android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
આકરું સીમમાં દેશી બંદૂક સાથે 1 શખ્સ ઝડપાયો, 1 વોન્ટેડ
calendar_today February 26, 2026

આકરું સીમમાં દેશી બંદૂક સાથે 1 શખ્સ ઝડપાયો, 1 વોન્ટેડ

ધંધૂકા : અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ધંધૂકા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલા વિશેષ અભિયાન દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આકરું ગામની સીમમાં નભોઈ જવાના માર્ગ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે રોહિત બાવળવા નામના શખ્સને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી એક દેશી બનાવટની બંદૂક મળી આવતાં તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે હથિયાર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બાવળવા સાથે સંકળાયેલા બાવલ નથવાણી ઉર્ફે ડફેરનું નામ સામે આવતાં તેને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
હળવદ પાસે ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા ગંભીર અકસ્માત, બેને ઈજા
calendar_today February 26, 2026

હળવદ પાસે ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા ગંભીર અકસ્માત, બેને ઈજા

ડમ્પરની કેબિનમાંથી ચાલક - ક્લીનરને ભારે જહેમત બાદ બહાર કઢાયાહળવદના માળીયા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ હરીદર્શન ચોકડી પાસેથી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં તેને પોતાનું ડમ્પર અથડાવ્યું હતું. જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ડમ્પરની અંદર બેઠેલ તેના ડ્રાઇવર સહિત કુલ બે વ્યક્તિઓ ગંભીર રીતે ફ્સાઈ ગયા હતા અને લગભગ અઢી કલાકની જહેમત બાદ તેને કેબિનમાંથી બહાર કાઢીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવના કારણે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર હળવદ પાસે અંદાજે બંને બાજુએ બે કિલોમીટરનો ટ્રાફ્કિજામ થઈ ગયો હતો. હળવદમાં આવેલ હરીદર્શન ચોકડી પાસે મંગળવારે મોડી સાંજે થયેલા અકસ્માતની વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હાઈવે રોડ ઉપર મૂકવામાં આવેલા સ્પીડબેકર પાસેથી આગળના ભાગે ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યો હતો અને તેની પાછળ કોલસો ભરેલું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરના ચાલકે તેનું વાહન ટ્રક ટેલરની પાછળના ભાગમાં અથડાવતા ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ડમ્પરનો ચાલક સહિત બે વ્યક્તિઓ ડમ્પરની કેબીનમાં ફ્સાઈ ગયા હતા જેથી તેને બહાર કાઢવા માટે જેસીબી તથા હીટાચીની મદદ લેવામાં આવી હતી અને ડમ્પરની કેબીનમાં ફ્સાયેલા ડ્રાઇવર અને ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માતના આ બનાવના કારણે રોડની બંને બાજુએ લગભગ બે કિલોમીટર સુધીનો ટ્રાફ્કિ જામ થઈ ગયો હતો અને તેને ક્લિયર કરાવવા માટે થઈને હળવદ પોલીસ દ્વારા અકસ્માત થયેલ વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
માંડલના વિઠલાપુર ગામે વર્ષો જુની પરંપરા મુજબ આજે માંડવી યોજાશે
calendar_today February 26, 2026

માંડલના વિઠલાપુર ગામે વર્ષો જુની પરંપરા મુજબ આજે માંડવી યોજાશે

ચુંવાળ, ખારાપાટ પંથકમાંથી ભાવિકો ઉમટી પડશેમાંડલ તાલુકાનું વિઠલાપુર ગામના ટોડા ઉપર શક્તિ માતાજી અને બહુચર માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે જેને ટોડારી માતાજી તરીકે પણ ઓળખાય છે. વિઠલાપુરના દરબારોની કુળદેવી એટલે શક્તિ માતાજી આ માતાજીનો ઈતિહાસ 850 વર્ષ પૌરાણિક છે. દર વર્ષે ફાગણ સુદ-9 ના રોજ આ ગામમાં માતાજીનો રથ/માંડવી નીકળે છે. આ ગામના દરેક લોકો આ ઉત્સવને શ્રાધ્ધાભેર અને ઉમંગથી ઉજવે છે, આ ગામમાં દિવાળી અને ઉત્તરાયણના તહેવારોનું મહત્વ નથી એટલું આ માતાજીના પ્રસંગનું મહત્વ છે. માતાજીની આ માંડવી અહીં રાજાશાહી વખતથી નીકળે છે. માંડવીના દિવસે શક્તિ માતાજીના વાહન ગજરાજનું આગમન થાય છે અને શરણાઈઓના સૂર મલકે છે. શક્તિ માતાજીના રથની ઉપર કાંસાની થાળી બાંધવાની અનોખી પરંપરા છે. આજેય પણ બળદો માતાજીના રથને ખેંચીને નગરમાં પરિભ્રમણ કરાવે છે. માંડવીના દર્શન માટે ઝાલાવાડ, ચુંવાળ, ખારાપાટ પંથકમાંથી સેંકડો માઈભક્તો ઉમટી પડશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward