છે. આ સિદ્ધિ મેળવનારા તેઓ વિશ્વના પ્રથમ અને એકમાત્ર રાજકીય નેતા બન્યા છે. તેમની આ લોકપ્રિયતા દર્શાવે છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ તેમનું આકર્ષણ સતત વધી રહ્યું છે. વૈશ્વિક નેતાઓ સાથે તુલના કોણ ક્યાં છે? જો આપણે વિશ્વના અન્ય શક્તિશાળી નેતાઓ સાથે તુલના કરીએ, તો પીએમ મોદી આ યાદીમાં સૌથી મોખરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા ટ્રમ્પ કરતા બમણાથી પણ વધુ છે. અન્ય નેતાઓ: ઇન્ડોનેશિયાના પ્રબોવો સુબિયાન્ટો (1.5 મિલિયન), બ્રાઝિલના રાષ્ટ્રપતિ (1.44 મિલિયન) અને તુર્કીના તૈયપ એર્દોગન (1.16 મિલિયન) જેવા નેતાઓ પીએમ મોદીની સરખામણીએ ઘણા પાછળ છે. આર્જેન્ટિનાના જાવિઅર મેલીના પણ 6.4 મિલિયન ફોલોઅર્સ છે. == ભારતીય રાજકારણમાં નિર્વિવાદ વર્ચસ્વ ભારતની વાત કરીએ તો અહીં પણ પીએમ મોદી અને અન્ય નેતાઓ વચ્ચે મોટું અંતર જોવા મળે છે. યોગી આદિત્યનાથ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી 16.1 મિલિયન ફોલોઅર્સ સાથે ભારતમાં બીજા ક્રમે છે. રાહુલ ગાંધી: કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અંદાજે 12.6 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. લોકપ્રિયતા પાછળનું કારણ છેલ્લા એક દાયકામાં પીએમ મોદીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાન્ય જનતા અને ખાસ કરીને યુવાનો સાથે જોડાવા માટે ખૂબ જ અસરકારક રીતે કર્યો છે. તેમની પોસ્ટ્સમાં દેશના વિકાસ કાર્યો, વિદેશ પ્રવાસો, સામાન્ય નાગરિકો સાથેની મુલાકાતો અને પ્રેરણાદાયક સંદેશાઓનો સમાવેશ થાય છે. ડિસેમ્બર ૨૦૨૫ના સર્વે મુજબ પણ, તેઓ વિશ્વના સૌથી વધુ 'એપ્રુવલ રેટિંગ' ધરાવતા નેતા તરીકે ઉભરી આવ્યા હતા.આ પણ વાંચોઃ PM Modi Israel Visit : ઈઝરાયેલની સંસદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'ભારતથી મિત્રતાનો સંદેશ લાવ્યો છું'

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' નીતિ, છેલ્લા બે વર્ષમાં રૂ.3727 કરોડનું ડ્રગ્સ પકડ્યું
calendar_today February 26, 2026

Gujarat Latest News Live : ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' નીતિ, છેલ્લા બે વર્ષમાં રૂ.3727 કરોડનું ડ્રગ્સ પકડ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, રાજયમાં મિશ્ર ઋતુની અસર રહેશે
calendar_today February 26, 2026

Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, રાજયમાં મિશ્ર ઋતુની અસર રહેશે

અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં મિશ્ર ઋતુની અસર રહેશે અને મહતમ તાપમાનમાં થયો વધારો, વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી, અમદાવાદમાં 36.4, ગાંધીનગરમાં 35.6 ડિગ્રી, વડોદરામાં 35.8 ડિગ્રી, રાજકોટમાં 36 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, ભાવનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દેશમાં વરસાદને લઇ IMDની આગાહી પહાડી રાજ્યોમાં ફરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે, કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, 26 થી 28 ફેબ્રુઆરી દરમ્યાન વરસાદ પડશે અને 2 અને 3 માર્ચના રોજ વરસાદ, હિમવર્ષા થશે તો ભારતના અનેક ભાગમાં તાપમાન વધશે અને તાપમાન 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.26 ફેબ્રુઆરીએ આંદામાન, નિકોબારમાં વરસાદ 26 ફેબ્રુઆરીએ આંદામાન, નિકોબારમાં વરસાદ થઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને અરુણાચલ, બંગાળ, સિક્કીમ, કર્ણાટક, કેરળ, પોંડિચેરીમાં વરસાદની શક્યતા રહેલી છે.કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' નીતિ, છેલ્લા બે વર્ષમાં રૂ.3727 કરોડનું ડ્રગ્સ પકડ્યું

Read Full Story arrow_forward