android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુર કુંતાસરી નજીક પસાર થતી કેનાલમાં કોન્ટ્રાકટર દ્વારા પાણીની ચોરી થતી હોવાની રાવ
calendar_today February 25, 2026

Patan: રાધનપુર કુંતાસરી નજીક પસાર થતી કેનાલમાં કોન્ટ્રાકટર દ્વારા પાણીની ચોરી થતી હોવાની રાવ

રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. સરસ્વતી એસોસિયેટ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના બેફમ રીતે સિંચાઈના પાણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, તેમ છતાં પોતાના ફાયદા માટે સરકારી પાણીની ચોરી થઈ રહી છે.નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે 24 કલાક સિંચાઈનું પાણી છોડવામાં આવે છે. જોકે, કેનાલમાંથી થતી આ પાણીચોરીને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. ઘણા ખેડૂતોને પૂરતું પાણી ન મળતા મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. મહત્વની વાત એ છે કે, નર્મદા વિભાગ પાસેથી કોઈ મંજૂરી લીધા વિના પાણીની ચોરી થઈ રહી હોવા છતાં, વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ મામલે નર્મદા વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: વધુ એક વખત CO અને TPO સામે શાસકપક્ષના સભ્યોએ પોલીસમાં રાવ કરી
calendar_today February 25, 2026

Patan: વધુ એક વખત CO અને TPO સામે શાસકપક્ષના સભ્યોએ પોલીસમાં રાવ કરી

પાટણ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા ચીફ્ ઓફ્સિર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર સામે મંગળવારે ખુદ પાલીકાના જ શાસક પક્ષના સભ્યોએ પોલીસમાં રજુઆત કરી અરજી આપી હતી તે બાદ ફરથી બુધવારે વધું એક વખત શહેરમાં એક પ્રોજેક્ટમાં ચીફ્ ઓફ્સિરે ગેરરીતિ આચરી BU પરમિશન આપ્યાનો આરોપ લગાવીને કુલ 6 નગરસેવકોએ ચીફ્ ઓફ્સિર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર સામે સંયુક્ત રીતે પોલીસને અરજી આપી છે. પાટણ નગરપાલિકાના ભાજપના જ 6 જેટલા નગરસેવકોએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પાલીકાના ચીફ્ ઓફ્સિર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર ચંદ્રકાંતભાઈ ભરતભાઈ સોલંકી સામે આપેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પાટણ પાલીકાના હદમાં આવેલ બગવાડા દરવાજા પાસે આવેલ જુના બસ સ્ટેન્ડ વાળી જગ્યા કે જેનો રેવન્યુ સર્વે નંબર 56 પૈકી સીટી સર્વે નંબર 2355 વાળી જગ્યામાં GSRTC પાટણ કતિરાક્યુબ ટ્રાન્સ પ્લાઝા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આગળના ભાગમાં કોમર્શિયલ બાંધકામ ચાલું હોવા છતાં પાલીકાના ચીફ્ ઓફ્સિર અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિરે મિલકતના માલિકો સાથે આર્થિક મેળાપીપણું કરી અંગત લાભ માટે સરકારી હોદ્દાનો દુરપયોગ કરી કુટલેખન કરી બનાવટી દસ્તાવેજો બનાવી ખોટી રીતે બિલ્ડીંગ યુઝ પરમિશન આપી હોવાનો આક્ષેપ કરી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બંને વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-tharad: જિલ્લાના હવામાનમાં આકસ્મિક પલટો, ખેડૂતોમાં ચિંતા
calendar_today February 25, 2026

Vav-tharad: જિલ્લાના હવામાનમાં આકસ્મિક પલટો, ખેડૂતોમાં ચિંતા

વાવ- થરાદ જિલ્લાના સરહદી પંથકમાં વહેલી સવારથી આકાશમાં વાદળા છવાતાં ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. સરહદી થરાદ, વાવ,દિયોદર અને લાખણી પંથકમાં ખેડૂતોએ રવિ સિઝનમાં રાયડો, ઘઉં, રાજગરો, જીરું, એરંડા જેવા પાકોનું મોટાપાયે વાવેતર કર્યું છે અને પાકોને અનુકૂળ ઠંડી પડતા વિવિધ પાકો ખીલી ઉઠયા છે પરંતુ હવામાન વિભાગની અગાહીના પગલે પંથકમાં ફરી એકવાર હવામાનમાં આકસ્મિક પલટો આવ્યો છે. જેમાં આકાશમાં વાદળાં છવાતા માવઠાની આશંકાએ ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા છે. હવામાન પલટાના પગલે ઠંડી પણ ઓછી થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.સ્થાનિક ખેડૂત રમેશભાઈએ જણાવ્યું કે, ચાલુ વર્ષે જીરું અને એરંડા સહિતના પાકોનું વાવેતર ખીલી ઉઠયું છે. જોકે, હવામાનમાં આવેલા અણધાર્યા પલટાએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને જીરાંના પાક માટે આ સમયે માવઠું અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે,અન્ય પાકોને પણ નુકસાન થાય તેમ છે.જે ખેડૂતોની ચિંતાનું મુખ્ય કારણ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward