android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના વેજલપુરમાં ચંદ્રનગર આવાસમાં રી-ડેવલપમેન્ટ હેઠળ મેગા ડિમોલિશન
calendar_today February 23, 2026

Ahmedabadના વેજલપુરમાં ચંદ્રનગર આવાસમાં રી-ડેવલપમેન્ટ હેઠળ મેગા ડિમોલિશન

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રનગર આવાસમાં તંત્ર દ્વારા ડિમોલિશનની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારની રી-ડેવલપમેન્ટ પોલિસી (પુનઃવિકાસ નીતિ) હેઠળ જૂના અને જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક મકાનો બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.રી ડેવલોપમેન્ટ પોલીસી હેઠળ કામગીરી કરાઈચંદ્રનગરના કુલ 27 જેટલા ધારકો/કબજેદારો દ્વારા મકાન ખાલી કરવામાં ન આવતા, આજે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી આ મકાનોનો કબજો મેળવ્યો હતો અને તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ મોટાભાગના રહીશોએ પ્રોજેક્ટની તરફેણમાં રહીને પોતાના મકાનો જાતે જ ખાલી કરી દીધા હતા, પરંતુ બાકી રહેલા મકાનોમાં આજે મનપાના કાફલાએ ડિમોલિશન કર્યું હતું.અન્ય મકાનો લોકોએ જાતે ખાલી કર્યા હતા આ સ્કીમ હેઠળ હવે જૂના આવાસોની જગ્યાએ તમામ સુવિધાયુક્ત નવા મકાનો બનાવવામાં આવશે, જેનો લાભ મૂળ લાભાર્થીઓને જ મળશે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને એસ્ટેટ વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. આ કામગીરી પૂર્ણ થતા હવે નવા બિલ્ડિંગના નિર્માણ માટેનો માર્ગ મોકળો બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh News: લેડી ડોન બનવા નીકળેલી કીર્તિ પટેલે કોર્ટમાં જામીન અરજી કરી, બંને પક્ષના વકીલોની દલીલો પૂર્ણ
calendar_today February 23, 2026

Junagadh News: લેડી ડોન બનવા નીકળેલી કીર્તિ પટેલે કોર્ટમાં જામીન અરજી કરી, બંને પક્ષના વકીલોની દલીલો પૂર્ણ

વિવાદિત સોશિયલ મડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેને રાજસ્થાનથી ધરપકડ કરીને જૂનાગઢ ખાતે લાવવામાં આવી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. હવે તેણે કોર્ટમાં જામીન અરજી કરી હોવાની વિગતો સામે આવી રહી છે. કીર્તિ પટેલના વકિલે જામીન માટે માગ કરી હતી. બંને પક્ષના વકીલોની કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. કીર્તિ પટેલની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી પોલીસે રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી હતી. જ્યાં તેની મેડિકલ તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી.જૂનાગઢ કોર્ટમાં પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ કેસમાં હજુ અન્ય શખ્સો ફરાર હોવાથી તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલી કીર્તી પટેલને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ તે પોલીસ કસ્ટડીમાં પણ હસતી અને બેફિકર જોવા મળી હતી.આ પણ વાંચોઃ Gandhinagar News: સાપનું ઝેર જ સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડશે, જાણો કેવી રીતે તૈયાર થશે એન્ટિવેનમ

Read Full Story arrow_forward
Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, 6 લોકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ
calendar_today February 23, 2026

Uttar Pradesh : પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, 6 લોકોના મોત, 15થી વધુ લોકો ઘાયલ

ઉત્તરપ્રદેશના રાજધાની લખનઉંમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ લુધિયાણાથી દરભંગા જઈ રહી હતી, આ દરમિયાન ડ્રાઈવરને ઉંઘ આવવાના કારણે બસનો કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના 11.4 કિલોમીટર પોઈન્ટ પર થયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ક્રેનની મદદથી બસને ઉઠાવીને રસ્તા પરથી હટાવવામાં આવી જાણકારી મુજબ બસની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બસ પલટી મારી જતા સ્થળ પર અફરા-તફરી મચી ગઈ. ત્યારબાદ ક્રેનની મદદથી બસને ઉઠાવીને રસ્તા પરથી હટાવવામાં આવી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ જોવા મળી રહ્યા છે અને કેટલાક લોકોના હાથ-પગ કપાઈ ગયા છે. હાલમાં તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે. ભારે ટ્રાફિકજામ થયો હાલમાં સ્થાનિક તંત્રના લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અકસ્માત થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે ચાલકની કથિત બેદરકારીના કારણે કે કોઈ ટેક્નિકલ સમસ્યાના કારણે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો.  આ પણ વાંચો : Tamilnadu : SIR બાદ ફાઈનલ મતદાર યાદી કરાઈ જાહેર, 97 લાખ નામ કપાયા

Read Full Story arrow_forward