android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પત્નીના ત્રાસથી આધેડે જાતને આગ ચાંપી, સારવાર દરમિયાન મોત
calendar_today February 23, 2026

Surat News: પત્નીના ત્રાસથી આધેડે જાતને આગ ચાંપી, સારવાર દરમિયાન મોત

સુરતના પાલ વિસ્તારમાં પારિવારિક કંકાસની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પત્ની અને સાસરી પક્ષ દ્વારા કરવામાં આવતી નાણાની અવારનવારની માંગણીથી કંટાળીને 53 વર્ષીય આધેડે પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝેલા આધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.28 વર્ષથી સાસરીમાં રહેતા હતા આધેડઘટનાની મળતી માહિતી મુજબ, મૃતક સંતોષભાઈ (ઉં.વ. 53) છેલ્લા 28 વર્ષથી પોતાની પત્નીના ઘરે એટલે કે સાસરીમાં જ રહેતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની અને પત્નીના ઘરના સભ્યો દ્વારા તેમની પાસે અવારનવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. આ નાણાકીય માથાકૂટને કારણે ઘરમાં સતત ક્લેશ અને ઝઘડાનું વાતાવરણ રહેતું હતું. પેટ્રોલ છાંટી જાતને જલાવી ગતરોજ સાંજે ફરી એકવાર પત્ની સાથે પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માનસિક ત્રાસ સહન ન કરી શકતા સંતોષભાઈએ આવેશમાં આવી જઈ પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર કારગત ન નીવડી સંતોષભાઈ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમની હાલત નાજુક હતી. ડોક્ટર્સના સતત પ્રયત્નો છતાં આખરે તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની અને સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને આધેડે ભરેલા આ પગલાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પણ વાંચો - Surat News: પાંડેસરા પોલીસની બર્બરતા! યુવકને ઢોર માર મારી પૈસા પડાવ્યા

Read Full Story arrow_forward
Morbi : આલાપ રોડ પર શેરીમાં રમી રહેલી 2 વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લેતા મોત, કાર ચાલક સામે ગુનો નોંધાયો
calendar_today February 23, 2026

Morbi : આલાપ રોડ પર શેરીમાં રમી રહેલી 2 વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લેતા મોત, કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના આલાપ રોડ પર એક દુઃખદ અકસ્માતમાં 2 વર્ષની બાળકી ધનશ્રી વડસોલાનું કારની અડફેટે મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકી શેરીમાં રમતી હતી અને ફુલ સ્પીડે આવેલી કારના ચાલકે બાળકીને અડફેટમાં લઇ લીધી હતી અને તેને ગંભીર ઇજા પહોંચ્યા બાદ સારવારમાં તેનું મોત નિપજ્યું હતું 2 વર્ષની ધનશ્રીને અડફેટે લીધી આ દુઃખદ બનાવ બાદ કાર ચાલક નીરવ ભોરણીયા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળકી શેરીમાં રમતી હતી ત્યારે આલાપ રોડ ઉપર પટેલનગરમાં કાર ચાલક ફુલ સ્પીડમાં કાર લઇને ધસી આવ્યો હતો ધનશ્રી વડસોલાનું સારવાર દરમિયાન મોત ઘટનાની વિગત મુજબ, 2 વર્ષની ધનશ્રીને આ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઇ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસ મોરબી એ ડીવિઝન પોલીસ દ્વારા બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે,આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward
Sandesh Investigation: AQI મશીન ફરતે પાણી છાંટીને ગામને ઉઠા ભણાવાના ધંધાનો પર્દાફાશ, વાંચો કઈ રીતે તમારા ફેફસા સાથે ચાલી રહી છે છેતરપીંડી
calendar_today February 23, 2026

Sandesh Investigation: AQI મશીન ફરતે પાણી છાંટીને ગામને ઉઠા ભણાવાના ધંધાનો પર્દાફાશ, વાંચો કઈ રીતે તમારા ફેફસા સાથે ચાલી રહી છે છેતરપીંડી

અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું છે, પરંતુ વહીવટી તંત્ર વાસ્તવિકતા સ્વીકારવાને બદલે આંકડા છૂપાવવાના પેંતરા કરી રહ્યું હોય તેમ જણાય છે. શહેરની આઠ જીઆઇડીસીઓ દ્વારા ફેલાવવામાં આવતા ઝેરી વાયુ વચ્ચે લોકોના ફેફસા ગૂંગળાઈ રહ્યા છે, ત્યારે પ્રદૂષણ માપવા માટે મુકાયેલા સફર એર મોનિટરિંગ સ્ટેશનો' પોતે જ ગીચ વનસ્પતિઓ અને ઝાડી-ઝાંખરાઓમાં કેદ થઈ ગયા છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ના સરેઆમ ધજાગરા ઉડાવીને તંત્ર જનતાને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનું 'સંદેશ' દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. એક - બે મશીનો જમીનથી ૧૦થી ૩૩ ફૂટ ઊંચાઈએ હોવા જોઈએ તેવી ર્છે SOP છે, પરંતુ અમદાવાદમાં તેનું પાલન કરાયું નથી.ગાર્ડનની હવાને શહેરની સરેરાશ ગણાવવાનું કૌભાંડશહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રખિયાલના શ્રમિક ક્રાંતિ ગાર્ડન, રાયખડના વિક્ટોરિયા ગાર્ડન, ચાંદખેડાનું કલ્ચરલ સેન્ટર ગાર્ડન અને નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં એર મોનિટરિંગ સ્ટેશનો વૃક્ષોની હારમાળા વચ્ચે ઢંકાયેલા છે. આટલું જ નહીં, રાયખડ જેવા વિસ્તારોમાં તો આ વૃક્ષો પર દર કલાકે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ, મોનિટરિંગ સ્ટેશનની આસપાસ કોઈ અવરોધ ન હોવો જોઈએ, પરંતુ અહીં તો કૃત્રિમ રીતે હવાને ફ્લ્ટિર કરીને માપવામાં આવી રહી છે. ડેટાની છેતરપિંડી અને ટેકનિકલ ખામીનિંષ્ણાતોના મતે, વનસ્પતિ કુદરતી રીતે જ ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકોને શોષી લે છે. જ્યારે સ્ટેશન ગીચ ઝાડીઓ વચ્ચે હોય, ત્યારે તે  સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાને બદલે માત્ર તે 'માઇક્રો-ક્લાઇમેટ'ની જ હવા માપે છે. આ કારણે ટ્રાફ્કિ અને ઉદ્યોગોનું વાસ્તવિક પ્રદૂષણ સ્ટેશન સુધી પહોંચતું જ નથી. પરિણામે, ડેટામાં પ્રદૂષણનું સ્તર વાસ્તવિકતા કરતા ઘણું ઓછું દેખાય છે, જે ડેટા મેનીપ્યુલેશન સમાન છે.જનઆરોગ્ય રામભરોસેઃ હેલ્થ એડવાઇઝરીના નામે મીંડું તંત્રની આ નિષ્ફ્ળતા શહેરીજનો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જ્યારે પ્રદૂષણનો સાચો આંકડો જ બહાર નથી આવતો, ત્યારે લોકો યોગ્ય સમયે હેલ્થ એડવાઇઝરીથી વંચિત રહી જાય છે. અમદાવાદમાં દિલ્હી જેવી સ્થિતિ હોવા છતાં, કાગળ પર બધું 'ઓલ રાઈટ' બતાવીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. આ છેતરામણીને કારણે હૃદય અને ફેફસાની ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે જન આરોગ્ય સામે સીધા ચેડાં છે. વૃક્ષો ઉપર પાણી છાંટવામાં આવે તો સ્ટેશન પ્રદૂષણ ઓછું બતાવે છે :  GPCB અધ્યક્ષગુજરાત પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડના જણાવ્યા મુજબ, એર મોનિટરિંગ સ્ટેશનની આસપાસના વૃક્ષો ધૂળ-ધૂમાડાને રોકી શકે છે, જેનાથી પ્રદૂષણના આંકડામાં ફેરફાર આવી શકે છે. સચોટ પરિણામો માટે ગાંધીનગરની કચેરીમાં સ્ટેશન ધાબા પર મુકાયું છે. અમદાવાદમાં કાર્યરત સફર સ્ટેશનોનું સંચાલન પુણેની IITM  સંસ્થા દ્વારા સીધું કરાય છે. આ પ્રોજેક્ટમાં AMCની ભૂમિકા માત્ર જગ્યા ફળવવા પૂરતી મર્યાદિત છે તેમ જણાવી AMC તો હાથ ઊંચા કરી રહી છે! સફરના સ્ટેશનો માટે માત્ર જગ્યા ફળવીને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ડેટા કલેક્શનનું કામ પુણેની સંસ્થા પર ઢોળી દેવાયું છે. જાણો જવાબદારો શું કહે છે?  AQI મશીનો માટે કોર્પોરેશને ફક્ત જગ્યા ફાળવી છે, બીજી કોઇ જવાબદારી નથીઃ મ્યુનિ.અધિકારી આ અંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીના મતે AQI મશીનની જાળવણી જવાબદારી મ્યુનિ.તંત્રની નથી. કોર્પોરેશનની જવાબદારી ફક્ત સફરના એર મોનિટરિંગ સ્ટેશનો માટે શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં જગ્યાઓ ફાળવી આપવા પુરતી સીમિત છે. શહેરના પ્રદૂષણની સ્થિતિ જાણવા માટે તે મશીનો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે. આવા મશીનોને કોર્પોરેશનના બગીચાઓમાં મૂકવામાં આવ્યા છે. અને તેની સારસંભાળ સફરના અધિકારીઓ કરતા હોય છે. આ મશીનો થકી પ્રદૂષણના આંકડા કોર્પોરેશન, જીપીસીબીને મોકલવામાં આવતા હોય છે. વૃક્ષો અને પાણી છાંટવું તે PM સ્તરોની અસર ઘટાડે છે :  SAFAR અધિકારીસફરના અધિકારી મુજબ, એર મોનિટરિંગ સાઇટ્સ WHO અને  IMDના પ્રોટોકોલ મુજબ નક્કી થાય છે. પરંતુ, સમય જતાં સ્ટેશનોની આસપાસ વધેલા વૃક્ષો અને ઇમારતો હવે અવરોધ બની રહ્યા છે. વૃક્ષો પર પાણી છાંટવાથી તે 'ડસ્ટ સિંક' બની જાય છે, જે PM 2.5 અને PM 10ના સ્તરને વાસ્તવિકતા કરતા ઓછા દર્શાવે છે. હવાની ગુણવત્તાનો સાચો અંદાજ મેળવવા હવે બે જ વિકલ્પો છેઃ કાં તો આ સંવેદનશીલ સાધનોને અન્યત્ર ખસેડવા અથવા વૃક્ષોની ડાળીઓ કાપીને સૂર્યપ્રકાશ અને વાયુ પ્રવાહ સુનિશ્ચિત કરવો. પ્રદૂષણના સચોટ ડેટા માટે સાઇટનું વાતાવરણ પ્રોટોકોલ મુજબ જળવાવું પણ અનિવાર્ય છે. SOPના ઉલ્લંઘનથી શું અસર થાય છે ?બગીચા અથવા ઝાડીઓની અંદર તાપમાન ઓછું અને ભેજ વધુ હોય છે. AQMSના સેન્સર આ સ્થાનિક વાતાવરણને માપે છે. જે આખા શહેરની ગરમી કે પ્રદૂષણની સ્થિતિથી અલગ હોય છે. સ્ટેશનની આસપાસ ૫ થી ૧૦ મીટરની અંદર ગીચ વૃક્ષો હોય તો PMના રજકણો સ્ટેશન સુધી પહોંચતા પહેલા જ પાંદડા પર જમા થઇ જાય છે. પરિણામે AQI વાસ્તવિક કરતા ઘણો સારો દેખાઇ શકે છે. સ્ટેશન ચારેબાજુથી ઘેરાયેલું હોય તો તે સ્થિર હવાના નમૂના લે છે. જે મુક્ત રીતે વહેતી હવાના પ્રદૂષણ સ્તરને દર્શાવતું નથી. જો કોઇ વિસ્તારમાં વાસ્તવિક PM ૨૫નું સ્તર POOR શ્રોણીમાં હોય પરંતુ ઝાડી-વૃક્ષોના કારણે સ્ટેશન તેને મોડરેટ બતાવે તો હૃદય અને ફેફસાની બીમારી ધરાવતા લોકોને આ ખોટી માહિતી જોખમમાં મૂકે છે. જો ડેટા ખોટો હોય તો શાળાઓને રમતગમત બંધ કરવાની, લોકોને માસ્ક પહેરવાની સૂચના સમયસર મળી શકતી નથી. જ્યારે પ્રદૂષણ દેખીતી રીતે હવામાં દેખાતું હોય પણ સરકારી ડેટા તેને ઓછો બતાવે ત્યારે લોકોનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

Read Full Story arrow_forward