android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: ખેરાલુને મળશે અત્યાધુનિક એસ.ટી. સુવિધા, 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
calendar_today February 23, 2026

Mehsana: ખેરાલુને મળશે અત્યાધુનિક એસ.ટી. સુવિધા, 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

ખેરાલુ શહેર અને તાલુકાના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખેરાલુ ખાતે લાંબા સમયથી પ્રતિક્ષિત એવા નવનિર્મિત એસ.ટી. ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન થયું છે. અંદાજે 6 કરોડ 61 લાખના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી વિસ્તારની પરિવહન સેવાઓમાં મોટો સુધારો આવશે.ધારાસભ્યના હસ્તે શુભારંભખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે આ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શહેર અને તાલુકાના ભાજપ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.ડેપો વર્કશોપનું ખાતમુહૂર્તખાતમુહૂર્ત બાદ કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખેરાલુથી સમોજા-સિપોર રોડ પર નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને ગ્રામીણ મુસાફરોને રાહત મળે. ખેરાલુથી રાજસ્થાન વિસ્તારમાં પણ નવા લાંબા અંતરના રૂટ શરૂ કરવા માટે વિભાગને લેખિત જાણ કરવામાં આવી છે.ધારાસભ્યએ ખાતરી આપતા જણાવ્યું હતું કે, "આ કામગીરી ચાલુ થયા પછી હું પોતે સમય અંતરે વિઝિટ કરતો રહીશ, જેથી કામની ગુણવત્તા જળવાય અને નિર્ધારિત સમયમાં વર્કશોપ તૈયાર થઈ જાય."આ પણ વાંચો: Vadodara: વાઘોડિયા GIDCમાં તસ્કરોનો આતંક, અંબે માતાના મંદિરમાં માતાજીના શણગારની ચોરી કરી તસ્કરો ફરાર

Read Full Story arrow_forward
Operation Sindoor પછી ભારતની ફાઈનલ તૈયારી, એક જ ક્લિકમાં ઈસ્લામાબાદ સાફ?
calendar_today February 23, 2026

Operation Sindoor પછી ભારતની ફાઈનલ તૈયારી, એક જ ક્લિકમાં ઈસ્લામાબાદ સાફ?

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે હાલમાં એક મોટા સમાચાર ગુંજી રહ્યા છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માં આતંકવાદી ઠેકાણાઓ પર સફળ પ્રહારો કર્યા બાદ, હવે ભારત પોતાની હુમલો કરવાની ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલ ભારતને તેની અત્યંત અત્યાધુનિક અને ઘાતક 'ગોલ્ડન હોરાઇઝન' (Golden Horizon) ALBM ઓફર કરી રહ્યું છે. આ સમાચાર માત્રથી પાકિસ્તાનના લશ્કરી વર્તુળોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.શું છે ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ? ગોલ્ડન હોરાઇઝન એ હવામાંથી છોડવામાં આવતી બેલેસ્ટિક મિસાઇલ (ALBM) છે. સામાન્ય રીતે બેલેસ્ટિક મિસાઇલો જમીન પરથી છોડવામાં આવતી હોય છે, પરંતુ આ મિસાઇલ ફાઇટર જેટ્સ દ્વારા ઊંચાઈ પરથી છોડી શકાય છે. તેની સૌથી મોટી વિશેષતા તેની ગતિ અને ચોકસાઈ છે. તે સુપરસોનિક ગતિએ દુશ્મન તરફ ધસી જાય છે, જેના કારણે કોઈપણ રડાર સિસ્ટમ માટે તેને પકડવી અથવા હવામાં તોડી પાડવી લગભગ અશક્ય બની જાય છે. ટેકનિકલ વિશેષતાઓ અને મારક ક્ષમતા ભારતીય સંરક્ષણ સંશોધન વિંગ (IDRW) ના અહેવાલ મુજબ, આ મિસાઇલની રેન્જ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટર જેટલી હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે ભારતીય વાયુસેનાના વિમાનોએ દુશ્મનની સરહદમાં પ્રવેશવાની જરૂર પણ નહીં પડે; ભારતીય આકાશમાં રહીને જ તેઓ પાકિસ્તાનના કોઈપણ શહેરને નિશાન બનાવી શકશે. તેને ભારતીય વાયુસેનાના અગ્રેસર ફાઇટર જેટ Su-30MKI (સુખોઈ) અને મિરાજ-2000 પર તૈનાત કરવામાં આવી શકે છે.સૌથી ભયાનક પાસું એ છે કે આ મિસાઇલ પરમાણુ હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ હોઈ શકે છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત શક્તિશાળી બનાવે છે. પાકિસ્તાન માટે ચિંતાનું કારણ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે બતાવી દીધું છે કે તે સરહદ પાર જઈને દુશ્મનોનો સફાયો કરવામાં જરાય ખચકાશે નહીં. ગોલ્ડન હોરાઇઝન મિસાઇલ આવ્યા પછી, ઇસ્લામાબાદ અને કરાચી જેવા મુખ્ય શહેરો સીધા જ ભારતના નિશાન હેઠળ આવી જશે. જો ભવિષ્યમાં યુદ્ધની સ્થિતિ સર્જાય, તો માત્ર એક બટન દબાવતાની સાથે જ આ મિસાઇલ પાકિસ્તાની સૈન્ય મથકો કે વ્યૂહાત્મક કેન્દ્રોનો નાશ કરી શકે છે. તેની રફ્તાર એટલી ઝડપી છે કે દુશ્મનને વળતો પ્રહાર કરવાનો વિચારવાનો પણ સમય નહીં મળે.આ પણ વાંચોઃ  North Korea: ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનની દિકરી નહીં પરંતુ પોતે જ સત્તામાં રહેશે યથાવત

Read Full Story arrow_forward
Bhavnagar News : સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ, ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી પોલીસની રેડ
calendar_today February 23, 2026

Bhavnagar News : સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ, ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી પોલીસની રેડ

ભાવનગર જિલ્લાના સિહોરમાં લીલા ગાંજા તથા અફીણનું મસમોટું વાવેતર મળી આવ્યું છે, નશીલા માદક દ્રવ્યોનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. ગાંજાની ખેતી કરનાર બંને ભાઈઓ ઝડપાયા સિહોર પોલીસે 1100 કિલો ગાંજા તથા અફીણની ખેતી ઝડપાઈ છે, અંદાજિત સાડા દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને છેલ્લા કેટલા સમયથી ગાંજા અને અફીણની ખેતી કરવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, સાથે સાથે આ ગાંજો કોને આપવામાં આવતો હતો તેની પણ તપાસ કરાઈ રહી છે. પોલીસ આ મામલે આરોપીઓના વધુ રિમાન્ડની પણ માગ કરી શકે છે. સિહોરમાં LCB પોલીસ અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડની મોટી કાર્યવાહી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડે સિહોર નજીકથી રૂ. 12.71 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2304 બોટલ દારૂ, એક કાર અને બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર હોવાની વાત છે. આ પણ વાંચો : Narmada News : BJP સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થાઓ ન હોવાથી આદિવાસી સમાજ દુઃખી

Read Full Story arrow_forward