android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ફરી માવઠાની આફત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી
calendar_today February 23, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ફરી માવઠાની આફત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News: મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી સંતાડેલો 13 લાખનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
calendar_today February 23, 2026

Vadodara News: મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી સંતાડેલો 13 લાખનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

રાજ્યમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજ્યમાંથી અવારનવાર દારૂ ઝડપાવા અને દારૂડિયા દ્વારા ધમાલ મચાવવાની ઘટના સામે આવી છે. આ વચ્ચે વડોદરામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાંથી 13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.ભોંયરું બનાવી દારૂ છુપાવ્યોસંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા બુટલેગરો પર સ્ટેટ મોનિટરિંગ સેલએ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. વડોદરાના સમા વિસ્તારમાં બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. બુટલેગરોએ પોલીસથી બચવા માટે મકાનની અંદર ખાસ ભોંયરું બનાવી દારૂ છુપાવ્યો હતો. જમીન અને આસમાન બંને જગ્યાએ દારૂ વડોદરામાં જાણે બુટલેગરો 'જમીન-આસમાન' એક કરી રહ્યા હોય તેમ દારૂ છુપાવી રહ્યા છે. સમામાં થયેલી કાર્યવાહીમાં બુટલેગરોએ મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવી દારૂનો સંગ્રહ કર્યો હતો, જે SMC એ શોધી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પીસીબી (PCB) ની કાર્યવાહીમાં છતની POP (પ્લાસ્ટર ઓફ પેરિસ) માં સંતાડેલો દારૂ પણ ઝડપાયો હતો, જે દર્શાવે છે કે, હવે બુટલેગરો હાઈટેક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. ધરપકડ અને વોન્ટેડ આરોપીઓ SMC ની આ રેડમાં કુલ 13 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થળ પરથી પોલીસે કનુ માળી અને હિંમત ઉર્ફે અબો અને ગૌતમ પરમાર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 8 જેટલા બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં એક પછી એક ઝડપાઈ રહેલા દારૂના જથ્થાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં SMC એ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Vadodaraમાં બ્યુટી પાર્લરમાંથી PCBએ રૂ.2 લાખનો દારૂ ઝડપ્યો, જુઓ Video

Read Full Story arrow_forward
Junagadh : કીર્તિ પટેલ કેસમાં મોટા સમાચાર, બપોરે સાડા ચાર વાગ્યા સુધી રિમાન્ડ, પોલીસ કસ્ટડીમાં મારપીટ ન કરવા આદેશ
calendar_today February 23, 2026

Junagadh : કીર્તિ પટેલ કેસમાં મોટા સમાચાર, બપોરે સાડા ચાર વાગ્યા સુધી રિમાન્ડ, પોલીસ કસ્ટડીમાં મારપીટ ન કરવા આદેશ

જૂનાગઢમાં કીર્તિ પટેલ કેસમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ એડિશનલ ચીફ કોર્ટે આરોપી કીર્તિ પટેલને બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કીર્તિ પટેલને આજે રિમાન્ડની માગ સાથે પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી જ્યાં કોર્ટે કાયદાકીય રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી અને બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ કસ્ટડીમાં મારપીટ ના કરવા પણ આદેશ કોર્ટે આરોપીનું બે વખત મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો તથા પોલીસ કસ્ટડીમાં મારપીટ ના કરવા પણ આદેશ આપ્યો હતો. ન્યાયીક હિક અને આરોપીનું રક્ષણ કરવા જણાવાયું છે. કીર્તિ પટેલ હવે જામીન માટે કાર્યવાહી કરશે જાણવા મળ્યા મુજબ કીર્તિ પટેલ હવે જામીન માટે કાર્યવાહી કરશે અને તેની જામીન અરજી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. આ પણ વાંચો-----      Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward