android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy Birthday Ahmedabad : ગૌરવશાળી ઇતિહાસના સાક્ષી, જાણો અમદાવાદના આ ઐતિહાસિક સ્થાન
calendar_today February 25, 2026

Happy Birthday Ahmedabad : ગૌરવશાળી ઇતિહાસના સાક્ષી, જાણો અમદાવાદના આ ઐતિહાસિક સ્થાન

અમદાવાદ માટે 26 ફેબ્રુઆરીનો દિવસ એક યાદગાર દિવસ છે. આ દિવસ અમદાવાદ સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે. આ વર્ષે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ પોતાના ગૌરવશાળી અસ્તિત્વના 615 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. અમદાવાદમાં આજે પણ એવા સ્થાન છે જે શહેરના ભવ્ય ઇતિહાસના સાક્ષી છે. સાબરમતી આશ્રમ હોય કે પછી અડાલજની વાવ આ સ્થાનો અમદાવાદના સમૃદ્ધ ઇતિહાસની નિશાની છે. જાણો અમદાવાદમાં આ ઐતિહાસિક અને ઇતિહાસની ધરોહર એવા સ્થાન કયા છે.અમદાવાદના આ સ્થાન ઐતિહાસિક અને સમૃદ્ધિનો વારસોસાબરમતી આશ્રમ : સાબરમતી આશ્રમ એ ભારતની આઝાદીની ચળવળનું એક પવિત્ર અને ઐતિહાસિક કેન્દ્ર છે. સાબરમતી નદીના કિનારે આવેલો આ આશ્રમ મહાત્મા ગાંધીજીના જીવન, તેમના આદર્શો અને અહિંસક લડતનો સાક્ષી છે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા, ત્યારે તેમણે સૌપ્રથમ ૧૯૧૫માં અમદાવાદના કોચરબ વિસ્તારમાં 'સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના કરી હતી. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ અહીંથી જ ઐતિહાસિક દાંડી કૂચ (મીઠાનો સત્યાગ્રહ) ની શરૂઆત કરી હતી. અડાલજની વાવ : અડાલજની વાવ એ ગુજરાતની સ્થાપત્યકલાનો એક અદભૂત નમૂનો છે. તે માત્ર પાણી સંગ્રહવા માટેનું સાધન નહોતું, પરંતુ તે સમયના લોકો માટે આરામ કરવાનું અને સામાજિક મેળાપનું એક કેન્દ્ર પણ હતું. ઇ.સ. ૧૪૯૮ માં આ વાવનું કામ પૂર્ણ થયું હતું. પાંચ માળ ઊંડી આ વાવ હિન્દુ શાસક રાણા વીરસિંહની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા તેમના પતિની યાદમાં બંધાવવામાં આવી હતી. આ વાવ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનું મિશ્રણ છે, જેમાં હિન્દુ પ્રતીકો (જેમ કે ફૂલો, પશુઓ અને દેવી-દેવતાઓ) અને ઇસ્લામિક ભૌમિતિક ડિઝાઇન્સનો સુંદર સમન્વય જોવા મળે છે.એમ. જે. લાઇબ્રેરી   : આ અમદાવાદની ઐતિહાસિક અને સૌથી મોટી લાઇબ્રેરીમાંની એક છે. તે તેના ડોમ આકારના સ્થાપત્ય માટે જાણીતી છે અને ૧૯૩૦ના દાયકાથી કાર્યરત છે. એમ. જે. લાઇબ્રેરીનું આખું શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ આ લાયબ્રેરીમાં તમને પુસ્તકનો અદભૂત સંગ્રહ જોવા મળશે. આ લાયબ્રેરીમાં આઝાદી પહેલાની તસવીરો જોઈ શકશો. બાળકોના પુસ્તકોથી લઈને સામાન્ય જ્ઞાન વધારનારા અને સાહિત્યરસિકોના અદ્ભૂત પુસ્તકો છે. આ ગુજરાતની સૌથી પ્રાચીન અને વિશાળ લાયબ્રેરીમાંની એક છે.સિદી સૈયદ જાળી : સિદી સૈયદની જાણી શહેરની જાણીતી મસ્જિદ છે. આ મસ્જિદમાં કરાયેલ કોતરણી કામથી તે ફક્ત ગુજરાત જ નહીં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.  આ મસ્જિદનું નિર્માણ ૧૫૭૨-૭૩ માં ગુજરાત સલ્તનતના છેલ્લા વર્ષો દરમિયાન સીદી સૈયદ નામના અબિસીનિયન ઉમરાવ દ્વારા કરવામાં આવ્યું હતું.હઠી સિંહના દેરા : હઠી સિંહના દેરા કે જેને હઠીસિંહ જૈન મંદિર પણ કહેવાય છે. તેની ભવ્યતા અને અદભૂત કોતરણી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ભવ્ય જિનાલયનું નિર્માણ ઈ.સ. 1848માં અમદાવાદના સમૃદ્ધ જૈન નગરશેઠ હઠીસિંહ કેસરીસિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

Read Full Story arrow_forward
Morbi News: બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
calendar_today February 25, 2026

