android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઝાલાવાડમાં દારૂના 4 દરોડા : વિદેશી દારૂ સહિત રૂ.17.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
calendar_today February 24, 2026

ઝાલાવાડમાં દારૂના 4 દરોડા : વિદેશી દારૂ સહિત રૂ.17.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા-પીપળી રોડ, ચુડાના કુડલા રોડ, ચોટીલાના કુંઢડા અને સાયલાના ખીંટલામાં પોલીસે દારૂની બાતમીને આધારે દરોડા કર્યા હતા. જેમાં કાર, મોબાઈલ, દારૂ-બીયર સહિત રૂપીયા 17,48,570ની મત્તા જપ્ત કરાઈ છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ, સંજયભાઈ સહીતની ટીમને બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન બજાણાથી પીપળી તરફ વિદેશી દારૂ ભરેલ પીકઅપ જનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ પીકઅપ આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે પીપળીના રસ્તે કાર ભગાવી હતી. આથી પોલીસે પીછો કરતા થોડે દુર ઝાડ નીચે પીકઅપ મુકીને ચાલક નાસી ગયો હતો. જયારે પીકઅપમાં તપાસ કરાતા વિદેશી દારૂની 1500 બોટલ અને બીયરના 696 ટીન મળી આવ્યા હતા. આથી દારૂ, બીયર અને પીકઅપ સહિત રૂપીયા 17,09,120નો મુદ્દામાલ કબજે કરી પીકઅપના ફરાર થનાર ચાલક અને માલીક સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ એચ.એચ.ગોહીલ ચલાવી રહ્યા છે. જયારે ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન ચુડાના કુડલા રોડ પર એક બાઈક ચાલક તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની બોટલ એક શખ્સને આપતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી પોલીસ ત્યાં પહોંચતા બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે દારૂની બોટલ સાથે ઝડપાયેલ શખ્સ મુળ દાહોદનો અને હાલ કોરડાના માર્ગે આવેલ સોલાર પ્લાન્ટમાં રહેતો અશોક રાજુભાઈ પટેલ હતો. આ શખ્સની તપાસ કરાતા દારૂ આપનાર બાઈક ચાલક અજય દીલીપભાઈ ગોહીલ હતો અને તેને દારૂની બોટલના રૂપીયા 1200ની સામે 600 રૂપીયા રોકડા તથા 600 તેના કહેવાથી તેના ભાઈ વિજય ગોહીલના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આથી પોલીસે અજયના ઘરે તપાસ કરતા ત્યાંથી દારૂની 11 બોટલ અને બીયરના 16 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ, બીયર, મોબાઈલ સહિત રૂપીયા 24,600ની મત્તા સાથે અશોક પટેલની ધરપકડ કરી અજય ગોહીલ, દીલીપ ગોહીલ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.બી.વાળા ચલાવી રહ્યા છે. બીજી તરફ ચોટીલા પીએસઆઈ બી.એન.ગળચર સહિતની ટીમને કુંઢડા ગામે રહેતો વિજય ગોવાભાઈ ધોરાળીયા તેના કબજાના વાડામાં વિદેશી દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વિજય ધોરાળીયા વિદેશી દારૂના 50 ચપલા કિંમત રૂપીયા 13,750 સાથે પકડાયો હતો. આ ઉપરાંત સાયલા તાલુકાના ખીંટલા ગામના પાદરમાંથી 20 વર્ષીય રસીક જીલાભાઈ ઝાંપડીયા વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 1100 સાથે પકડાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
ચેક રીટર્ન કેસમાં 2 આરોપીઓને સુરેન્દ્રનગરની કોર્ટે સજા ફટકારી
calendar_today February 24, 2026

ચેક રીટર્ન કેસમાં 2 આરોપીઓને સુરેન્દ્રનગરની કોર્ટે સજા ફટકારી

વઢવાણના રામપરા ગામે રહેતા અશ્વીનભાઈ મલુભાઈ પરમારે બાઈક લેવા શ્રી રામ ફાયનાન્સ કંપનીમાંથી 64 હજારની લોન લીધી હતી. જેમાં નીયમીત હપ્તા ન ભરાતા રૂપીયા ચડત થઈ જતા અશ્વીનભાઈએ તા. 5-8-24ના રોજ રૂપીયા 99,617નો ચેક આપ્યો હતો. આ ચેક કંપનીએ બેંકમાં નાંખતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યો હતો. બીજી તરફ ધ્રાંગધ્રાના ગુજરવદી ગામે રહેતા ભાવેશ દેવજીભાઈ લકુમે રૂપીયા 50 હજારની લોન લીધી હતી. જેમાં હપ્તા અનીયમીત ભરાતા ચડત રકમ થઈ જતા તેઓએ 76,089 રૂપીયાનો ચેક તા. 6-8-24નાના રોજ આપ્યો હતો.આ ચેક કંપનીએ બેંકમાં ભરતા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આથી આ બન્ને કેસો કંપની દ્વારા વકીલ પી.બી.ઝાલા મારફત સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં દાખલ કરાયા હતા. આ બન્ને કેસ તાજેતરમાં ચાલી જતા મૌખીક અને દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદીના વકીલની દલીલોને ધ્યાને લઈ બન્ને કેસના આરોપીઓને કોર્ટે દોષીત જાહેર કર્યા હતા. અને ત્રીજા એડીશનલ સીનીયર સીવીલ જજ તથા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ટી.એ.ભાડજાએ આરોપી અશ્વીન પરમારને 6 માસની સજા અને ચેકની રકમ કંપનીને વળતર તરીકે ચુકવવા તથા રૂપીયા 2500નો દંડ ભરવા હુકમ કર્યો છે. જયારે એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કે.એમ.આહીરે આરોપી ભાવેશ લકુમને 1 વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદી કંપનીને વળતર તરીકે ચુકવવા હુકમમાં જણાવ્યુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
રિંઝા ગામની સીમમાં ઝઘડો આધેડ પર ધારિયા વડે હુમલો
calendar_today February 24, 2026

રિંઝા ગામની સીમમાં ઝઘડો આધેડ પર ધારિયા વડે હુમલો

તારાપુરના રિંઝા ગામની સીમ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મોટો ઝઘડો સર્જાતા 50 વર્ષીય આધેડ પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં આધેડના ડાબા પગના ઉપરના ભાગે ઊંડો ઘા લાગ્યો હતો તેમજ બચાવ કરવા જતા હાથમાં પણ ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તના ભાઈએ તરત જ 108 ઇમર્જન્સી સેવા પર ફેન કર્યો હતો.કોલ મળતા 108 ઈમરજન્સી વટામણ ખાતે કાર્યરત એમ્બ્યુલન્સ ગણતરીના મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ સ્ટાફ્ દ્વારા સ્થળ પર જ દર્દીની તપાસ કરતા ડાબા પગે ધારિયાનો ઊંડો ઘા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઈ.આર.સી.પી. ડોક્ટરની સલાહ મુજબ ઈસ્્ હિંમત ચાવડા અને પાયલોટ જયરાજસિંહ દ્વારા 108 વાનમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે ઇજાગ્રસ્તને હેલ્થ સેન્ટર તારાપુર ખાતે ખસેડવામાં આવ્યોહતો. ઘટનાને લઈ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ બાબતે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward