માંડલ ગ્રામ્યમાંથી સગીરાને ભગાડી જનાર ધનોરાના શખ્સને પોલીસે ઝડપ્યો
માંડલ તાલુકા ગ્રામ્યમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવીને ભગાડી જવાના બનાવમાં પોલીસે ઝડપી પાડી પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુમાં હાંસલપુર પોલીસ મથકેથી બનાવની મળતી માહિતી મુજબ ગ્રામ્યમાં મજુરી કરીને ગુજરાન કરતાં પરિવારની 13 વર્ષની દિકરી સાથે નિકુલજી ઠાકોર (રહે.ધનોરા, તા.શંખેશ્વર,જિ.પાટણ) નામના શખ્સે શરૂઆતમાં સગીરા સાથે મિત્રતા કરી બાદમાં લગ્ન કરવાની લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. બનાવની જાણ સગીરાના વાલીએ હાંસલપુર પોલીસ મથકે કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને આરોપી તેમજ દિકરીની ભાળ મળતાં સુરક્ષિત રીતે પાછી લાવવામાં સફળતાં મેળવી હતી. સાથે પ્રેમજાળમાં ફસાવવાનું કાવતરું રચી સગીરાને ભગાડી જનાર આરોપી નિકુલજી ઠાકોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward