android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ધોલેરાના આંબલી પાસે માર્ગ પરનો જોખમી ખાડો આખરે પૂરાયો
calendar_today February 26, 2026

ધોલેરાના આંબલી પાસે માર્ગ પરનો જોખમી ખાડો આખરે પૂરાયો

અમદાવાદ જિલ્લાના ધોલેરા આંબલી નજીક માર્ગની વચ્ચે પડેલા જોખમી ખાડાને લઈને વાહનચાલકો તથા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. પાછલા 8 દિવસ થી રોડ ની વચ્ચે જ મોટો ખાડો પડી ગયો હતો અને મોટા અકસ્માતની ભીતિ વચ્ચે આ ખાડો તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી હતી. આ અંગે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી અને મોડી સાંજે આર એન્ડ બી વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ખાડાનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરિણામે માર્ગફ્રી સલામત બન્યો છે અને વાહનચાલકો તેમજ ગ્રામજનોને મોટી રાહત મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
ધંધૂકામાં યુવકની આત્મહત્યા કેસમાં 1 આરોપી હાજર
calendar_today February 26, 2026

ધંધૂકામાં યુવકની આત્મહત્યા કેસમાં 1 આરોપી હાજર

ધંધૂકાના મીરાવાડીમાં ગત નવેમ્બર માસ દરમિયાન થયેલા આત્મહત્યા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી તરીકે નામ દર્શાવવામાં આવેલા વિપુલ રાશમિયા ધંધુકા પોલીસ મથકે હાજર થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મીરાવાડીના રહેવાસી રાકેશ ઝાલા નામના યુવકે ગત નવેમ્બર માસમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની તપાસ દરમિયાન મૃતકને માનસિક તણાવ અને હેરાનગતિ પહોંચાડવાના આક્ષેપોને આધારે પોલીસ દ્વારા કુલ 22 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કેસમાં નોંધાયેલા આરોપીઓ પૈકી વિપુલ રાશમિયા પોલીસ સમક્ષ હાજર થતાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Patan: પાલિકાની કારોબારી સમિતીની બેઠકનું આયોજન કરાયું
calendar_today February 25, 2026

Patan: પાલિકાની કારોબારી સમિતીની બેઠકનું આયોજન કરાયું

પાટણ નગરપાલિકા ખાતે ચાર દિવસ અગાઉ કારોબારી સમિતીની બેઠકનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ અચાનક ચીફ્ ઓફ્સિર રજા પર ઊતરી જતાં બેઠક મોકૂફ્ રાખવામાં આવી હતી. ત્યારબાદ હવે બુધવારે પાલીકાના કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.21.74 કરોડનું ખાદ્ય બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. અને વિકાસ માટેના 23 કામોની ચર્ચાઓ કરાઈ હતી.પાટણ નગરપાલિકા ખાતે બુધવારે કારોબારી સમિતીની બેઠક મળી હતી. જે બેઠકમાં અન્ય ચર્ચાઓ થાય તે પુર્વે જ પાલીકાના શાસક પક્ષના સભ્યો અને ચીફ્ ઓફ્સિર વચ્ચે દબાણો દુર કરવાની કામગીરી મુદ્દે વાક્ય યુધ્ધ છેડાયું હતું. આમ વધુ એક વખત અધિકારી અને સત્તા પક્ષના નગરસેવકો વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવ્યો હતો. યોજાયેલ બેઠકમાં એજન્ડા પરના 11 કાયદેસર કામો અને અન્ય 12 જેટલા વધારાના કામો મળીને કુલ 23 વિકાસ માટેના કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમિતિ દ્વારા રૂ. 21.74 કરોડના ખાદ્ય બજેટને બહાલી આપી તેને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદ્ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવો ટાઉન હોલ બનાવવાની સભ્યોની રજુઆતને ધ્યાને રાખીને પ્રસ્તાવને પણ આખરી મંજુરી માટે સામાન્ય સભામાં મોકલવા માટેનો નિર્ણય કરાયો હતો. મળેલી બેઠકમાં દબાણો મુદ્દે શાસક પક્ષના સભ્યોએ પાલીકાના ચીફ્ ઓફ્સિર સામે ગંભીર આક્ષેપો કરતાં મામલો ગરમાયો હતો. સભ્યો દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે દબાણો હટાવવાની કામગીરીમાં ભેદભાવપુર્ણ નિતી અપનાવવામાં આવી રહી છે. ગરીબ લોકોના દબાણો તાત્કાલિક દુર કરવામાં આવે છે. અને વગદાર લોકોના દબાણો સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે મામલતદાર કચેરીની બહાર પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણો દ્વારા ગેરકાયદેસર ભાડું વસુલવામાં આવતું હોવા છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સભ્યો દ્વારા મામલતદાર કચેરી પાસેના દબાણો દુર કરી તે જગ્યાને પાર્કિંગ માટે ખુલ્લી કરવાની માંગ કરી હતી. બેઠક અંગે કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે કારોબારી સભ્ય દેવચંદભાઈ પટેલની રજુઆત બાદ તમામ સભ્યોએ સર્વાનુમતે ખાદ્યવાળું બજેટ મંજુર કરી તેને આગામી સામાન્ય સભામાં મોકલી આપ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward