android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: વસ્ત્રાલ રિંગ રોડ પર ટ્રકની ટક્કરથી એક્ટિવા ચાલક મહિલાનું મોત
calendar_today February 23, 2026

Ahmedabad News: વસ્ત્રાલ રિંગ રોડ પર ટ્રકની ટક્કરથી એક્ટિવા ચાલક મહિલાનું મોત

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વસ્ત્રાલ રિંગ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક તોતિંગ ટ્રકની અડફેટે આવતા એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.એક્ટિવાને મારી જોરદાર ટક્કર ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલા પોતાના એક્ટિવા પર વસ્ત્રાલ રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે મહિલાની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, મહિલા એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને ટ્રક નીચે ચગદાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વસ્ત્રાલ રિંગ રોડ પર અવારનવાર ભારે વાહનોના કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ટ્રાફિક નિયમોના અમલીકરણ સામે સવાલો આ જીવલેણ અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અમલીકરણ સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વારંવાર બનતી અકસ્માતોની ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તેમજ બેફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad News: સાણંદમાં કેટરર્સના વેઈટરોનો આતંક, ડેકોરેશનના કારીગરો પર છરી વડે હુમલો

Read Full Story arrow_forward
Anand: ઉમરેઠમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ
calendar_today February 23, 2026

Anand: ઉમરેઠમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી આજે આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ઉમરેઠના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ (બસટોપ) અને તેની આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ તંત્રની ટીમોએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી નાની-મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને રસ્તા પર ઊભા રહેતા ખાણી-પીણીની લારીઓ પર સઘન ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને વપરાતા તેલ-મસાલાની તપાસ. રસોડા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ. ખાદ્ય પદાર્થોના સ્ટોરેજની પદ્ધતિ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.ચેકિંગ દરમિયાન જે એકમોમાં ક્ષતિઓ જોવા મળીઆકસ્મિક ચેકિંગ દરમિયાન જે એકમોમાં ક્ષતિઓ જોવા મળી હતી, તેમને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડે તેવો ખોરાક પીરસતા એકમો સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આ સપાટાને પગલે ઉમરેઠના હોટલ સંચાલકો અને લારી ગલ્લાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આ પણ વાંચો: Kutch: લખપતમાં જમીન બચાવવા ખેડૂતોનો હુંકાર, પુનરાજપર પાસે GMDC ના લિગ્નાઈટ પ્રોજેક્ટ સામે ટ્રેક્ટર રેલી અને ન્યાય યાત્રા

Read Full Story arrow_forward
11 મહિનામાં ૩ તેજસ ક્રેશ, ₹2000 કરોડનું નુકસાન! જાણો કેટલાનું આવે છે એક Tejas વિમાન?
calendar_today February 23, 2026

11 મહિનામાં ૩ તેજસ ક્રેશ, ₹2000 કરોડનું નુકસાન! જાણો કેટલાનું આવે છે એક Tejas વિમાન?

ભારતીય વાયુસેના (IAF) માટે છેલ્લા 11 મહિના અત્યંત પડકારજનક રહ્યા છે. દેશના ગૌરવ સમાન સ્વદેશી 'તેજસ' (LCA) ફાઇટર જેટ્સ એક પછી એક અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં 7 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલા અકસ્માતે વાયુસેનાને મોટું આર્થિક અને વ્યૂહાત્મક નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના બાદ વાયુસેનાએ સાવચેતીના ભાગરૂપે તેના લગભગ ૩૦ સિંગલ-સીટ તેજસ વિમાનોના સમગ્ર કાફલાને ઉડાન ભરતા અટકાવી (ગ્રાઉન્ડેડ કરી) દીધા છે. તાજેતરનો અકસ્માત અને સંભવિત ખામી 7 ફેબ્રુઆરીના રોજ એક ફ્રન્ટલાઈન એરબેઝ પર તાલીમ ઉડાન દરમિયાન એક તેજસ વિમાન લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી ઉતરી ગયું હતું. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ 'બ્રેક ફેલ્યોર'ને કારણે વિમાન કાબૂ બહાર ગયું અને ખાડામાં ખાબક્યું હોવાનું મનાય છે. સદભાગ્યે પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ વિમાનના એરફ્રેમને એટલું નુકસાન થયું છે કે તે હવે ઉડવા લાયક રહ્યું નથી. આર્થિક ફટકો અને કરોડોનું નુકસાન એક તેજસ વિમાનની કિંમત સામાન્ય નાગરિકની કલ્પના બહારની હોય છે. વર્ષ 2025 ના સરકારી આંકડા મુજબ, એક તેજસ Mk-1A ની સરેરાશ કિંમત ₹640 થી ₹650 રોડ જેટલી થાય છે. છેલ્લા 11 મહિનામાં થયેલા ત્રણ અકસ્માતોનું કુલ આર્થિક નુકસાન આશરે ₹1920 થી ₹2000 કરોડ હોવાનો અંદાજ છે. આમાં માત્ર વિમાનની કિંમત જ નહીં, પરંતુ પાયલોટની તાલીમ, સ્પેરપાર્ટ્સ અને ઓપરેશનલ ખર્ચનો પણ સમાવેશ થાય છે. ચિંતાજનક શ્રેણીબદ્ધ ઘટનાઓ તેજસ કાર્યક્રમમાં અકસ્માતોનો આ સિલસિલો માર્ચ 2024 માં જેસલમેરથી શરૂ થયો હતો. ત્યારબાદ નવેમ્બર ૨૦૨૫માં દુબઈ એરશો દરમિયાન એક દુઃખદ અકસ્માત થયો જેમાં એક પાયલોટે જીવ ગુમાવ્યો. હવે, ફેબ્રુઆરી 2026ની આ ઘટનાએ તેજસની ટેકનિકલ વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પહેલેથી જ વિમાનોની ડિલિવરીમાં વિલંબનો સામનો કરી રહી છે, ત્યારે આવા અકસ્માતો ચિંતા વધારે છે. આ પણ વાંચોઃ ખિસ્સામાં રહેલું Debit Card અપાવશે ₹10 લાખનો વીમો, જાણો કેવી રીતે મળશે આ મફત લાભ!

Read Full Story arrow_forward