Morbi News: બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મોરબી જિલ્લામાં પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે મોરબી જિલ્લાના કુલ 17 કેન્દ્રો પરથી 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે.પરીક્ષાનું સંપૂર્ણ માળખું મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સુચારુ સંચાલન માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ધોરણ 10માં 10 કેન્દ્રો પર કુલ 14,014 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 4 કેન્દ્રો પર 6,968 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં 3 કેન્દ્રો પર 1,888 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દિવ્યાંગો માટે વિશેષ સુવિધા અને CCTV પર નજર પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ વર્ગખંડોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ વર્ષે જિલ્લામાં કુલ 56 દિવ્યાંગ વિદ્યાર્થીઓ (ધોરણ 10માં 39 અને ધોરણ 12માં 17) પરીક્ષા આપવાના છે, જેમના માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ દિવ્યાંગો માટે પહેલા માળે વ્યવસ્થા થતી હતી, પરંતુ તેમની સુવિધાને ધ્યાને રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓને અપાઈ તાલીમ પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા તમામ નિરીક્ષકો અને કર્મચારીઓની તાલીમ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મોરબીનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે કટિબદ્ધ છે. પ્રશ્નપત્રોની સુરક્ષાથી લઈને કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત સુધીની તમામ કવાયત આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Halvad-માળીયા હાઈવે પર ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી જતાં સર્જાયો ભયાનક અકસ્માત

Read Full Story arrow_forward
BJP On Rahul Gadhi: ગાંધી પરિવારે દેશ સાથે સમાધાન કર્યુ, પીયૂષ ગોયલે રાહુલ ગાંધીને કર્યા આકરા સવાલ
calendar_today February 25, 2026

BJP On Rahul Gadhi: ગાંધી પરિવારે દેશ સાથે સમાધાન કર્યુ, પીયૂષ ગોયલે રાહુલ ગાંધીને કર્યા આકરા સવાલ

ભારતીય યુવા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા AI સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી જ રહ્યું છે. આ સંદર્ભમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તીખા સવાલો કર્યા. તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો. કોમ્પ્રોમાઇઝ કરનારો રાજકીય પરિવાર છે- પીયૂષ ગોયલ પીયૂષ ગોયલે કહ્યું કે આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા કે કેવી રીતે ગાંધી પરિવાર એક રાજકીય પરિવાર છે જે સમાધાન (કોમ્પ્રોમાઇઝ) કરે છે. રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટી... એક રાજકીય પરિવાર છે જે સમાધાન અને સમાધાન કરનારો રાજકીય પરિવાર છે. તમે કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ જોઇ લો..તેમણે કહ્યું કે ઇચ્છો તો કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ જોઇ લો. વર્તમાન જોઇ લો કે પછી તેના તેના ભ્રષ્ટાચારના વિવિધ ઉદાહરણો જોઈએ... તે દર્શાવે છે કે તેઓ વિદેશી શક્તિઓના પ્રભાવ હેઠળ જાહેર હિત અને રાષ્ટ્રીય હિત સાથે કેવી રીતે સમાધાન કરે છે. તેઓ દેશ અને તેના નાગરિકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે કેવી રીતે સંપૂર્ણપણે સમાધાન કરે છે. આના અસંખ્ય ઉદાહરણો રાષ્ટ્ર અને લોકો સમક્ષ છે. નકારાત્મક રાજકારણના પોસ્ટર બોય રાહુલ ગાંધીતેમણે કહ્યું કે રાહુલ ગાંધી નકારાત્મક રાજકારણના પોસ્ટર બોય બની ગયા છે. તેઓ 24/7 વિદેશ પ્રવાસ કરે છે પ્રોટોકોલની અવગણના કરે છે અને દેશ સાથે સમાધાન કરે છે. તેઓ લદ્દાખના સંવેદનશીલ સરહદી ક્ષેત્રની પણ મુલાકાત લે છે. તેમનો શાકિર મિરાલી જેવા લોકો સાથે સંબંધો છે જે ભારત વિરુદ્ધ કામ કરે છે. આજે આખો દેશ જાણે છે કે રાહુલ ગાંધી કેવા પ્રકારની સસ્તી રાજનીતિ રમી રહ્યા છે.  તેઓએ વધુમાં જણાવ્યું કે ફક્ત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ નહીં પરંતુ (દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ) થી (ભૂતપૂર્વ વડા પ્રધાનો) ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સુધી, બધાએ ક્યારેય દેશ સાથે સમાધાન કરવાથી પીછેહઠ કરી નથી. આપણે 1971માં કોંગ્રેસ પાર્ટીને શિમલા કરાર પર હસ્તાક્ષર કરતા જોયા, 93,000 લોકોને પાકિસ્તાન છોડી દીધા. આ કઈ શક્તિઓ હતી? ઇન્દિરા ગાંધીએ દેશ સાથે આ સમાધાન કર્યું. કોંગ્રેસ અને સમગ્ર નેહરુ-ગાંધી પરિવારે હંમેશા દેશ સાથે સમાધાન કર્યું છે.રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વિરોધમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના જવાહર ચોક ખાતે કોંગ્રેસના "કિસાન મહાચૌપાલ" માં રાહુલ ગાંધીએ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે PMએ આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા દેશના ખેડૂતોના હિત સાથે સમાધાન કર્યું છે. Shani Dev 2026: આ 3 રાશિ 21 માર્ચ સુધીમાં માલામાલ ! શનિદેવ કરાવશે જબરદસ્ત ધનલાભ

Read Full Story arrow_forward