android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar : વઢવાણમાં દસ દિવસથી લોકોના પાણી માટે વલખાં, અનેક રજૂઆતો છતા કોઇ કામગીરી નહી કરાતા હાઇવે ચક્કાજામ કરવાની ચિમકી
calendar_today February 23, 2026

Surendranagar : વઢવાણમાં દસ દિવસથી લોકોના પાણી માટે વલખાં, અનેક રજૂઆતો છતા કોઇ કામગીરી નહી કરાતા હાઇવે ચક્કાજામ કરવાની ચિમકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વઢવાણ વિસ્તારમાં દસ દિવસથી પીવાનું પાણી ના મળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખાં સુરેન્દ્રનગરના વઢવાણના કોળીપરા, નવા દરવાજા અને દોદરકોઠા જેવા વિસ્તારોના લોકો છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. રજૂઆતો છતાં તંત્રની સુસ્ત કામગીરી સ્થાનિક લોકો અને મહિલાએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી, પરંતુ હજુ સુધી સમસ્યાના નિરાકરણ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. પાણીની આ અછતને કારણે સામાન્ય લોકો રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચક્કાજામની ચીમકી ગ્રામસહીતના લોકોએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પાણીનું વિતરણ શરૂ નહી કરવામાં આવે, તો તેઓ સુરેન્દ્રનગર-ધંધુકા હાઇવે પર ચક્કાજામ કરશે. તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરુરી વઢવાણના રહેવાસીઓ તંત્ર તરફથી તાત્કાલિક પાણીની પુરવઠાની માંગ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, દૈનિક જીવન માટે પીવાનું પાણીનો અભાવ ખુબ જ ગંભીર સમસ્યા બની ગઇ છે અને તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરુરી છે.આ પણ વાંચો----     Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward
ધર્મશાળામાં દલાઇ લામાના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના યોજાઇ
calendar_today February 23, 2026

ધર્મશાળામાં દલાઇ લામાના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના યોજાઇ

આ ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ તિબેટીયન ટેમ્પલ ખાતે યોજાયો, જે નિર્વાસિત તિબેટીયન સમુદાયનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે.

Read Full Story arrow_forward
PM Modi Israel Visit: ભારતની ઇઝરાયલ સાથે અતૂટ મિત્રતા, મુલાકાતને લઇને ઉત્સુક, બોલ્યા પીએમ મોદી
calendar_today February 23, 2026

PM Modi Israel Visit: ભારતની ઇઝરાયલ સાથે અતૂટ મિત્રતા, મુલાકાતને લઇને ઉત્સુક, બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાત લેવાના છે.  ત્યારે આ મુલાકાત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત ઇઝરાયલ સાથેની તેની અતૂટ મિત્રતાને ખૂબ મહત્વ આપે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ મુલાકાત દરમિયાન ચર્ચાઓ માટે આતુર છે. મારા મિત્ર પીએમ નેતન્યાહૂ..સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલી પ્રધાનમંત્રીની પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું, મારા મિત્ર પ્રધાનમંત્રી નેતન્યાહૂ, હું ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતા અને આપણા દ્વિપક્ષીય સંબંધોની વિવિધતા પર તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ભારત ઇઝરાયલ સાથેની આપણી અતૂટ મિત્રતાને ખૂબ મહત્વ આપે છે, જે વિશ્વાસ, નવીનતા અને શાંતિ અને પ્રગતિ પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે.હું પીએમ નેતન્યાહૂને મળવા આતુર છું પ્રધાનમંત્રી મોદીએ આગળ લખ્યું, હું મારી આગામી ઇઝરાયલ મુલાકાત દરમિયાન તમારી સાથે ચર્ચાઓ માટે આતુર છું. અગાઉ, ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ X પર પોતાનો એક વિડીયો શેર કર્યો, જેમાં લખ્યું, "આજે સવારે કેબિનેટની બેઠક દરમિયાન, મેં મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ આવતા બુધવારે ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત વિશે વાત કરી."ઇઝરાયલના પીએમએ પીએમ મોદી માટે શું કહ્યું ? તેમણે આગળ લખ્યું, "ઇઝરાયલ અને ભારત વચ્ચેનો સંબંધ બે વૈશ્વિક નેતાઓ વચ્ચેનો એક શક્તિશાળી જોડાણ છે." અમે નવીનતા, સુરક્ષા અને સહિયારી વ્યૂહાત્મક દ્રષ્ટિકોણમાં ભાગીદાર છીએ. સાથે મળીને, આપણે સ્થિરતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ રાષ્ટ્રોનું ગઠબંધન બનાવી રહ્યા છીએ. કૃત્રિમ બુદ્ધિથી લઈને પ્રાદેશિક સહયોગ સુધી, આપણી ભાગીદારી નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે. જેરુસલેમમાં તમને જોવા માટે આતુર છું, પ્રધાનમંત્રી મોદી! 25 ફેબ્રુઆરીથી બે દિવસ ઇઝરાયલની મુલાકાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ઇઝરાયલ પહોંચશે, જે 2017ની તેમની ઐતિહાસિક મુલાકાત પછી દેશની તેમની બીજી મુલાકાત છે. પીએમ મોદીનો આ વિદેશ પ્રવાસ 2017ની તેમની ઐતિહાસિક મુલાકાતના લગભગ નવ વર્ષ પછી આવે છે, જે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ઇઝરાયલની પ્રથમ મુલાકાત હતી અને સંરક્ષણ, કૃષિ, જળ વ્યવસ્થાપન અને નવીનતાના ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત બનાવશે.

Read Full Story arrow_forward