android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vayu Shakti 2026: વાયુસેનાના લશ્કરી અભ્યાસ દરમિયાન જેટ વિમાનો કરશે શક્તિ પ્રદર્શન
calendar_today February 23, 2026

Vayu Shakti 2026: વાયુસેનાના લશ્કરી અભ્યાસ દરમિયાન જેટ વિમાનો કરશે શક્તિ પ્રદર્શન

રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે લશ્કરી અભ્યાસ દ્વારા ફાયરપાવર અને ઓપરેશનલ તૈયારીનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાની કવાયત 27 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે લશ્કરી અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેના પોતાની ફાયરપાવર અને ઓપરેશનલ તૈયારીનું પ્રદર્શન કરશે. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્રન્ટલાઈન ફાઈટર જેટ્સ અને અનેક વ્યૂહાત્મક હવાઈ સંપત્તિઓ આ કવાયતમાં ભાગ લેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ કવાયતમાં સુખોઈ-30, મિગ-29 અને તેજસ જેવા ફાઈટર જેટ્સ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમ 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય વાયુસેનાની સફળ ભૂમિકાને પ્રકાશિત કરશે. કવાયતમાં કયા મુખ્ય લડાયક વિમાનો સામેલ ? આ કવાયતમાં 120થી વધુ વિમાનો ભાગ લેશે. જેમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. પ્રેઝન્ટેશન દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે રાફેલ, સુખોઈ-30, મિગ-29, તેજસ, જગુઆર અને મિરાજ-2000 જેવા મુખ્ય લડાયક વિમાનોનો સમાવેશ થશે. અપાચે એટેક હેલિકોપ્ટર, LUH પ્રચંડ અને ALH પણ પ્રદર્શનમાં ભાગ લેશે. 'ઓપરેશન સિંદૂર'ની સફળ ભૂમિકા ગયા વર્ષે 7 મેના રોજ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. આ ભારતીય સૈન્ય કાર્યવાહી બાદ, પાકિસ્તાને બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં તેને ભારે નુકસાન થયું હતુ. તેના અનેક વાયુસેના મથકોને નુકસાન થયું હતુ. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: પીએમ મોદીના સંબોધનને વિપક્ષના નેતાએ સંસદમાં બહિષ્કાર કરવાની આપી ધમકી, જાણો શું છે મામલો? 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદી ઝાપટાં, સાજે 06 વાગ્યા સુધી માવઠાનું યલો એલર્ટ
calendar_today February 23, 2026

Gujarat Latest News Live : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદી ઝાપટાં, સાજે 06 વાગ્યા સુધી માવઠાનું યલો એલર્ટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Botad : APMC ખાતે ચણાની આવક શરૂ , છૂટક બજારમાં 1000 થી 1060 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ
calendar_today February 23, 2026

Botad : APMC ખાતે ચણાની આવક શરૂ , છૂટક બજારમાં 1000 થી 1060 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ

બોટાદ APMC ખાતે ચણાની આવક શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના દિવસોમાં જ બજારમાં 5 હજાર મણ કરતા વધુ આવક નોંધાઈ રહી છે. ત્યારે આવતા દિવસોમાં ચણાની આવકમા વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ચણાના છૂટક બજારમાં ૧૦૦૦ થી ૧૦૬૦ સુધીના ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે.ચણાની આવક શરૂ થતાં જ બજારમાં ચહલપહલ વધીબોટાદ APMCમાં ચણાની આવક શરૂ થતાં જ બજારમાં ચહલપહલ વધી છે. શરૂઆતના દિવસોમાં જ 5 હજાર મણાથી વધુ ચણાની આવક નોંધાઈ છે. બજાર સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આવકમાં વધુ વધારો થવાની સંભાવના છે. પાક સારો આવતાં અને હવામાન અનુકૂળ રહેતાં ખેડૂતો મોટી સંખ્યામાં ચણા વેચાણ માટે લાવી રહ્યા છે. હાલ છૂટક બજારમાં ચણાના ભાવ પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૦૫૦ રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે. ગુણવત્તા અનુસાર ભાવમાં થોડો ફરક જોવા મળી રહ્યો છે.ત્યારે ચણાના હાલના ભાવથી એકંદરે ખેડુતોમા સંતોષ જોવા મળી રહ્યો છે. ૪ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર નોંધાયુ બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકામાં મળી જિલ્લામા ચાલુ વર્ષે કુલ ૨૪ હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર નોંધાયુ છે ત્યારે એકંદરે ગયા વર્ષની જેટલુંજ ચણાનું વાવેતર થયું છે. ત્યારે બોટાદ APMC ના ચેરમેન અને વેપારીઓનું કહેવું છે કે જિલ્લામા ચણાનું સારૂ વાવેતર થયું છે જેના કારણે આવક વધતા ભાવમાં હલચલ જોવા મળી શકે છે, ચણાના પાકની સીઝનના શરૂઆતના દિવસોમાં 100 ઉપરના વાહનોમાં ખેડુતો ચણા વેચવા આવી રહ્યાં છે અને આવતા દિવસમાં ચણાની આવક મા ધરખમ વધારો પણ થવાની શક્યતા સેવાઇ રહી છે. આ પણ વાંચો---     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward