android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: ઓવરટેક કરવા જતાં ટ્રક નીચે ચગદાઈ ગયો બાઈકચાલક, ઘટના સ્થળે જ મોત
calendar_today February 23, 2026

Gir Somnath News: ઓવરટેક કરવા જતાં ટ્રક નીચે ચગદાઈ ગયો બાઈકચાલક, ઘટના સ્થળે જ મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. તડ અને પાલડી ગામ વચ્ચે ટ્રકને ઓવરટેક કરતા સમયે બાઈકચાલક ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જે કારણે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકના મૃતદેહના ટુકડા થઈ ગયા હતા.ઘર તરફ જઈ રહેલા યુવકનો કાળ ભેટ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલડી ગામના રહેવાસી 40 વર્ષીય ભરતભાઈ રૂપાભાઈ બાબરીયા પોતાની બાઈક લઈને વાંસોજ તરફથી પોતાના ઘર પાલડી જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર જઈ રહેલી એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેઓએ બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સીધા ટ્રકના પાછળના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી પર ઉઠ્યા સવાલ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાંસોજ થી કોબ સુધીનો રોડ અત્યારે નિર્માણ હેઠળ છે. આરોપ છે કે, રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું નથી કે રોડની બાજુમાં સલામતી માટેના 'સેફ્ટી બોર્ડ' પણ લગાવવામાં આવ્યા નથી. સુરક્ષાના સાધનોના અભાવે આ માર્ગ પર અકસ્માતનું જોખમ સતત તોળાઈ રહ્યું હતું, જેનો ભોગ આજે આ યુવાન બન્યો છે. ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી મૃતક ભરતભાઈ પોતાના પરિવારના મોભી હતા. તેમના અવસાનથી ત્રણ દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હસતા-રમતા પરિવાર પર આભ તૂટી પડતા પાલડી ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને રોડની કામગીરીમાં રહેલી ક્ષતિઓ અંગે પણ રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Gir Somnath: વારસાઈ જમીનનો વિવાદ હત્યામાં પલટાયો, ગંભીર રીતે દાઝેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

Read Full Story arrow_forward
Rajkotના જંગલેશ્વરમાં ડિમોલિશન પર ડ્રોનથી નજર રખાઇ રહી છે, જુઓ Video
calendar_today February 23, 2026

Rajkotના જંગલેશ્વરમાં ડિમોલિશન પર ડ્રોનથી નજર રખાઇ રહી છે, જુઓ Video

ડિમોલિશનથી અંદાજિત 80 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે અને આજી નદીના તટના દબાણોનો સંપૂર્ણ સફાયો થશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે, સાંજ સુધીમાં 700થી વધુ દબાણ દૂર થવાની શક્યતા છે અને ત્રણ દિવસ સુધી ચાલી શકે છે દબાણ હટાવો અભિયાન. સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મેગા ડિમોલિશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શેઠ હાઇસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ પણ વાંચો : Vadodaraમાં બ્યુટી પાર્લરમાંથી PCBએ રૂ.2 લાખનો દારૂ ઝડપ્યો, જુઓ Video

Read Full Story arrow_forward
Banaskantha : પાલનપુરમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરાં, નવાગંજમાં દારુ ભરેલા જ્યુપીટરે વેપારીને ટક્કર મારી
calendar_today February 23, 2026

Banaskantha : પાલનપુરમાં દારૂબંધીના ઉડ્યા લીરેલીરાં, નવાગંજમાં દારુ ભરેલા જ્યુપીટરે વેપારીને ટક્કર મારી

પાલનપુરમાં દારુબંદીના લીરેલીરાં ઉડી ગયા છે. નવાગંજ વિસ્તારમાં આજે જ્યુપીટર મોપેડની ડિકીમાં દારુની પોટલીઓ જોવા મળતાં હડકંપ મચી ગયો હતો. દેશી દારુની હેરાફેરી કરી રહેલા શખ્સે એક વેપારીને ટક્કર મારતા હોબાળો થયા બાદ તપાસમાં જયુપીટર મોપેડની ડિકીમાંથી દેશી દારુની પોટલીઓ મળી આવી હતી. દેશી દારૂની પોટલીઓ મળી આવી જ્યારે જ્યુપીટરની ડેકી ખોલી, ત્યારે તેમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી જેથી દારુબંધીના દાવાના લીરેલીરાં ઉડી ગયા હતા. દારુની પોટલીઓના જથ્થાને જોઈને લોકોમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે દારુની હેરાફેરી કરનારો શખ્સ નવાગંજ વિસ્તારમાં દારુ વેચવા આવ્યો હતો સ્થાનિકોએ બુટલેગર સામે કાર્યવાહી કરી અકસ્માતના પટલે લોકો એકત્ર થઇ ગયા હતા અને હેરાફેરી કરનારા શખ્સને ઝડપી લઇને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવીને મોપેડ અને દારુના જથ્થા સાથે યુવકની અટકાયત કરીને તેની વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. મોપેડમાં નંબર પ્લેટ ન હતી આ મોપેડમાં નંબર પ્લેટ ન હતી અને તેની ડેકીમાં દારુની પોટલીઓ ભરીને આ બુટલેગર પાલનપુરના નવાગંજમાં પોલીસનો ડર રાખ્યા વગર જ બિન્ધાસ્ત બનીને હેરાફેરી કરી રહ્યો હતો. આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward