android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy birthday Ahmedabad : રાતે બંધ થતો આ દરવાજો કેમ હતો એટલો મહત્વનો? જાણો ચોંકાવનારો ઇતિહાસ
calendar_today February 25, 2026

Happy birthday Ahmedabad : રાતે બંધ થતો આ દરવાજો કેમ હતો એટલો મહત્વનો? જાણો ચોંકાવનારો ઇતિહાસ

અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. 1411માં સુલતાન અહમદશાહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરને સુરક્ષિત રાખવા માટે શહેરની આસપાસ મજબૂત દીવાલ અને અનેક દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા. દરિયાપુર દરવાજો એ તે સમયના મહત્વના 12 દરવાજાઓમાંથી એક માનવામાં આવે છે.  દરવાજો શહેરમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ આ દરવાજો શહેરમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ હતો. વેપારીઓ, મુસાફરો અને સૈનિકો અહીંથી શહેરમાં પ્રવેશતા. તે સમયના લોકો માટે આ દરવાજો સુરક્ષા અને વ્યવસ્થાનો પ્રતિક હતો. દરિયાપુર વિસ્તારનું નામ પણ આ દરવાજાના નામ પરથી પડ્યું છે. આજે પણ આ વિસ્તાર ખૂબ જ જીવંત અને વ્યસ્ત છે. સ્થાપત્ય અને રચના દરિયાપુર દરવાજો પથ્થરથી બનાવવામાં આવ્યો છે. તેની રચના મજબૂત અને સાદગીભરી છે, પરંતુ તેમાં કળાત્મક સુંદરતા સ્પષ્ટ જોવા મળે છે. ઉપર આર્ચ આકાર, બાજુએ જાડા થાંભલા અને મજબૂત દિવાલો તેને ભવ્ય બનાવે છે. જૂના સમયમાં આ દરવાજા પર રાત્રે દરવાજા બંધ કરી દેવામાં આવતા, જેથી શહેર સુરક્ષિત રહે. આજે ભલે દરવાજા બંધ થતા ન હોય, પરંતુ તેની રચના એ સમયની સુરક્ષા વ્યવસ્થાની યાદ અપાવે છે. આજની સ્થિતિ આજે દરિયાપુર દરવાજો અમદાવાદના હેરિટેજનો મહત્વનો ભાગ છે. 2017માં અમદાવાદને “વર્લ્ડ હેરિટેજ સિટી”નો દરજ્જો મળ્યા પછી આવા ઐતિહાસિક સ્થળોનું મહત્વ વધુ વધ્યું છે. હાલમાં દરવાજા આસપાસ ટ્રાફિક અને વેપાર ખૂબ વધી ગયો છે. ભારે વાહન વ્યવહારના કારણે ઐતિહાસિક દરવાજાઓને નુકસાન ન થાય તે માટે મહાનગરપાલિકા અને સંબંધી તંત્ર દ્વારા સંરક્ષણના પ્રયાસો કરવામાં આવે છે. કેટલાક સમયમાં હેરિટેજ દરવાજાઓમાંથી ભારે વાહનોને રોકવા અંગે ચર્ચા પણ થઈ છે. વિસ્તાર આજે પણ બજારો આ વિસ્તાર આજે પણ બજારો, રહેણાંક મકાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી જીવંત છે. તહેવારો અને ખાસ પ્રસંગોએ અહીં ખાસ ચહલપહલ જોવા મળે છે. દરિયાપુર દરવાજો માત્ર પથ્થરનો બનેલો એક જૂનો દરવાજો નથી. તે અમદાવાદના ગૌરવ, સુરક્ષા અને સંસ્કૃતિનું પ્રતીક છે. સદીઓ જૂની આ રચના આજે પણ આપણને યાદ અપાવે છે કે આપણા શહેરનો ઈતિહાસ કેટલો સમૃદ્ધ છે. આ પણ વાંચો : Happy birthday Ahmedabad : 50 રૂપિયાથી શરૂ થતી લાઇટ્સ! ગાંધી રોડ માર્કેટની ખાસ વાત

Read Full Story arrow_forward
Surat : પુણા વિસ્તારમાં SOG અને ફૂડ સેફ્ટી અધિકારીની રેડ, 329 કિલો નકલી પનીર ઝડપાયું
calendar_today February 25, 2026

Surat : પુણા વિસ્તારમાં SOG અને ફૂડ સેફ્ટી અધિકારીની રેડ, 329 કિલો નકલી પનીર ઝડપાયું

સુરત શહેરના પુણા વિસ્તારમાં નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પુણા વિસ્તારમાં આવેલી A-1 ડેરી પર SOG અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અંદાજે 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની બજાર કિંમત આશરે 65,800 રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે.100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું મળતી માહિતી મુજબ અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા આ નકલી પનીરનો જથ્થો મોકલવામાં આવતો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે છેલ્લા અઢી વર્ષથી આ ડેરી મારફતે નકલી પનીરનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દરરોજ અંદાજે 100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. ભેળસેળ સામે તંત્ર વધુ સતર્ક બન્યું આ પનીર આરોગ્ય માટે હાનિકારક હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દૂધ અને દૂધ ઉત્પાદનોમાં ભેળસેળ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં આવી ભેળસેળ સામે તંત્ર વધુ સતર્ક બન્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં પરમિટ વાળા વિદેશી દારૂના વેચાણથી સરકારને રૂપિયા 100 કરોડથી વધુની આવક

Read Full Story arrow_forward
Junagadh News: વંથલીમાં ટ્રક, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત
calendar_today February 25, 2026

Junagadh News: વંથલીમાં ટ્રક, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત

જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આજે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. વંથલી પાસે આવેલા ગુરૂકુળ નજીક ટ્રક, બાઈક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.કેવી રીતે સર્જાયો અકસ્માત? ઘટનાની મળતી માહિતી અનુસાર, વંથલી હાઈવે પર આવેલા ગુરૂકુળ પાસે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈક અને ટ્રેક્ટરને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા આ અકસ્માતમાં ઘવાયેલા 4 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી છે. આ પણ વાંચો - Junagadh ભાજપમાં આંતરિક વિખવાદ, પ્રમુખ ગૌરવ રુપારેલિયા તથા પૂર્વ પ્રમુખ પુનિત શર્મા સામે ગંભીર આરોપો લગાવાતાં રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward