android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: કેકે નગરમાં રફ્તારનો કહેર, બેફામ કારચાલકે ઘરનો ગેટ અને દિવાલ તોડી
calendar_today February 25, 2026

Ahmedabad News: કેકે નગરમાં રફ્તારનો કહેર, બેફામ કારચાલકે ઘરનો ગેટ અને દિવાલ તોડી

અમદાવાદ શહેરમાં વધુ એકવાર પૂરઝડપે દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે. કે. નગર પાસે એક બેફામ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ એક ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘરનો મુખ્ય ગેટ અને દિવાલ ધડાકાભેર તૂટી પડ્યા હતા.ઘરના આંગણે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ ઘટનાની મળતી માહિતી અનુસાર, કારચાલક પૂર ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો, જે દરમિયાન અચાનક કાબૂ ગુમાવતા કાર ઘરના આગળના ભાગમાં ઘૂસી ગઈ હતી. કારની ટક્કરથી ત્યાં પાર્ક કરેલું ટુ-વ્હીલર પણ કચડાઈ ગયું હતું અને મકાનનો મુખ્ય લોખંડનો ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે આંગણામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. કારચાલક ઈજાગ્રસ્ત, સારવાર હેઠળ આ જોરદાર ટક્કરને કારણે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને કારચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી ઈજાગ્રસ્ત ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો અને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં કારચાલકે પૂર ઝડપના કારણે કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. શું કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે બેફામ વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે. આ પણ વાંચો - Happy birthday Ahmedabad : અમદાવાદમાં ભજીયાની લાઈન કેમ લાગે છે? જાણો આસ્ટોડિયાની ખાસિયત

Read Full Story arrow_forward
Bharuch : મહિલા PSIને લાફો મારનાર ઝડપાયો, પોલીસે આરોપી દર્શીત ગઢવીની કરી ધરપકડ
calendar_today February 25, 2026

Bharuch : મહિલા PSIને લાફો મારનાર ઝડપાયો, પોલીસે આરોપી દર્શીત ગઢવીની કરી ધરપકડ

ભરૂચમાં મહિલા PSIને લાફો મારનાર ઝડપાયો છે. પોલીસે આરોપી દર્શીત ગઢવીની ધરપકડ કરી છે. મહિલા પી.એસ.આઈ.ને તમાચો મારી દેવાનો બનાવભરૂચમાં પોલીસ ભરતી દરમિયાન ઉમેદવારે મહિલા પી.એસ.આઈ.ને તમાચો મારી દેવાનો બનાવ બન્યો હતો જે મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી દર્શીત ગઢવીની ધરપકડ કરી હતી બેફામ બોલતા અટકાવતા લાફો માર્યો હતો ગ્રાઉન્ડ પર દોડ પુરી થયા બાદ ઉમેદવાર દર્શીત ગઢવીને બેફામ બોલતા અટકાવતા મહિલા પી.એસ.આઈ.ઇલા ચાંદ્રા પર હુમલો કર્યો હતો અને મહિલા પી.એસ.આઈ.ને તમાચો મારી નીચે પાડી દીધા હતા પી.એસ.આઈ.એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બનાવ અંગે મહિલા પી.એસ.આઈ.એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

Read Full Story arrow_forward
Happy birthday Ahmedabad : જાણો કેમ ખાસ છે અમદાવાદનો સારંગપુર દરવાજો ખાસ
calendar_today February 25, 2026

Happy birthday Ahmedabad : જાણો કેમ ખાસ છે અમદાવાદનો સારંગપુર દરવાજો ખાસ

અમદાવાદની સ્થાપના 1411માં સુલ્તાન અહમદશાહ દ્વારા કરવામાં આવી હતી. શહેરની સુરક્ષા માટે ચારેય બાજુ મજબૂત દિવાલ અને તેમાં 12 મુખ્ય દરવાજા બનાવવામાં આવ્યા હતા. આ દરવાજાઓ શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાના મુખ્ય માર્ગ તરીકે કામ કરતા હતા. સારંગપુર દરવાજો સારંગપુર દરવાજા આ 12 દરવાજાઓમાંનો એક છે. તે સમયગાળામાં આ દરવાજો વ્યાપાર, સૈન્ય ગતિવિધિઓ અને શહેરની સુરક્ષા માટે અત્યંત મહત્વનો હતો. દરવાજાની રચનામાં તે સમયની ઇસ્લામિક શૈલીની આર્કિટેક્ચર જોવા મળે છે, જેમાં મજબૂત પથ્થર, ઊંચા થાંભલા અને વિશાળ પ્રવેશ માર્ગનો સમાવેશ થાય છે. ફૂલોની દુકાનો અને સ્થાનિક જીવંત વાતાવરણ આજે જો તમે સારંગપુર દરવાજા તરફ જશો તો તમને એક અલગ જ દૃશ્ય જોવા મળશે. દરવાજાની આસપાસ ફૂલોની દુકાનો, નાનાં વેપાર કેન્દ્રો અને સ્થાનિક બજાર આવેલું છે. સવારથી જ અહીં મોગરા, ગુલાબ, ગલગોટા અને અન્ય ફૂલોની સુગંધ ફેલાયેલી હોય છે. મંદિર, લગ્ન, પૂજા અને ધાર્મિક કાર્યક્રમો માટે લોકો અહીંથી ફૂલો ખરીદે છે. આ વિસ્તાર માત્ર ઐતિહાસિક નહીં, પરંતુ રોજિંદા જીવનનો પણ મહત્વનો ભાગ બની ગયો છે. આજની સ્થિતિ અને સરકારની યોજના વર્તમાન સમયમાં સારંગપુર દરવાજા આસપાસ વાહન વ્યવહાર ઘણો વધ્યો છે. ભારે ટ્રાફિકને કારણે ઐતિહાસિક દરવાજાઓને નુકસાન થવાની શક્યતા રહે છે. આ કારણસર પુરાતત્વ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા દરવાજાઓના સંરક્ષણ માટે વિવિધ પગલાં વિચારાધીન છે. સરકાર દ્વારા વારસાગત સ્થળોને બચાવવા માટે ભારે વાહનો પર નિયંત્રણ સંરક્ષણ અને રિનોવેશન હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન જેવી યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં સારંગપુર દરવાજા એક સંરક્ષિત હેરિટેજ ઝોન તરીકે વિકસે તેવી શક્યતા છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સારંગપુર દરવાજા માત્ર એક ઢાંચો નથી, પરંતુ તે અમદાવાદના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો જીવંત સાક્ષી છે. અહીંથી પસાર થતી દરેક પેઢી આ દરવાજા સાથે જોડાયેલી રહી છે. આજના આધુનિક અમદાવાદમાં પણ આ દરવાજો ભૂતકાળ અને વર્તમાનને જોડતો એક સેતુ બની રહ્યો છે.આ પણ વાંચો : Happy birthday Ahmedabad : અમદાવાદમાં ભજીયાની લાઈન કેમ લાગે છે? જાણો આસ્ટોડિયાની ખાસિયત

Read Full Story arrow_forward