android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Protest At AI Summit: હિમાચલ પ્રદેશની પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને લીધા કસ્ટડીમાં, જાણો શું છે મામલો?
calendar_today February 25, 2026

Protest At AI Summit: હિમાચલ પ્રદેશની પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને લીધા કસ્ટડીમાં, જાણો શું છે મામલો?

સોલમ પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને કસ્ટડીમાં લીધા છે. આ પ્રદર્શનકારીઓ શિમલાના રોહડમાં છુપાયા હતા. 20 જવાનોને કસ્ટડીમાં હિમાચલ પ્રદેશમાં એઆઇ સમિટમાં પ્રદર્શન કરનાર ત્રણ યુવા કૉંગ્રેસ વર્કરોને શિમલા જિલ્લાના રોહડમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હવે સોલન પોલીસે તમામને રોકી લીધા છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને કસ્ટડીમાં લીધા છે. એઆઇ સમિટ પ્રદર્શન મામલે હિમાચલ અને દિલ્હી પોલીસ આમને-સામને આવી છે. એઆઇ સમિટ પ્રદર્શનમાં યૂથ કોંગ્રેસના ત્રણ કાર્યકરોને શિમલાના જિલ્લા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અને એસીજેએમ કોર્ટ નંબરમાં 2માં તેમને રજૂ કરાવાના હતા. હિમાચલ સદનમાં દરોડા દિલ્હીમાં AI સમિટ દરમિયાન, યુવા કોંગ્રેસના કાર્યકરોએ શર્ટલેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોપીઓમાંથી એક, જીતેન્દ્ર સિંહ, દિલ્હીના હિમાચલ સદનમાં રોકાયો હતો. આ પછી, દિલ્હી પોલીસની ટીમે મધ્યરાત્રિએ હિમાચલ સદનમાં દરોડો પાડ્યો હતો. જેના કારણે હોબાળો મચ્યો હતો. મંગળવારે દિલ્હીથી શિમલા પરત ફર્યા બાદ મુખ્યમંત્રી સુખુએ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું. બંધારણીય પ્રક્રિયાની વિરુદ્ધ દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે, મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે તે બંધારણીય પ્રક્રિયાની વિરુદ્ધ છે. દિલ્હીના કમિશનરને જાણ કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે બુકિંગ કામદારો દ્વારા કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રૂમ બુક કરવામાં આવે છે અને પૈસા ચૂકવવામાં આવે છે, અને આમાં કંઈ નવું નથી. મુખ્યમંત્રીએ સમિટમાં યુવા કોંગ્રેસના કાર્યકરોના વિરોધને પણ ટેકો આપ્યો હતો. આ પણ વાંચોઃ Mexico El Mencho Death Case: મેંચોના મોત બાદ હવે આ શખ્સ સંભાળશે મેક્સિકોનો સૌથી મોટો ડ્રગ્સનો વેપાર

Read Full Story arrow_forward
EDની મોટી કાર્યવાહી, મુંબઈમાં અનિલ અંબાણીનું 3716 કરોડ રૂપિયાનું ઘર કર્યું જપ્ત
calendar_today February 25, 2026

EDની મોટી કાર્યવાહી, મુંબઈમાં અનિલ અંબાણીનું 3716 કરોડ રૂપિયાનું ઘર કર્યું જપ્ત

મની લોન્ડિંગ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરૂદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે અનિલ અંબાણીનું મુંબઈમાં આવેલા ઘર 'અબોડ'ને જપ્ત કરી લીધું છે. આ ઘરની અંદાજે કિંમત રૂપિયા 3,716 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Read Full Story arrow_forward
Suratના પુણા વિસ્તારમાં A-1 ડેરીમાંથી ઝડપાયું નકલી 329 કિલો પનીર, રોજનું 100 કિલો નકલી પનીર વેચતા હતા
calendar_today February 25, 2026

Suratના પુણા વિસ્તારમાં A-1 ડેરીમાંથી ઝડપાયું નકલી 329 કિલો પનીર, રોજનું 100 કિલો નકલી પનીર વેચતા હતા

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એસઓજી અને ફૂડ સેફટી અધિકારીઓની ટીમે રેડ કરીને નકલી પનીર ઝડપ્યું છે. આ કેસમાં A-1 ડેરીસામે કાર્યવાહી કરવામાં આવી હતી.કુલ 329 કિલો નકલી પનીર જપ્ત અહેવાલ મુજબ, કુલ 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ રૂ. 65,800 છે. તપાસ દરમિયાન ખુલ્યું કે અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા આ પનીરનો જથ્થો બજારમાં મોકલવામાં આવતો હતો.  અઢી વર્ષથી આ નકલી પનીર વેચાઈ રહ્યું હતું અનુસાર, છેલ્લા અઢી વર્ષથી આ નકલી પનીર વેચાઈ રહ્યું હતું અને રોજના આશરે 100 કિલો પનીર વેચી નાખવામાં આવતું હતું. આ પગલાંથી નાગરિકોના સ્વાસ્થ્ય અને ફૂડ સેફટી સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ પણ વાંચો----    Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

Read Full Story arrow_forward