android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: ઝાડેશ્વર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યુ
calendar_today February 24, 2026

Bharuch: ઝાડેશ્વર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકનું ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યુ

નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ભરૂચના ઝાડેશ્વર ઓવરબ્રિજ પર એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર ઉભેલા એક બ્રેક ડાઉન કન્ટેનરની પાછળ પૂરપાટ ઝડપે આવતો આઈશર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો.ઝાડેશ્વર ઓવર બ્રિજ પર અકસ્માતપ્રાપ્ત વિગતો અનુસાર, એક કન્ટેનર ટેકનિકલ ખામીના કારણે ઝાડેશ્વર ઓવરબ્રિજ પર સાઈડમાં ઉભું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા આઈશર ટેમ્પોના ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો સીધો કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આઈશર ટેમ્પોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો.અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચીઘટનાની જાણ થતા જ ભરૂચ પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ કટર અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને સહી-સલામત રીતે બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે બ્રિજ પર થોડો સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.આ પણ વાંચો: Vadodara: સાવલીના આસોજમાં નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું, LCBના દરોડામાં બે આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે
calendar_today February 24, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં કમોસમી માવઠાની અસર રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
આજથી હોળાષ્ટક : લગ્ન સહિતના શુભ કાર્યો પર બ્રેક
calendar_today February 24, 2026

આજથી હોળાષ્ટક : લગ્ન સહિતના શુભ કાર્યો પર બ્રેક

તા.3 માર્ચને મંગળવારે પુનમે ચંદ્રગ્રહણ, પરંતુ ભારતમાં દેખાશે નહીસુરેન્દ્રનગર જિલ્લામાં દેવ દિવાળીથી લગ્ન સહીતના શુભકાર્યોનો આરંભ થયો હતો. ત્યારે આજે તા. 24 ફેબ્રુઆરીથી ગુજરાતી પંચાગ મુજબ હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. આથી લગ્ન સહીતના શુભાકાર્યો પર બ્રેક લાગશે. તા. ર માર્ચથી હોળાષ્ટક પુરા થયા બાદ લગ્ન સહિતના શુભકાર્યો કરી શકાશે.ઝાલાવાડમાં ધનારક કમુરતામાં સ્થગીત થયેલા લગ્ન, સગાઈ, વાસ્તુ, ગૃહ પ્રવેશ, દુકાનનું ઉદ્દઘાટન જેવા શુભ કાર્યોનો ઉત્તરાયણ બાદ પ્રારંભ થયો હતો. ઝાલાવાડમાં આ વખતે લગ્નની સીઝન પુર બહારમાં ખીલી હતી. તેમાં પણ વીવીધ સમાજ દ્વારા સમુહ લગ્નો લેવાયા હતા. ત્યારે આજે તા. 24 ફેબ્રુઆરીથી ગુજરાતી પંચાગ મુજબ હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. હોળાષ્ટક શરૂ થયા બાદ લગ્ન પ્રસંગ સહીતના માંગલીક કાર્યો પર બ્રેક લાગી જશે. ઉત્તરાયણ બાદ અંદાજે સવા માસ સુધી શુભ મુર્હુતોમાં લગ્ન સીઝનમાં લગ્ન સહીતના માંગલીક કાર્યોની ભરમાર જોવા મળી હતી. ત્યારે આ અંગે મહેન્દ્ર મહારાજ પુરાણીએ જણાવ્યુ કે, તા. 24 ફેબ્રુઆરીથી નીષેધકાળ હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે. તા. 24ના રોજ સવારે 7-03 મીનીટે શરૂ થતા હોળાષ્ટક તા. 2 માર્ચને સાંજે પ-પપ કલાકે પુરા થશે. ત્યારબાદ લગ્ન સહીતના સારા મુર્હુતો છે. જયારે તા. 3 માર્ચને પુનમે ચંદ્રગ્રહણ પણ છે. પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાનાર ન હોઈ ધાર્મીક રીતે તેને પાળવાનું હોતુ નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward