android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana : સિવિલ હોસ્પિટલમાંથી ચોરીના ગુનામાં પકડાયેલો કેદી થયો ફરાર
calendar_today February 25, 2026

Mehsana : સિવિલ હોસ્પિટલમાંથી ચોરીના ગુનામાં પકડાયેલો કેદી થયો ફરાર

મહેસાણા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી ચોરીના ગુનામાં પકડાયેલો એક કેદી પોલીસની નજર ચૂકી ફરાર થઈ ગયો છે. ફરાર થયેલા કેદીનું નામ ચિરાગ મિસ્ત્રી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ચિરાગ મિસ્ત્રીને બેચરાજી પોલીસ દ્વારા ચોરીના કેસમાં ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને મહેસાણા જિલ્લા સબજેલમાં રાખવામાં આવ્યો હતો.પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો ગત રાત્રે તેની તબિયત બગડતા સારવાર અર્થે તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેદી વોશરૂમ જવાના બહાને બહાર ગયો હતો. તે સમયે પોલીસ જવાનની નજર ચૂકી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફરાર કેદીની શોધખોળ માટે વિવિધ ટીમો બનાવાઈ આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા ફરાર કેદીની શોધખોળ માટે વિવિધ ટીમો રચી તપાસ તેજ કરવામાં આવી છે. હોસ્પિટલ અને જેલ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડવાની ખાતરી વ્યક્ત કરી છે. આ પણ વાંચો : Vadodara News: ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો છતાં રખડતા કૂતરાનો આતંક યથાવત! દર વર્ષે નોંધાય છે 10 હજાર 'ડોગ બાઈટ'ના કેસ

Read Full Story arrow_forward
Happy Birthday Ahmedabad : નાકે પહેલાં ઓળખાય એવો દરવાજો! રાયપુર દરવાજાની ખાસ વાત
calendar_today February 25, 2026

Happy Birthday Ahmedabad : નાકે પહેલાં ઓળખાય એવો દરવાજો! રાયપુર દરવાજાની ખાસ વાત

જૂના અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલો રાયપુર દરવાજા શહેરના પ્રાચીન ઇતિહાસની યાદ અપાવે છે. અહીં પહોંચતા જ ભજીયાની સુગંધ નાક સુધી પહોંચે અને સમજાઈ જાય કે આપણે રાયપુર વિસ્તારમાં આવી ગયા છીએ. અમદાવાદના સૌથી ઐતિહાસિક દરવાજાઓમાંનો એક રાયપુર દરવાજા અમદાવાદના જૂના શહેરના ઐતિહાસિક દરવાજાઓમાંનો એક છે. અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. 1411માં સુલતાન અહમદશાહે કરી હતી. તે સમયમાં શહેરની આસપાસ મજબૂત દીવાલ બાંધવામાં આવી હતી અને સુરક્ષા માટે અનેક દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા. રાયપુર દરવાજા પણ એ જ સમયનો મહત્વનો દરવાજો માનવામાં આવે છે. શહેરના દક્ષિણ ભાગ તરફ આ દરવાજો શહેરના દક્ષિણ ભાગ તરફ આવેલો હતો અને શહેરમાં પ્રવેશ માટે મહત્વનો માર્ગ ગણાતો. જૂના સમયમાં લોકો અને વેપારીઓ આ દરવાજાથી શહેરમાં આવતા જતા હતા. દરવાજાની બનાવટ મજબૂત પથ્થર અને ઇંટોથી કરવામાં આવી હતી. આજેય તેની રચના ઇતિહાસની સાક્ષી આપે છે. રાયપુર દરવાજાની ખાસ ઓળખ રાયપુર દરવાજાની એક ખાસ ઓળખ છે – અહીં મળતા પ્રખ્યાત ભજીયા. ઘણા વર્ષોથી અહીં ભજીયા બનાવતી દુકાનો લોકપ્રિય છે. લોકો કહે છે કે અહીંથી પસાર થાઓ ત્યારે પહેલા નાકને ખબર પડે કે આપણે રાયપુર દરવાજા નજીક છીએ. ગરમાગરમ ભજીયા, લીલી ચટણી અને ચાની મજા અહીંના વાતાવરણને વધુ ખાસ બનાવે છે. તેથી રાયપુર વિસ્તાર ભજીયા માટે પણ જાણીતો બની ગયો છે. રાયપુર દરવાજાની આસપાસ આસપાસનો વિસ્તાર હંમેશા જીવંત રહે છે. અહીં નાની મોટી દુકાનો, બજાર અને રહેણાંક વિસ્તાર છે. સવારે અને સાંજે અહીં લોકોની અવરજવર વધુ રહે છે. જૂના શહેરની ગલીઓમાં ચાલતા તમને પરંપરાગત ઘરો, મંદિરો અને મસ્જિદો પણ જોવા મળે છે. આ બધું મળીને રાયપુર વિસ્તારને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. આજની રાયપુર દરવાજાની સ્થિતિ આજની સ્થિતિ વિશે વાત કરીએ તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજ વિભાગ દ્વારા જૂના દરવાજાઓનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી ઐતિહાસિક સ્થળોનું મહત્વ વધુ વધ્યું છે. રાયપુર દરવાજા આસપાસ સફાઈ, લાઇટિંગ અને સંભાળ માટે કામ કરવામાં આવે છે. જોકે ટ્રાફિક અને વધતી વસ્તી કારણે કેટલીક મુશ્કેલીઓ પણ જોવા મળે છે. તેથી પણ રાયપુર દરવાજા આજે પણ માત્ર ઇતિહાસ નથી, પરંતુ જીવંત સંસ્કૃતિ છે. અહીં ઇતિહાસ, વેપાર, ભોજન અને લોકોનું રોજિંદું જીવન એક સાથે જોવા મળે છે. આ પણ વાંચો : Happy birthday Ahmedabad : જાણો કેમ ખાસ છે અમદાવાદનો સારંગપુર દરવાજો ખાસ

Read Full Story arrow_forward
Gujarat News: VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા
calendar_today February 25, 2026

Gujarat News: VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા

ગુજરાતમાં આ વખતે ઝોન વાઈઝ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમા રાજકોટ ખાતે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.આ રિજનલ કોન્ફરન્સ અંગે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા છે. કચ્છના રણ વિસ્તારમાં ઇકો-ટૂરિઝમનો વિકાસ થશે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ચર્ચામાં આવેલા પ્રોજેક્ટમાં લક્ઝુરિયસ હોટેલ અને રિસોર્ટ બનાવવા પર ભાર મુકાયો છે. એડવાન્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પર ફોકસ રહેશે. નિષ્ણાંત સંસ્થા સાથે ચાર મહત્વના સ્ટ્રેટેઝિક કરાર થયા છે. કચ્છના રણમાં ઈકો ટુરિઝમનો વિકાસ થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ વધશે. આ પણ વાંચોઃ Gujarat News: અકસ્માતો ઘટાડવા ટ્રાફિકનું સંચાલન જરૂરી, દંડનીય કાર્યવાહીથી અકસ્માતની ઘટનાઓ ઘટશે ખરી?

Read Full Story arrow_forward