Aravalli : ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે શામળાજી મંદિરના દર્શનનો સમય બદલાયો, વાંચી લો તમે ક્યારે દર્શન કરી શકશો
આગામી ફાગણ સુદ પૂર્ણિમા 3 માર્ચ મંગળવારે ચંદ્રગ્રહણ હોવાના કારણે શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.મંદિર ખુલશે એક કલાક વહેલું મંદિરનિયમિત રીતે સવારે 6 વાગે ખોલવામાં આવે છે પણ ફાગણી પૂનમના દિવસે ચન્દ્રગ્રહણ હોવાથી મંદિર નિયત સમય કરતા 1 કલાક વહેલું ખુલશે . મંગલા આરતી સવારે 5:45 વાગે કરવામાં આવશે . ફાગણી પૂનમના દિવસે સવારે 5:00 વાગે મંદિર ખુલશે જ્યારે 5:45 વાગે મંગલા આરતી થશે અને સવારે 8:00 વાગે શણગાર આરતી અને 9:00 વાગે રાજભોગ ધરાવાશે (મંદિર બંધ થશે)જાળીમાંથી દર્શન થઈ શકશેત્યાર બાદ સવારે 9:45 વાગે રાજભોગ આરતી થશે અને 10:30 વાગે મંદિર બંધ થશે 12:30 વાગે: ઉત્થાપન (મંદિર ફરીથી ખુલશે) અને બપોરે 1:30 વાગે સંધ્યા આરતી અને બપોરે 1:30 બાદ રાત્રિ 8:30 સુધી ઠાકોરજીના આગળની જાળી બંધ રહેશે, પરંતુ જાળીમાંથી દર્શન થઈ શકશે ચંદ્રગ્રહણ સમય ચંદ્રગ્રહણ 3 માર્ચના બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:47 વાગે ગ્રહણ મોક્ષ થશે. ત્યારબાદ મંદિરનું પ્રક્ષાલન પણ કરવામાં આવશે. દર્શન કરવામાં સુગમતા રહેશે ફાગણી પૂનમના દિવસે શામળીયાના દર્શન કરવા ઉત્સુક ભક્તોએ તે દિવસનું આ નવું સમય પત્રક જાણી લેવું જોઇએ તો દર્શન કરવામાં સુગમતા રહેશે.આ પણ વાંચો---- Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી
Read Full Story arrow_forward