android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સમીના જુની કુંવર ગામે સીમમાંથી દેશી બંદુક સાથે શખ્સ ઝડપાયો
calendar_today February 25, 2026

Patan: સમીના જુની કુંવર ગામે સીમમાંથી દેશી બંદુક સાથે શખ્સ ઝડપાયો

પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સમી તાલુકાના જુની કુંવર ગામથી રાફૂ તરફ્ના માર્ગ પર એક ખેતરમાં બોર પરથી હાથ બનાવટની દેશી બંદુક સાથે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં શખ્સને ઝડપી લીધો હતો. અને તેની વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ એસઓજી પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે જુની કુંવરથી રાફૂ તરફ્ના માર્ગ પર આવેલ સીમમાં બોર પર ભાગીયા તરીકે કામ કરતા રાયસંગભાઈ લખુભાઈ ઠાકોર (રાફૂ )ને ખેતરમાં ચારના પુળા નિચે સંતાડેલી રૂ.2500 ની કિંમતની દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડીને સમી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: આનંદ સરોવર નજીક પાલીકાની RCC જગ્યા શાકભાજીની લારીઓ માટે ફાળવાશે
calendar_today February 25, 2026

Patan: આનંદ સરોવર નજીક પાલીકાની RCC જગ્યા શાકભાજીની લારીઓ માટે ફાળવાશે

પાટણ શહેરમાં મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પર ઊભી રહેતી લારીઓ અને પાથરણા વાળાઓને કારણે વારંવાર ટ્રાફ્કિની સમસ્યા સર્જાય છે. જેને લઈ નગરજનો સહિત રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જેમાં શહેરના આનંદ સરોવર નજીક પાલીકાના ચીફ્ ઓફ્સિર દ્વારા બુધવારે શહેરના આનંદ સરોવરથી પ્રથમ રેલવે ગરનાળા તરફ્ના રસ્તા પર આડેધડ ઊભી રહેતી લારીઓને કારણે ઉદ્દભવતી ટ્રાફ્કિની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને રૂબરૂ મુલાકાત કરી હતી.પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલબેન ઠાકર અને વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા આનંદ સરોવર નજીક મુલાકાત કરી હતી. અને વિસ્તારને ટ્રાફ્કિ મુક્ત કરવા માટે શહેરના આનંદ સરોવર નજીક નગરપાલિકા દ્વારા કરાયેલ આરસીસીની જ્ગ્યા જે શિયાળામાં સિઝનેબલ ધંધા માટે ફાળવવામાં આવે છે. તે જગ્યા હવે શાકભાજીની લારીઓ ઊભી રાખવા ફાળવી અને વિસ્તારમાં ફોર વ્હીલરો માટે નો પાર્કિંગના બોર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કરાયેલ આયોજનથી હવે વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફ્કિની સમસ્યાનો ઉકેલ આવશે તેમ જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજ શહેરમાં ખુલ્લી અને ઊભરાતી ગટરોની સમસ્યા વકરીઃ ગંદકીના ઢગ
calendar_today February 25, 2026

Patan: હારીજ શહેરમાં ખુલ્લી અને ઊભરાતી ગટરોની સમસ્યા વકરીઃ ગંદકીના ઢગ

હારીજ નગરમાં હવે ઊભરાતી ગટરો તથા ખુલ્લી ગટરોની કુંડીઓ અને ઠેરઠેર ગંદકીના ઢગને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. અને જેના પર નગરના વિકાસની આશાએ ખોબલેને ખોબલે મત આપી જીતાડીને સત્તા પર બેસાડયા હતા. તે વિકાસની આશાઓ પર ગટરનું દુષિત પાણી ફરી વળ્યુ હોય તેવો હાલમાં નગરજનો પર ઘાટ ઘડાયો છે. જેને લઈ નગરજનો પાલીકાના સત્તાધીશો અને પાલીકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નગરમાં વારંવાર ઊભરાતી ગટરોની સમસ્યા સાથે રીપેરીંગ કામ માટે ગટરોની કુંડીઓ ખોલ્યા બાદ બંધ નહીં કરવાને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓ અને પશુઓ ખાબકવાની ઘટનાઓ ભુતકાળમાં પ્રકાશમાં આવી હતી. તે બાદ વધું એક રિક્ષા કુંડીમાં ફ્સાઈ જવા પામી હતી. તો અન્ય ઘટનામાં બાઈક ચાલક ખુલ્લી ગટરની કુંડીમાં ખાબકતાં ઈજાઓ પહોંચી હતી. નગરના ગંજ બજાર નજીક આવેલ મસ્જિદ પાસે રહેલી ગટરની ખુલ્લી કુંડીમાં એક લોડીંગ રિક્ષાનું આગળનું ટાયર ફ્સાઈ જતા મહામહેનતે બહાર કાઢી હતી. તો દરજી સોસાયટી બહાર પણ ગટરની ખુલ્લી કુંડીમાં એક બાઈક ચાલક ખાબકતાં ઈજાઓ પહોંચી હતી. જેને 108 માં સારવાર માટે ખસેડાયો હતો. આમ હારીજ નગરપાલિકાના સત્તાધીશોના અંદરોઅંદરના વિખવાદને કારણે નગરજનોની માઠી દશા બેઠી હોય તેમ જણાઈ રહ્યું છે. સાથે સાથે નગરના 'હારીજ ગામ સ્વચ્છ ગામ'ના ભીંત સુત્રો લખેલ દિવાલ પાસે જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. જે નગરની સ્વચ્છતાની હાંસી ઉડાવે છે. અને પાલીકાની સફાઈ કામગીરી ખુલ્લી પાડે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward