android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-tharad: જિલ્લામાં નર્મદા નહેરમાં સિંચાઈના પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવા માંગ
calendar_today February 25, 2026

Vav-tharad: જિલ્લામાં નર્મદા નહેરમાં સિંચાઈના પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવા માંગ

વાવ-થરાદ જીલ્લામાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. સંઘે નર્મદા નહેરમાં પાણી 15 એપ્રિલ, 2026 સુધી ચાલુ રાખવા, જમીન સંપાદન વળતરમાં રહેલી ગેરસમતા દૂર કરવા તેમજ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય તાત્કાલિક ચૂકવવા માંગ કરી છે.સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન અતિવૃષ્ટિ, જમીનમાં વધેલા ક્ષાર અને વધુ ભેજને કારણે વાવ તાલુકામાં ખરીફ્ અને રવિ બંને સિઝનની ખેતી નિષ્ફ્ળ ગઈ છે. હાલ કેનાલનું પાણી 15 માર્ચે બંધ થવાનું હોવાથી ખેડૂતો અને પશુપાલકો પર આર્થિક સંકટ ઊભું થયું છે. સંઘે ખેડૂતોના હિતમાં નર્મદા નહેરનું પાણી 15 એપ્રિલ સુધી ચાલુ રાખવાની માંગ કરી છે. જમીન સંપાદન વળતર મુદ્દે પણ સંઘે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. વાવ ગામમાં એક જ પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ કેસોમાં જુદી રીતે વળતર આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. કેટલાક કેસોમાં જંત્રીના બે ગણું વળતર અને 12 ટકા વ્યાજ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેસોમાં માત્ર 1.5 ગણું વળતર આપી 12 ટકા વ્યાજ કાપી લેવાયું હોવાનું જણાવાયું છે. સંઘે તમામ કેસમાં સમાન રીતે બે ગણું વળતર અને વ્યાજ સાથે સુધારાત્મક એવોર્ડ જાહેર કરવાની માંગ કરી છે.કૃષિ રાહત પેકેજ 2025 અંતર્ગત જમીન સુધારણા સહાય માટે પ્રતિ હેક્ટર ?20,000 જાહેર કરાયા હતા, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે ઘણા ખેડૂતો અરજીઓ કરી શક્યા નથી. KRP પોર્ટલ ફરી શરૂ કરી અથવા ઓફ્લાઈન અરજીઓ સ્વીકારી સહાય ચૂકવવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે. આ મુદ્દે ઠાકરસી રબારીએ જણાવ્યું કે કલેક્ટરે હકારાત્મક અભિગમ દાખવી ખેડૂતોને અન્યાય નહીં થાય તેની ખાતરી આપી છે. હવે જિલ્લા તંત્રના પગલાં પરખેડૂતોની નજર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: એક જ નંબરની એક જ જેવી બે ગાડી ઝડપાઈ પોલીસે તપાસ હાથ ધરી
calendar_today February 25, 2026

Palanpur: એક જ નંબરની એક જ જેવી બે ગાડી ઝડપાઈ પોલીસે તપાસ હાથ ધરી

પાલનપુર શહેરમાં એક જ નંબરના બે વાહન અને તે પણ એક જ કંપનીના અને એક જ મોડલના બે વાર મળી આવતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે અને આ મામલે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં રહેતા ગોવિંદ ઠાકોર નામના ઈસમ પાસે તેના ભાઈના નામની હ્યુન્ડાઈ કંપનીની વરના ગાડી છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 09 બીજે 5426 છે અને તેના જ જેવી તે જ મોડલની સેમ કારમાં પણ સેમ નંબર મળી આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જે અંગે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.પાલનપુરમાં નંબર વગરના અને બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહનોનો રાફડો ફાટયો છે અને નંબર વગરના અને બ્લેક ફિલ્મ લગાવી ફરતા વાહનો બિન્દાસ પણે ફરી રહ્યા છે ત્યારે આ મામલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠયા છે તો બીજી તરફ નકલી નંબર પ્લેટ નો મામલો હવે બહાર આવ્યો છે. જેની વિગત એવી છે કે પાલનપુરમાં રહેતા ગોવિદ ઠાકોર પાસે વરના કાર છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 09 બીજે 5426 છે હવે આ જ નંબરની અને આ જ મોડલની સેમ ગાડી પાલનપુરમાં ફરતી મળી આવી અને તે જોતા ગોવિંદ ઠાકોર પણ ચોકી ઉઠયા હતા અને તપાસ કરતા ખબર પડી કે આ ગાડી કોઈ ભાખર ગામના વ્યક્તિની હોવાનું માલુમ પડયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ભાજપના પૂર્વ પ્રમુખને સામાજિક બંધારણનો ભંગ ભારે પડયો
calendar_today February 25, 2026

Patan: ભાજપના પૂર્વ પ્રમુખને સામાજિક બંધારણનો ભંગ ભારે પડયો

હારીજ ખાતે થોડા દિવસ પુર્વે જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખે તેમના દિકરાના લગ્ન પ્રસંગે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના આગેવાનો સહિત રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયામાં VIP ભોજન સહિત કંકોત્રીનો મુદ્દો વિડિયો સાથે વાયરલ થતાં તેનો કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા મારફ્તે વિરોધ નોધાવી બંધારણનું ઉલંઘન કર્યાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈ બુધવારે હારીજ ખાતે 42 ગોળ ઠાકોર સમાજની મીટીંગ યોજાઈ હતી. જેમાં પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોરને સમાજના નિયમો મુજબ 1.51 લાખનો સમાજ સમિતિ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. જે દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતાં ખોટા ખર્ચાઓ અને કુરીવાજોને દુર કરવા માટે સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઓગડ ખાતે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 16 જેટલા નિયમો કરવામાં આવ્યા હતા. તે બાદ પાટણ જીલ્લામાં સાંતલપુરના કોરડા ગામે ઠાકોર સમાજના યુવા મહિલા સરપંચના લગ્નમાં બંધારણનું ઉલંઘન કરાયું હતું. જેમને પણ સમાજ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે હારીજ ખાતે પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરના પુત્રના લગ્નમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને તેના વિરોધ મુજબ VIP વાનગીઓ અને કંકોત્રી જેવા મુદ્દે વિરોધ કરતાં બુધવારે હારીજ ખાતે આવેલી ઠાકોર સમાજની વાડીમાં સમાજના આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે મારા દ્વારા સમાજે નક્કી કરેલ નિયમોનું કોઈ ઉલંઘન કરાયું નથી માત્ર રોટલા અને દહીંનું રાયતું પિરસવામાં આવ્યું હતું. તેમજ મીઠાઈ તરીકે મોહનથાળનો ઉપયોગ કરયો હતો. તેમ છતાં સમાજની ક્ષમા યાચના માંગી હતી. તે બાદ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે લગ્નના ઉત્સાહમાં દશરથજી ઠાકોરે કેટલીક ભુલો કરી છે. જેના કારણે સમાજ દ્વારા રૂ. 1.51 લાખ દંડ કરવામાં આવે છે. જેનો ઉપયોગ સમાજના શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કરાશે. અને સમગ્ર વિવાદનો અંત લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward