android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: લક્ઝરી બસોના જમાવડાએ સરથાણાથી કામરેજ સુધીના રસ્તાને ટ્રાફિક ઝોન બનાવ્યો
calendar_today February 23, 2026

Surat: લક્ઝરી બસોના જમાવડાએ સરથાણાથી કામરેજ સુધીના રસ્તાને ટ્રાફિક ઝોન બનાવ્યો

સુરત શહેરનો પૂર્વ વિસ્તાર એટલે કે સરથાણા અને કામરેજ વચ્ચેનો પટ્ટો અત્યારે ટ્રાફિકની સૌથી મોટી સમસ્યાનું કેન્દ્ર બન્યો છે. અહીં સમસ્યા વાહનોની સંખ્યા કરતા લક્ઝરી બસોના અયોગ્ય પાર્કિંગ અને સંચાલનની વધુ છે.સુરતમાં ટ્રાફિકજામ સમસ્યાથી લોકો પરેશાનસુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશોમાં જતી લક્ઝરી બસો સાંજના સમયે એકસાથે સરથાણા જકાતનાકાથી રવાના થાય છે. મુસાફરોને લેવા માટે બસો રસ્તાની વચ્ચે ઉભી રહેતી હોવાથી પાછળ આવતા વાહનોની લાંબી કતારો લાગે છે. સરથાણાથી કામરેજ પહોંચતા જ્યાં માત્ર 10 મિનિટ લાગવી જોઈએ, ત્યાં અત્યારે મુસાફરોને 45 મિનિટથી 1 કલાકનો સમય વેડફવો પડે છે.આડેધડ દોડતી અને ઉભી રહેતી લક્ઝરી બસોસ્થાનિક રહીશો અને વાહનચાલકોની માંગ છે કે લક્ઝરી બસો માટે ચોક્કસ પિક-અપ પોઈન્ટ બનાવવામાં આવે અથવા તેમના નીકળવાના સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે. પોલીસ વિભાગ માત્ર દંડ વસૂલવાને બદલે ટ્રાફિકનું યોગ્ય નિયમન કરે અને બસોના કારણે સર્જાતા આ જામનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.આ પણ વાંચો: Surat: હોળી-ધુળેટીના પર્વે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો, રેલવે દ્વારા વધારાની ટ્રેનોની જાહેરાત

Read Full Story arrow_forward
Vadodara News: કન્ટેનરમાં છૂપાવેલો 94.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today February 23, 2026

Vadodara News: કન્ટેનરમાં છૂપાવેલો 94.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા એક શંકાસ્પદ કન્ટેનરને આંતરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવેલી નવી તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ખાલી દેખાતા કન્ટેનરમાં દારૂનું 'ચોર ખાનું' પોલીસને બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જ્યારે પોલીસે કન્ટેનર રોકીને તપાસ કરી, ત્યારે ઉપરછલ્લી રીતે કન્ટેનર ખાલી જણાતું હતું. જોકે, ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે બુટલેગરોએ કન્ટેનરની અંદરના ભાગે અને ઉપરના ભાગમાં ખાસ ચોરખાના બનાવી દારૂ છુપાવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી કુલ 16,620 નંગ દારૂની બોટલો કબ્જે કરી છે. કુલ 1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત પોલીસે આ રેડ દરમિયાન 94,23,000 રૂપિયાનો વિદેશી દારૂ અને કન્ટેનર સહિત કુલ 1,09,00,000 (1 કરોડ 9 લાખ) થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ કન્ટેનર ચાલક ગોકળરામ ઝાટની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ તેજ આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા કે અન્ય કયા શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરા ગ્રામ્ય LCBની આ સફળ કામગીરીથી દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Vadodara: તરસાલીના વડદલા ગામેથી દેશનો સૌથી ઝેરી ગણાતો 'સો-સ્કેલ્ડ વાઈપર' સાપ રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Bhachau: સામખિયાળી હાઈવે પર અકસ્માતમાં ટેન્કરની કેબિનમાં ફસાયેલા ચાલકને બચાવાયો, ફાયર ફાઈટરોએ ગેસ લીકેજ રોકી દુર્ઘટના ટાળી
calendar_today February 23, 2026

Bhachau: સામખિયાળી હાઈવે પર અકસ્માતમાં ટેન્કરની કેબિનમાં ફસાયેલા ચાલકને બચાવાયો, ફાયર ફાઈટરોએ ગેસ લીકેજ રોકી દુર્ઘટના ટાળી

સામખિયાળી-ભચાઉ હાઈવે પર માલવાહક ટ્રેલર અને ગેસના ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેન્કરના વાલ્વમાં ખામી સર્જાતા ગેસ લીકેજ શરૂ થઈ ગયું હતું. ગેસ હવામાં ફેલાતા આગ લાગવાની સંભાવનાને જોતા પોલીસે તાત્કાલિક અસરથી હાઈવેને 'વન-વે' કરી દીધો હતો અને વાહનવ્યવહાર પર નિયંત્રણ લાદ્યું હતું.ટ્રેલર અને ગેસના ટેન્કર વચ્ચે અકસ્માત અકસ્માતને પગલે ટેન્કરનો ચાલક કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. હાઈવેની ટીમ અને સ્થાનિક પોલીસે ભારે જહેમત બાદ તેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ, ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અને ટેકનિકલ ટીમની મદદથી સતત ત્રણ કલાકની જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો.તંત્રની કામગીરીની પ્રશંસાજો ગેસ લીકેજ સમયે સહેજ પણ ચિંગારી ઉઠી હોત તો હાઈવે પર મોટો વિસ્ફોટ થઈ શકત. પરંતુ કચ્છ પોલીસ, ફાયર ટીમ અને હાઈવે રેસ્ક્યૂ ટીમની સમયસૂચકતાને કારણે સંભવિત મોટી દુર્ઘટનાને નિવારી શકાઈ છે. હાલમાં હાઈવે પર સ્થિતિ સામાન્ય છે અને ટેન્કરને માર્ગ પરથી હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ પણ વાંચો: Surat: લક્ઝરી બસોના જમાવડાએ સરથાણાથી કામરેજ સુધીના રસ્તાને ટ્રાફિક ઝોન બનાવ્યો

Read Full Story arrow_forward