android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy Birthday Ahmedabad : હસ્તકલાના શ્રેષ્ઠ નમૂના જયાં મળે છે, રોશનીનો હોય છે ઝગમગાટ, જાણો અમદાવાદના આ ધમધમતા બજાર
calendar_today February 23, 2026

Happy Birthday Ahmedabad : હસ્તકલાના શ્રેષ્ઠ નમૂના જયાં મળે છે, રોશનીનો હોય છે ઝગમગાટ, જાણો અમદાવાદના આ ધમધમતા બજાર

અમદાવાદમાં 615માં સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી થઈ રહી છે. ત્યારે શહેરમાં એવા બજાર વિશે જાણીએ જે હંમેશા ધમધમતા રહે છે. અમદાવાદમાં આ બજારમાં સસ્તા, મોઘા અને ફેશનબેલ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ છે. અમદાવાદના કોટ વિસ્તાર એટલે જૂના શહેરમાં એવા બજાર છે જયાં તમને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે. શહેરમાં પોળની આસપાસના બજારો પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ભલે તે રમકડા બજાર હોય કે પછી લાઈટ બજાર. આ બજાર આજે પણ લોકોની ચહલપહલથી ધમધમતા છે. આખું શહેર ખૂંદીવળો છતાંય અંહીયા મળે તેવી વસ્તુ તમને ભાગ્યે જ કયાંય જોવા મળશે. જાણો આ બજારની વિશેષતા.અમદાવાદના ફેમસ ધમધમતા બજાર રમકડા બજાર અને વિશેષતા : અમદાવાદનું સૌથી જૂનું અને જાણીતું રમકડા બજાર તીન દરવાજા અને ખાડિયા વિસ્તારની વચ્ચે આવેલું છે.  આ બજારમાં હંમેશા તમને ભીડ જોવા મળશે. આ બજાર મુખ્યત્વે તીન દરવાજાથી આગળ વધતા પાનકોર નાકા અને ટંકશાળ રોડની પાસે છે. તેને 'રામકડા માર્કેટ' તરીકે જ ઓળખવામાં આવે છે. વિશેષતા : આ બજારમાં લાકડાના પરંપરાગત રમકડાં (જેમ કે ઈડરના રમકડાં), પાંચિયા, ઘોડિયા, અને બાળકો માટેના આધુનિક પ્લાસ્ટિક તેમજ ઈલેક્ટ્રોનિક રમકડાં હોલસેલ અને રીટેલ ભાવે મળે છે. અહીંની 'રામકડા પોળ' તેના લાકડાના હસ્તકલાના નમૂનાઓ અને દાંડિયા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. નવરાત્રી દરમિયાન અહીં દાંડિયાની મોટી બજાર ભરાય છે. લાઈટ બજાર અને વિશેષતાઅમદાવાદનું સૌથી મોટું લાઈટ અને ઈલેક્ટ્રિકલ વસ્તુઓનું બજાર ગાંધી રોડ અને રિલીફ રોડ પર આવેલું છે. લાલ દરવાજાથી ગાંધી રોડ તરફ જતાં અને પાનકોર નાકા પાસે આખું ઈલેક્ટ્રિક બજાર આવેલું છે. અહીંની સાંકડી ગલીઓમાં અને પોળોના નાકે અનેક શોરૂમ્સ અને દુકાનો છે. વિશેષતા : અહીં દરેક પ્રકારની ફેન્સી લાઈટ્સ, ઝુમ્મર, દિવાળી કે લગ્નપ્રસંગે વપરાતી ડેકોરેટિવ સીરીઝ, LED પેનલ્સ અને ઘરવખરીની ઈલેક્ટ્રિક વસ્તુઓ મળે છે.દિવાળીના સમયે આખું બજાર રોશનીથી ઝળહળી ઉઠે છે. અહીં હોલસેલ ભાવે લાઈટિંગ મળતું હોવાથી આખા ગુજરાતમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે. બજારમાં મુલાકાત લેવા માટે ઉપયોગી ટિપ્સ: રમકડા બજાર અને લાઈટ બજાર એવા વિસ્તારમાં છે જયાં રસ્તા ખૂબ જ સાંકડા હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા રહે છે. જો તમે ત્યાં જવા માગતા હોવ તો કારને બદલે ટુ-વ્હીલર અથવા રિક્ષામાં જવું વધુ અનુકૂળ રહેશે. સામાન્ય રીતે આ બજારો સવારે 11.00 વાગ્યા થી રાત્રે 8:૦૦ થી 9:૦૦ વાગ્યા સુધી ધમધમતા હોય છે. જો કે અમુક હોલસેલ દુકાનો રવિવારે બંધ હોય છે. ઘરમાં પ્રસંગ હોય કે પછી શુભકાર્ય માટે લોકો આ બજારમાંથી જરૂર ખરીદી કરતા હોય છે.આ પણ વાંચો : Happy Birthday Ahmedabad : હરવા-ફરવા માટે વન ડે પિકનિક નો હોય પ્લાન, આ સ્થાન છે શ્રેષ્ઠ, જાણો અમદાવાદના જોયાવાલક સ્થળો

