Junagadh : ટ્રેનમાં પ્રિન્સિપાલ સાથે મારામારી, યુવતીની છેડતીનો મામલો ટ્રેનમાં ગરમાયો
જુનાગઢથી કેશોદ જતી એક ટ્રેનમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પર યુવતી દ્વારા છેડતીના આક્ષેપ કરવામાં આવ્યા બાદ મામલો ગરમાયો હતો અને કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી ગઇ છે. જો કે પ્રિન્સીપાલે કહ્યું છે કે વીડિયોમાં તેમની પાસે બળજબરીથી કબુલાત કરાવાઇ હતી અને તેમણે પોલીસની મદદ માગી છેવિડિયોમાં બળજબરીથી કબૂલાત કરાવવાનો દાવો આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છો જેમાં એવું જોવા મળ્યું કે પ્રિન્સિપાલ સાથે કેટલાક લોકો બોલાચાલી કરીને માર મારી રહ્યા છે. આ પ્રિન્સીપાલ ઉપર ટ્રેનમાં સવાર એક યુવતીએ આરોપ લગાવ્યા હતા કે આ શખ્સે મારી સાથે છેડતી કરી છે જેથી મામલો ગરમ બન્યો હતો પ્રિન્સિપાલે બધા આક્ષેપ નકારી દીધા જો કે પ્રિન્સિપાલે પોતાની ઉપર લગાયેલા છેડતીના આક્ષેપો નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે વીડિયોમાં તેમની પાસેથી બળજબરીપૂર્વક કબુલાત કરાવાઇ છે. મારપીટ બાદ પોલીસની મદદ માંગવામાં આવી પ્રિન્સિપાલ પર થયેલા હુમલા પછી પ્રિન્સીપાલે પોલીસની મદદ માગી હતી. હવે સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ પણ વાંચો----- Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી
Read Full Story arrow_forward