android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : ઉપલેટામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની ફટકારી
calendar_today February 25, 2026

Rajkot : ઉપલેટામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની ફટકારી

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને અદાલતે 20 વર્ષ ની સજા ફટકારી છે અને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે.ઉપલેટામાં દુષ્કર્મ ની ફરીયાદ ગત તારીખ 13/07/2024 ના રોજ ઉપલેટા પોલીસ મથકે ભોગ બનનાર પિતા એ આરોપી કનેશ પાસિંગ કટારાની સામે ફરીયાદ નોંધાવી હતી આરોપીને પકડી પાડવામાં આવ્યો ઉપલેટા પોલીસ તંત્ર એ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ધોરાજીની એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાંમાં કેસ ચાલ્યો હતો. 20 વર્ષ ની સજા ફટકારાઇ બંને પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ ને ધોરાજી એડિશનલ સેશન્સ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહીબુલલા શેખ દ્વારા આજે આરોપી ને 20 વર્ષ ની સજા ફટકારાઇ હતી અને દંડ ફટકાર્યો હતો.આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

Read Full Story arrow_forward
Gujarat News: અકસ્માતો ઘટાડવા ટ્રાફિકનું સંચાલન જરૂરી, દંડનીય કાર્યવાહીથી અકસ્માતની ઘટનાઓ ઘટશે ખરી?
calendar_today February 25, 2026

Gujarat News: અકસ્માતો ઘટાડવા ટ્રાફિકનું સંચાલન જરૂરી, દંડનીય કાર્યવાહીથી અકસ્માતની ઘટનાઓ ઘટશે ખરી?

ગુજરાતમાં ટ્રાફિક પોલીસે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે. પોલીસના આ ડ્રાઈવને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસની આ ડ્રાઈવને કારણે વાહન અકસ્માતો 10મી પછી નહીં થાય એની શું ગેરંટી એવા સવાલો વાહન ચાલકો કરી રહ્યાં છે. બીજી તરફ મોટા શહેરોમાં ભારે વાહનો ધમધમતા હોવાથી પણ અકસ્માતો થતાં હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે ગાંધીનગરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા માંગ કરવામાં આવી છે. ગાંધીનગરના ધારાસભ્યનો કલેક્ટર અને એસપીને પત્ર ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે જિલ્લા કલેક્ટર અને એસપીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગાંધીનગર શહેરમાં સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે. ભારે વાહનોને કારણે ગંભીર અકસ્માતો થાય છે. ગાંધીનગરમાં મુખ્ય માર્ગો પહોળા હોવાથી વાહનો ઓવર સ્પીડમાં જતા હોવાનો પણ તેમણે પત્ર0માં ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તેનો મુખ્ય હેતુ અકસ્માતો રોકવાનો છે. ટ્રાફિક પોલીસે 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનો આજથી જ પ્રારંભ કર્યો છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ, વાહનોના કાગળ, ઓવર સ્પીડ, બ્લેક ફિલ્મ વાળા કારના કાચ, રોંગ સાઈડ ડ્રાઈવ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિક ભંગના કેસો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ટ્રાફિક ભંગના કેસો સામે કાર્યવાહી કરવાનું શરૂ અમદાવાદમાં કેટલાક વાહન ચાલકોમાં એવી ચર્ચાઓ છે કે, ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ્ય જો ખરેખર અકસ્માત ઘટાડવાનો હોય તો તેમણે ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિકનું સંચાલન કરવું જોઈએ. માત્ર દંડ લેવા માટે આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરાયું હોય તેવું ટ્રાફિક પોલીસની કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે, પોલીસે શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવો જોઈએ. ભારે વાહનો ઓવરસ્પીડમાં જતા હોવાથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. શહેરમાં બેરોકટોક આવા વાહનો ચાલી રહ્યાં છે તેની સામે ખૂબ ઓછા પ્રમાણમાં કાર્યવાહી થતી હોય છે. આ પણ વાંચોઃ Ahmedabad News: કેકે નગરમાં રફ્તારનો કહેર, બેફામ કારચાલકે ઘરનો ગેટ અને દિવાલ તોડી

Read Full Story arrow_forward
Vadodara News: ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો છતાં રખડતા કૂતરાનો આતંક યથાવત! દર વર્ષે નોંધાય છે 10 હજાર 'ડોગ બાઈટ'ના કેસ
calendar_today February 25, 2026

Vadodara News: ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો છતાં રખડતા કૂતરાનો આતંક યથાવત! દર વર્ષે નોંધાય છે 10 હજાર 'ડોગ બાઈટ'ના કેસ

સંસ્કારી નગરી વડોદરામાં હાલ રખડતા કૂતરાઓનો આતંક નાગરિકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે. વડોદરા શહેરમાં કૂતરા કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓના ખસીકરણ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને બાળકો પર કૂતરાઓના હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.વર્ષે 10 હજાર લોકોને કૂતરાઓએ બનાવ્યા શિકાર વડોદરા મહાનગરપાલિકાના આંકડા મુજબ, વડોદરા શહેરમાં દર વર્ષે અંદાજે 10,000 જેટલા લોકોને રખડતા કૂતરાઓ કરડે છે. ખાસ કરીને વાડી અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે દ્વિચક્રી વાહનચાલકો પાછળ કૂતરા દોડવાને કારણે અકસ્માતનો ભય પણ રહે છે. માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, દર વર્ષે ડોગ બાઈટની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, જે તંત્ર માટે પણ મોટો પડકાર છે. ખસીકરણ પાછળ વાર્ષિક 90 લાખનો ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં રાખવા માટે મોટા પાયે ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. દર વર્ષે અંદાજે 5 થી 6 હજાર કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. આ કામગીરી પાછળ કોર્પોરેશન દર વર્ષે અંદાજે રૂપિયા 80 થી 90 લાખનો તોતિંગ ખર્ચ કરે છે. જનતામાં રોષ: ખર્ચ થાય છે પણ પરિણામ ક્યારે? લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કૂતરાઓનો આતંક ઓછો ન થતા વડોદરાના શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, માત્ર કાગળ પર ખસીકરણ બતાવવાને બદલે જમીની સ્તર પર અસરકારક કામગીરી થવી જોઈએ જેથી માસૂમ બાળકો અને વડીલો કૂતરાના હુમલાથી સુરક્ષિત રહી શકે. આ પણ વાંચો - Vadodara News : વડોદરામાં પોલીસકર્મીએ નશામાં સર્જયો અકસ્માત, કારમાંથી દારૂની બોટલ મળી આવ્યાનો સ્થાનિકોનો આક્ષેપ

Read Full Story arrow_forward