Read Full Story arrow_forward
Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સમાં 70થી વધુ દેશો સાથે ભાગીદારી થશે : મ્યુનિસિપલ કમિશ્નર
calendar_today February 23, 2026

Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સમાં 70થી વધુ દેશો સાથે ભાગીદારી થશે : મ્યુનિસિપલ કમિશ્નર

ગુજરાત સરકારે રજૂ કરેલા 2026-27ના બજેટમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપ્યું છે. અમદાવાદમાં આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટેની યજમાની થવાની છે. ત્યારે શહેરમાં કોમનવેલ્થ સમિટ યોજવામાં આવી હતી. આ સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રરે કહ્યું હતું કે, આ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા હતાં. આ દેશો સાથે ભાગીદારી થશે. ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલોબરેશન થઈ શકે છે. કોમનવેલ્થ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા કોમનવેલ્થ સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે કહ્યું હતું કે, કોમનવેલ્થ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા હતાં. આ દેશો સાથે ભાગીદારી કરાશે. ટ્રેડ,ઈન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલોબરેશન થઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ અને કલ્ચરલ એક્સચેન્જમાં ઉજળી તકો દેખાઈ રહી છે. વેસ્ટ મિડલેન્ડના પ્રતિનિધિઓ પણ આ સમિટમાં હાજર હતાં. તેમણે ગિફ્ટ સિટી અને રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મોદી સ્ટેડિયમ અને સ્પોર્ટ્સના સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના ગાર્ડનમાં વૃક્ષોની વચ્ચે ઈન્સ્ટોલ કરાયેલાં AQI મશીન GPCBની ગાઈડલાઈનનો રીતસર ઉલાળ્યો કરે છે

Read Full Story arrow_forward
Dwarka : જામખંભાળિયામાં દ્વારકા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલા પદયાત્રીનું મોત
calendar_today February 23, 2026

Dwarka : જામખંભાળિયામાં દ્વારકા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલા પદયાત્રીનું મોત

જામ ખંભાળીયા દ્વારકા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન દ્વારા પદયાત્રી મહિલાને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પદયાત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું છેગંભીર ઇજાઓથી મહિલાનું મોત માહિતી પ્રમાણે રાજકોટના સંઘની એક મહિલા પદયાત્રી દ્વારકાની યાત્રા પર જઈ રહી હતી, ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં મહિલા પદયાત્રીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું પોલીસ દ્વારા તપાસ શરૂ જામખંભાળીયા વિસ્તારમાં થયેલ આ અકસ્માત અંગે દ્વારકા પોલીસ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે. અજાણ્યા વાહનના ચાલકની શોધખોળ કરાઇ રહી છે. આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward