android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ખાતે નારી સંમેલન યોજાયું યોજનાઓની માહિતી આપી
calendar_today February 25, 2026

Patan: ખાતે નારી સંમેલન યોજાયું યોજનાઓની માહિતી આપી

પાટણ જિલ્લાના સમી ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમી ખાતે યોજાયેલા નારી સંમેલન કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટય થકી કરવામાં આવ્યું હતી. જેમાં આંગણવાડીના નાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીત રજુ કર્યું હતું. અને પ્રોગ્રામના ઓફ્સિર રંજનબેન શ્રીમાળીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાળ સુરક્ષા અધિકારીએ મહિલા અને બાળકોના અધિકારો અંગે વિસ્તૃત સમજ આપી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. તેમજ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના ઉદ્બોધનમાં બાળ અધિકારો, મહિલા અધિકારો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજના અંગે માહિતી આપી ઉપસ્થિત બહેનોને લાભ લેવા અપીલ કરી હતી. યોજાયેલ કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષિદાબેન દવે, પ્રોગ્રામ ઓફ્સિર, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સામાજિક કાર્યકરો, નારી અદાલત તેમજ મહિલા બાળ કલ્યાણ કો-ઓર્ડીનેટર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સીડીપીઓ ચંદ્રિકાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરોને 2 કલાક એસી વગર બેસાડી રખાયા
calendar_today February 25, 2026

Ahmedabad : સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરોને 2 કલાક એસી વગર બેસાડી રખાયા

સ્પાઈસ જેટની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી અમદાવાદ જતી ફ્લાઈટમાં મુસાફરોને અંદાજે બે કલાક સુધી વિમાનમાં બેસાડીને રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન AC ચાલુ ન હોવાથી મુસાફરો ઉકળાટ અને અસહજતા અનુભવી રહ્યા હતા.મુસાફરો અકળાયા બાદ તેમને નીચે ઉતારાયા ફ્લાઈટ નિર્ધારિત સમય પર ટેકઓફ ન થતાં મુસાફરો અકડાયા હતી, કારણ કે પ્લેનમાં એસી બંધ હતું, ગરમી અને હવા પ્રવાહના અભાવે કેટલાક મુસાફરોની તબિયત પણ બગડવાની સ્થિતિ ઊભી થઈ હતી. મુસાફરો દ્વારા વારંવાર ક્રૂ સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રારંભિક તબક્કે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. પરિસ્થિતિ વધુ બગડતા અને મુસાફરોના વિરોધ બાદ અંતે તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. બે કલાક સુધી ફ્લાઈટમાં AC વિના મુસાફરોને બેસાડ્યા એરલાઈન તરફથી વિલંબનું કારણ ટેકનિકલ હોવાનું જણાવાયું હોવાની માહિતી મળી છે, જોકે સત્તાવાર નિવેદન અંગે સ્પષ્ટતા બાકી છે. આ બનાવને લઈને મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મુસાફરોનું કહેવું હતું કે બે કલાક સુધી AC વગર બેસાડી રાખવા અત્યંત અસુવિધાજનક અને અસ્વીકાર્ય છે. આ ઘટનાને પગલે એરલાઈનની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. આ પણ વાંચો : Junagadh News: ખંડણીના કેસમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીને પણ જામીન મળ્યા

Read Full Story arrow_forward
Anand News : જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેઈલ થતા જાણીતી સંસ્થાઓને લાખોનો દંડ
calendar_today February 25, 2026

Anand News : જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેઈલ થતા જાણીતી સંસ્થાઓને લાખોનો દંડ

આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી ચકાસણી અર્થે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આણંદના એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફુડ સેફટી ઓફીસર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ નિષ્ફળ જતા એજયુડીકેટીંગ ઓફીસરની કોર્ટમાં કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી જવાબદાર પેઢીઓને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ નોટીસ આપી તમામ પક્ષોને સાંભળ્યા બાદ અને પુરાવાઓ ધ્યાને લઈને એજયુડીકેટીંગ ઓફીસર ઋતુરાજ દેસાઈ, આણંદની કોર્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ ના ભંગ બદલ કલમ-૫૦ અને ૫૧ની જોગવાઈઓ મુજબ જવાબદાર પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. મલાઈ સોફ્ટ પનીર અને લો ફેટ પનીર બોગસ જે અન્વયે વાસદ-તારાપુર હાઈવે પર આવેલ મે.ગેલોપ્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લીમીટેડમાંથી લેવાયેલ મલાઈ સોફ્ટ પનીર અને લો ફેટ પનીરના નમૂનાઓ ધોરણો મુજબના ન જણાતા એટલે કે સબ સ્ટાન્ડર્ડ જણાતા કલોલ, ગાંધીનગર સ્થિત ઉત્પાદક પેઢી મે.કાંતીલાલ મણીલાલ ફુડ પ્રોડક્ટસ અને ગેલોપ્સ હોસ્પિટાલિટીને સંયુક્ત રીતે રૂ.૪,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ આણંદના સરદાર ગંજ વિસ્તારમા આવેલ મે.ઝુલેલાલ ટ્રેડસમાંથી લેવાયેલ 'આરતી રીફાઈન કોટન સીડ ઓઈલ'નો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા તેની કડી, ગાંધીનગરા સ્થિત ઉત્પાદક પેઢી આકાશ એગ્રો ઈન્ડસ્ટ્રીસ લીમીટેડ અને ઝુલેલાલ ટ્રેડસને સંયુક્ત રીતે રૂ.૧,૨૫,૦૦૦/- નો દંડ ફટકારવામા આવ્યો છે. આટા ખારી'નો નમૂનો 'મીસ બ્રાન્ડેડ' જાહેર થયો વધુમાં બોરસદ સ્થિત રિલાયન્સ રીટેલ લીમીટેડ,અક્ષરમોલમાંથી 'કોટ્સ રોસ્ટેડ આટા ખારી'નો નમૂનો 'મીસ બ્રાન્ડેડ' જાહેર થયો હતો. જે બદલ નમૂનો આપનાર રિલાયન્સ રીટેલ લીમીટેડ, તેમજ ખેડા સ્થિત સપ્લાયર પેઢી સુમાર લોજીસ્ટીક અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક હરીયાલ અને મહારાષ્ટ્ર સ્થિત ઉત્પાદક પેઢી સનકોસ્ટ હેલ્ધી ફુડ પ્રા.લી.સહિત તમામને વ્યક્તિગત રીતે રૂ.૨૫૦૦૦/- કુલ રૂ.૧,૭૫,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ આણંદના મારુતી સોલારીસ મોલ સ્થિત 'શેફાયર ફુડ્સ ઈન્ડીયા પ્રા.લી. (Pizza Hut)' માંથી લેવાયેલ "Rice Cone" નો નમૂનો 'મીસ બ્રાન્ડેડ' જાહેર થતા નમૂનો આપનાર 'શેફાયર ફુડ્સ ઈન્ડીયા પ્રા.લી. (Pizza Hut)', મહારાષ્ટ્ર સ્થિત સપ્લાયર પેઢી ઈમ્પેલપ્રો સોલ્યુશન પ્રા.લી અને પંજાબ સ્થિત ઉત્પાદક પેઢી મેગા સ્ટાર ફુડ પ્રા.લી. સહિત તમામને રૂ.૨૫૦૦૦/- કુલ રૂ.૨,૨૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા

Read Full Story arrow_forward