android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi : ચાંદની ચોકમાં ધોળા દિવસે જવેલર્સની દુકાનમાં 50 લાખ રૂપિયાની લુંટ
calendar_today February 25, 2026

Delhi : ચાંદની ચોકમાં ધોળા દિવસે જવેલર્સની દુકાનમાં 50 લાખ રૂપિયાની લુંટ

દિલ્હીના ચાંદની ચોકમાં ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના બની છે. કિનારી બજારની ગલી અનાર વાલીમાં એક જવેલર્સને ત્યાં કેટલાક શખ્સોએ ધોળા દિવસે બંદરની અણીએ લૂંટ ચલાવી છે. આ ઘટનાથી ચાંદની ચોકમાં ચકચાર મચી ગઈ છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. લૂંટનો આ આંકડો અંદાજે 50 લાખ રૂપિયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.આરોપી 50 લાખ રૂપિયાના દાગીના લૂંટી ફરાર અહેવાલો મુજબ ચાંદની ચોકના અનાર વાલી ગલીમાં રિયા ગોલ્ડ નામની એક જ્વેલરી દુકાન છે. બુધવારે બપોરે કેટલાક સશસ્ત્ર માણસોએ અચાનક જ્વેલરી દુકાનમાં ઘૂસીને કર્મચારીઓને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. ગુનેગારો આશરે 50 લાખ રૂપિયાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા. લુંટારાઓ ભાગી ગયા બાદ ગભરાયેલા કર્મચારીઓ ઘરેણાંની દુકાનમાંથી બહાર આવ્યા અને પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં ચાંદની ચોક પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. ઘરેણાંની દુકાનના કર્મચારીઓએ સમજાવ્યું કે તેઓ અંદર કેટલાક ગ્રાહકોને ઘરેણાં બતાવી રહ્યા હતા, ત્યારે કેટલાક શખ્સો ગ્રાહકો તરીકે દુકાનમાં ઘૂસ્યા હતા. ગ્રાહક તરીકે દુકાનમાં એન્ટ્રી લીધી થોડી વાર વાતચીત કર્યા પછી ગુનેગારોએ તેમની બંદૂકો કાઢી. તેઓ કંઈ સમજે તે પહેલાં તેમણે તેમને બંદૂક બતાવી અને તેમની પાસે જે દાગીના છે તે સોંપવાની માગ કરી. પોતાનો જીવ બચાવવા માટે તેમણે દાગીના કાઢીને ગુનેગારોને આપી દીધા. ત્યારબાદ ગુનેગારો ભાગી ગયા. કર્મચારીઓએ જાણ કરી કે ગુનેગારોએ દુકાનમાંથી આશરે 50 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા છે. ગુનેગારોની શોધમાં પોલીસ લાગી ચાંદની ચોક જેવા ભીડભાડવાળા વિસ્તારમાં થયેલી આ લૂંટે બધાને ચોંકાવી દીધા છે. દિવસ દરમિયાન આ બજારમાં ભારે ભીડ હોય છે, ત્યારે ગુનેગારોએ એક જ્વેલરીની દુકાનને નિશાન બનાવી હતી. પોલીસની ટીમો આરોપીઓને શોધી રહી છે.આ પણ વાંચો : IndiGo flight delay : ચેન્નાઈથી સિંગાપોરની ફ્લાઇટમાં 5 કલાક વિલંબ, મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો

Read Full Story arrow_forward
Baramati Byelection 2026: NCP શરદ જૂથ નહી ઉતારે ઉમેદવાર ? અજિત પવારનું નિધન થતા સીટ છે ખાલી
calendar_today February 25, 2026

Baramati Byelection 2026: NCP શરદ જૂથ નહી ઉતારે ઉમેદવાર ? અજિત પવારનું નિધન થતા સીટ છે ખાલી

મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અચાનક અવસાનથી બારામતી વિધાનસભા બેઠક ખાલી પડી છે. આ બેઠક માટે પેટાચૂંટણી નજીક આવી રહી છે, જેના માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) જૂથે સુનેત્રા પવારને ઉમેદવાર બનાવ્યા હોવાનું જાણવા મળે છે. પાર્ટીની કોર કમિટીની બેઠકમાં તેમનું નામાંકન મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.સુનેત્રા પવારનું નામ લગભગ નિશ્ચિત બધાની નજર હવે તેના પર છે કે શું આ ચૂંટણી બિનહરીફ થશે કે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. સુપ્રિયા સુલેએ આજે ​​આ મુદ્દે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ચૂંટણી પંચ બારામતી પેટાચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. સુનેત્રા પવારને ખાલી બેઠક પર ચૂંટણી લડવાની તક આપવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે.શું કહ્યું સુપ્રિયા સુલેએ ? જ્યારે સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે શું કોઈ તેમની સામે ચૂંટણી લડશે, ત્યારે તેમણે કહ્યું કે આ ચૂંટણી ચોક્કસપણે બિનહરીફ થવી જોઈએ. આ પેટાચૂંટણી દાદા (અજિત પવાર) ના અવસાન પછી યોજાઈ રહી છે. અમે રાજકીય રીતે એટલા સંસ્કારી છીએ કે મને વિશ્વાસ છે કે આ ચૂંટણી બિનહરીફ થશે. પાર્થ પવારને રાજ્યસભામાં મોકલી શકાય તેવી ચર્ચા છે, પરંતુ સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ આનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં તેમના યોગદાન પર સવાલ ઉઠાવ્યા છે. આ અંગે ટિપ્પણી કરતા સુપ્રિયા સુલેએ સીધો જવાબ ટાળતા કહ્યું કે આ લોકશાહી છે, અને દરેકને બોલવાનો અધિકાર છે. સંગઠનમાં કામ કરતી વખતે કોને કઈ જવાબદારી સોંપવામાં આવે છે તે તેમનો આંતરિક મામલો છે. સુનેત્રા પવારની નવી ભૂમિકા અજિત પવારના મૃત્યુ પછી સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમને અજિત પવારના કેટલાક વિભાગો પણ સોંપવામાં આવ્યા છે અને તેમને બીડ અને પુણેના ગાર્ડિયન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે એવી ચર્ચા છે કે અજિત પવારને તેમના મતવિસ્તાર (રાષ્ટ્રવાદીઓનો ગઢ) માંથી મેદાનમાં ઉતારવામાં આવશે. જો ચૂંટણી બિનહરીફ થાય છે, તો સુનેત્રા પવાર સત્તાવાર રીતે ધારાસભ્ય તરીકે ચૂંટાશે.

Read Full Story arrow_forward
Gandhinagar : વિદેશી દારુના વેચાણથી 100 કરોડથી વધુની આવક, સરકારનો ગૃહમાં જવાબ
calendar_today February 25, 2026

Gandhinagar : વિદેશી દારુના વેચાણથી 100 કરોડથી વધુની આવક, સરકારનો ગૃહમાં જવાબ

રાજ્યમાં વિદેશી દારુના વેચાણથી સરકારને નોંધપાત્ર આવક થઈ હોવાનું ગૃહમાં જાહેર થયું છે.અમદાવાદ અને ગાંધીનગરની 32 હોટલોમાં દારુ વેચાણની મંજૂરી  એક ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરની 32 હોટલોમાં દારુ વેચાણની મંજૂરી આપવામાં આવી છે.છેલ્લા બે વર્ષમાં વિદેશી દારુના વેચાણથી રૂ. 116 કરોડથી વધુની આવક સરકારના આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં વિદેશી દારુના વેચાણથી રૂ. 116 કરોડથી વધુની આવક થઈ છે. ધારાસભ્યના સવાલનો જવાબ હાલ કાયદેસર પરમિટ અને નિયંત્રિત વ્યવસ્થા હેઠળ જ દારુનું વેચાણ કરવામાં આવે છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પુછેલા સવાલમાં સરકારે આ આંકડો જાહેર કર્યો હતો. આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

Read Full Story arrow_forward