android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: રેસકોર્સમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
calendar_today February 23, 2026

Rajkot: રેસકોર્સમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં મોડી રાત્રે રેસકોર્સ રીંગ રોડ પર અકસ્માતની સનસનાટીભરી ઘટના બની હતી. પૂરપાટ ઝડપે દોડતી કારે અન્ય એક કારને ટક્કર મારતા વાતાવરણ ગરમાયું હતું.રેસકોર્સ રીંગ રોડ પર અકસ્માતરેસકોર્સ રીંગ રોડ પર સામાન્ય રીતે મોડી રાત સુધી લોકોની અવરજવર હોય છે. એક કારચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો, જે દરમિયાન તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પર જતી બીજી કાર સાથે તેની કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.કોઈ જાનહાનિ નહીંઆ અકસ્માતમાં સદનસીબે બંને કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જોકે, કારના આગળના ભાગને મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, રેસકોર્સ વિસ્તારમાં યુવાનો દ્વારા ઘણીવાર બેફામ ઝડપે વાહનો ચલાવવાની ફરિયાદો ઉઠતી રહે છે.આ પણ વાંચો: Vadodara: બ્યુટી પાર્લરની આડમાં ચાલતું હતું દારૂનું વેચાણ, PCBની રેડમાં લાખોનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
Agriculture News : પ્રકૃતિના જતનનો સાચો માર્ગ એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’
calendar_today February 23, 2026

Agriculture News : પ્રકૃતિના જતનનો સાચો માર્ગ એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’

તેમ છતાં, વર્ષો વર્ષ આ વૃક્ષો મબલખ અને મીઠા ફળો આપે છે. લેબોરેટરી ટેસ્ટમાં પણ આ વનસ્પતિઓમાં ક્યારેય પોષક તત્વોની ઊણપ દેખાઇ નથી. જંગલની આ સહજ અને સ્વાભાવિક વ્યવસ્થાને ખેતરમાં અમલી બનાવવી એટલે જ ‘પ્રાકૃતિક ખેતી’. સહજીવી ખેતી : મુખ્ય પાક સાથે બોનસની આવક પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આ પાકો એકબીજાને પોષણ આપે છે. ખેડૂતનો મુખ્ય પાક લેવાનો ખર્ચ તો આ સહજીવી પાકની આવકમાંથી જ નીકળી જાય છે અને મુખ્ય પાક એક ‘બોનસ’ સમાન બની રહે છે. આ પદ્ધતિનો નારો છે: “ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં.” કારણ કે ખેતી માટે જરૂરી તમામ સંસાધનો ખેડૂતના ઘરે જ ઉપલબ્ધ હોય છે. વિજ્ઞાન શું કહે છે? શું તમે જાણો છો કે આપણા પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો જ લે છે? બાકીના ૯૮% થી ૯૮.૫% તત્વો હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા કુદરતી રીતે મળે છે. વનસ્પતિનું લીલું પાન એ ખોરાક બનાવવાનું ‘કુદરતી કારખાનું’ છે. આ પાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ, જમીનમાંથી ભેજ અને આકાશમાંથી સૌર ઊર્જા મેળવીને ખોરાક તૈયાર કરે છે. જ્યારે કુદરત આ બધું મફતમાં આપે છે, ત્યારે મોંઘા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોની જરૂરિયાત જ ક્યાં રહે છે? જમીનનું જૈવિક સ્વાસ્થ્ય અને અળસિયાનું મહત્વ ઘણીવાર જમીનમાં પોષક તત્વો હોય છે પણ છોડ તેને ગ્રહણ કરી શકતો નથી. આનું કારણ જમીનના જૈવિક સ્વાસ્થ્યની ઊણપ છે. પ્રાકૃતિક ખેતી જમીનમાં ‘વાપ્સા’ અને ‘હ્યુમસ’નું નિર્માણ કરે છે. જમીનની નીચેની પ્રતમાં જમા થયેલા પોષક તત્વોને ઉપરની સપાટીએ લાવવાનું મહાન કાર્ય આપણા દેશી અળસિયાં કરે છે. આ અળસિયાઓ વિઘટન અને કેશાકર્ષણ શક્તિ દ્વારા પોષક તત્વોને ખેંચી લાવી મૂળને ઉપલબ્ધ કરાવવાનું કાર્ય કરી જમીનને જીવંત બનાવે છે. દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો મજબૂત આધાર પ્રાકૃતિક કૃષિ માટે સૌથી મહત્વનું તત્વ દેશી ગાયનું છાણ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે જમીનને ભોજન ઉપલબ્ધ કરાવે છે. એક ગાયનું એક દિવસનું છાણ એક એકર જમીનને એક મહિના માટે પોષણ આપવા સક્ષમ છે. આમ, પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પણ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો માર્ગ છે. ચાલો, રાસાયણિક મુક્ત ખેતી અપનાવીએ, જમીનનું સ્વાસ્થ્ય સુધારીએ અને પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ અર્થોપાર્જન તરફ આગળ વધીએ.આ પણ વાંચો : Rajkot News : સૂરજ ઉગતાની સાથે રાજકોટના જંગલેશ્વરમાં બુલડોઝરવાળી શરૂ, ડ્રોનથી નજર રાખી રહ્યાં છે અધિકારીઓ

Read Full Story arrow_forward
Surat News: સ્કૂલના બાળકોને છરી બતાવી 1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા
calendar_today February 23, 2026

Surat News: સ્કૂલના બાળકોને છરી બતાવી 1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા

ડાયમંડ સિટી સુરતમાં લુખ્ખાતત્વોનો ત્રાસ સતત વધી રહ્યો તેમ જણાઈ રહ્યું છે. જે કારણે સુરત પોલીસે આવા અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી છે. વરાછા વિસ્તારમાં સ્કૂલે જતા માસૂમ બાળકોને ડરાવી-ધમકાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે દબોચી લીધા છે.ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી ઘટનાની વિગત મુજબ, પુણા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને નિશાન બનાવી ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો. રોશન ધોળકિયા, ભાવિક લાડુમોર અને મિત ખૂંટ નામના આ શખ્સોએ બાળકોને રસ્તામાં આંતરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ડરના ઓથાર હેઠળ આરોપીઓએ ટુકડે-ટુકડે કરીને બંને બાળકો પાસેથી કુલ રૂપિયા 1.50 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી. વાલીઓની ફરિયાદ અને પોલીસ એક્શન બાળકો સતત ડરના સાયે જીવી રહ્યા હતા, જેની જાણ વાલીઓને થતા મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. વાલીઓની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ—રોશન, ભાવિક અને મિતને ઝડપી લીધા છે.પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું વરાછા પોલીસ દ્વારા આ મામલે કડક હાથે કામગીરી કરી છે અને આવા આવારા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા બાળકોને પોતાનો શિકાર બનાવ્યા છે. સુરત પોલીસની આ કામગીરીથી વાલીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો -  Surat News : સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પૂનમની બહેન પ્રિયાને પોલીસે તેડું મોકલ્યું, મિલકતને લઈ પૂછપરછ થઈ શકે છે

Read Full Story arrow_forward