android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બદરખા ગામમાં ખેતરમાં ગેરકાયદે વીજ પોલી ઊભો કરી પાકને નુકસાન કરાયું
calendar_today February 24, 2026

બદરખા ગામમાં ખેતરમાં ગેરકાયદે વીજ પોલી ઊભો કરી પાકને નુકસાન કરાયું

ધોળકા તાલુકાના સરોડા સીમ વિસ્તારમાં એક ખેડૂતની ખેતીની જમીનમાં પૂર્વ મંજૂરી વિના વીજ પોલ તથા ટ્રાન્સફેર્મર ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. ધોળકા તાલુકાના બદરખા ગામના ખેડૂત પટેલ રાકેશભાઈ બચુભાઈએ ધોળકા મામલતદાર અને નાયબ કાર્યપાલક ઇજનેર UGVCL ધોળકા ગ્રામ્ય ને લેખિત અરજી કરી ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમની સરોડા સીમમાં આવેલી સર્વે નં. 375ની ખેતી જમીનમાં પૂછપરછ કર્યા વગર ગેરકાયદેસર રીતે વીજ પોલ અને ટ્રાન્સફેર્મર ઉભા કરી દેવાતા ઉભા ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતના જણાવ્યા મુજબ સ્થળ પર હાજર કર્મચારીઓએ જણાવ્યું કે કામ કોન્ટ્રાક્ટરના આદેશથી થયું છે અને કોઈ કાર્યવાહી શક્ય નથી. ખેડૂતે વધુમાં આરોપ મૂક્યો કે કેટલાક સ્થાનિક લોકો દ્વારા પણ ધમકીભર્યો વર્તન કરવામાં આવ્યો હતો. ઘટના બાદ 112 પર કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. ખેડૂત પાસે સમગ્ર ઘટનાની વિડિયોગ્રાફી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ મામલે UGVCL વિરુદ્ધ ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠયા છે. ખેડૂતે પાકના નુકસાનનું તાત્કાલિક પંચનામું કરી વળતર ચૂકવવા તથા ગેરકાયદેસર ઉભા કરાયેલા વીજ પોલ દૂર કરવા માંગણી કરી છે. ખેડૂત દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મામલે શું પગલાં લે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે  સંદિપ સાંગલેને જવાબદારી સોંપાઈ
calendar_today February 23, 2026

Gandhinagar News: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગલેને જવાબદારી સોંપાઈ

ગુજરાતમાં વિધાનસભાના સત્ર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હરિત શુકલાને બદલે હવે IAS અધિકારી સંદિપ સાંગલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સંદિપ સાંગલેને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવા પરિપત્ર કર્યો છે. 2024માં હરિત શુકલાની નિમણૂક કરાઈ હતી ગુજરાતમાં જૂન 2024માં પી. ભારતીની જગ્યાએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરિત શુકલાની નિમણૂક કરવામા આવી હતી. હરિત શુકલા 1999ની બેચના IAS અધિકારી છે. તેઓ પહેલા ગુજરાતમાં ટુરિઝમ અને એવિએશન વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતાં. 

Read Full Story arrow_forward
Agriculture News: બોટાદમાં રવિ માર્કેટિંગ સીઝન માટે લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે
calendar_today February 23, 2026

Agriculture News: બોટાદમાં રવિ માર્કેટિંગ સીઝન માટે લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે

રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬–૨૭ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમનાં ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ઘઉંની સીધી ખરીદી લઘુતમ ટેકાના ભાવે કરવામાં આવશે. આ યોજના હેઠળ ઘઉંનો ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે અને ખરીદીની પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે હાથ ધરવામાં આવશે. ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છતાં ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૦૧ માર્ચ ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય સ્તરે VCE દ્વારા કરવામાં આવશે. નોંધણી પ્રક્રિયા ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે, તેથી ખેડૂતોએ સમયમર્યાદામાં નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ ઘઉંની ખરીદી ૦૪ માર્ચ ૨૦૨૬ થી ૧૫ મે ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે. કેન્સલ ચેક રજૂ કરવો ફરજિયાત રહેશે નોંધણી માટે ખેડૂતોને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવુ પડશે. તેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨ અને ૮/અની નકલ આવશ્યક રહેશે. જો પાક વાવણીની એન્ટ્રી ૭/૧૨ અથવા ૮/અમાં નોંધાયેલ ન હોય તો તલાટીનો સહી અને સિક્કાવાળો દાખલો રજૂ કરવો પડશે. ઉપરાંત ખેડૂતના નામે બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવો ફરજિયાત રહેશે. માન્ય ઓળખપત્ર સાથે રાખવું પડશે જે ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છે છે,તેઓએ સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી પૂર્ણ થયા પછી ખરીદી અંગેની માહિતી નોંધાયેલા ખેડૂતોને SMS દ્વારા આપવામાં આવશે.ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા માન્ય ઓળખપત્ર સાથે રાખવું પડશે અને બાયોમેટ્રિક ચકાસણી બાદ જ ઘઉંની ખરીદી કરવામાં આવશે. દસ્તાવેજોની તપાસ દરમિયાન ખોટા દસ્તાવેજ અપલોડ થયાનું જણાય તો નોંધણી રદ કરવામાં આવશે અને ખરીદી અંગે કોઈ માહિતી આપવામાં આવશે નહીં. આ પણ વાંચોઃ Gujarat News : PSI ભરતી માટે 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી જાહેર

Read Full Story arrow_forward