ચાંદરેલીયા ગામના તળાવ પાસેથી બાઈકની ઉઠાંતરી કરનાર ઝડપાયો
થાન તાલુકાના ચાંદરેલીયા ગામના તળાવ પાસેથી તા. 1-2ના રોજ બપોરે બાઈકની ચોરી થઈ હતી. આ બનાવમાં થાન પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીની કલાકોમાં બાઈકચોર યુવાનને ચોરીના બાઈક સાથે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. થાનના કપુરવાવ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય મુકેશભાઈ જાદવભાઈ પરાલીયા મજુરી કરે છે. તા. 1-2ના રોજ બપોરના સમયે તેઓ બાઈક લઈને થાન તાલુકાના ચાંદરેલીયા ગામે ગયા હતા. જેમાં બાઈક તળાવ કાંઠે મુકીને ફરતા હતા. થોડીવાર પછી પરત આવીને જોતા તેમનું બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ અજાણ્યા શખ્સો સામે થાન પોલીસ મથકે રૂપીયા 1 લાખની કિંમતના બાઈકની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ થાન પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જેમાં અભયરાજસિંહ સીસોદીયા, કાનાભાઈ સાબંડ સહિતનાઓએ બાતમીને આધારે ચાંદરેલીયામાં રહેતા 30 વર્ષીય અશ્વીન ભાથાભાઈ કડીવારને ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ અન્ય કોઈ વાહન ચોરીમાં સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ થાન પોલીસ ચલાવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward