android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : અડાલજમાં પશુઓની તસ્કરી, ગૌ સેવકોએ 10થી વધુ પશુઓને બચાવ્યા, પોલીસના પેટ્રોલિંગ સામે કરાયા સવાલો
calendar_today February 23, 2026

Gandhinagar : અડાલજમાં પશુઓની તસ્કરી, ગૌ સેવકોએ 10થી વધુ પશુઓને બચાવ્યા, પોલીસના પેટ્રોલિંગ સામે કરાયા સવાલો

ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં ગૌ તસ્કરીનો એક ગંભીર કેસનો મામલો બહાર આવ્યો છે, જેમાં ગૌ સેવકોએ 10 થી વધુ પશુઓને બચાવ્યા છે. ગઈ કાલે રાત્રે અડાલજ પાસે ગૌ તસ્કરોએ વોચ ગોઠવીને પશુઓને બચાવી લીધા હતાપોલીસની પેટ્રોલિંગની કામગીરી પર સવાલ અડાલજ પોલીસે ફરિયાદ અંગે તપાસ શરૂ કરી છે, પરંતુ ગૌ રક્ષકોનો આક્ષેપ છે કે પોલીસ નું યોગ્ય પેટ્રોલિંગ કરાતું નથી જેના કારણે ગૌ તસ્કરો બેફામ બન્યા છે. ગૌ રક્ષકોમાં પોલીસની કામગિરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હેલ્પલાઇન 1962 પર મદદ ના મળી હોવાનો આરોપ આ ઘટના બાદ, ગૌ રક્ષકોએ હેલ્પલાઇન 1962 પર કોલ કરીને મદદ માગી હતી, પરંતુ ત્યાંથી યોગ્ય પ્રતિસાદ ના મળ્યો હોવાનો ગૌ રક્ષકોએ આરોપ લગાવ્યો છે. ગૌ રક્ષકોનો રોષ  ગૌ રક્ષકોમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. ગૌ રક્ષકોએ જણાવ્યું કે ગૌ રક્ષકોને ગૌ વંશની તસ્કરની માહિતી મળે છે તો પોલીસને કેમ મળતી નથી. પશુઓની ગેરકાયદે તસ્કરી ક્યારે અટકશે?  એક તરફ રાજ્યમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ રાત્રીના સમયે ગૌ તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે પોલીસ રાત્રીના સમયે મજબત પેટ્રોલિંગ કરે તેવી માગ કરાઇ છે. આ મામલે રજૂઆત કરવા માટે ગઇ રાત્રે ગૌ રક્ષકો અડાલજ પોલીસ સ્ટેશન ખાતે એકઠાં થયા હતા.આ પણ વાંચો-----    Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી 

Read Full Story arrow_forward
Surat News : મોડલિંગ કરતી યુવતીને મળી એસિડ એટેકની ધમકી, સોશિયલ મીડિયામાં મૂકયા હતા અભદ્ર ફોટા
calendar_today February 23, 2026

Surat News : મોડલિંગ કરતી યુવતીને મળી એસિડ એટેકની ધમકી, સોશિયલ મીડિયામાં મૂકયા હતા અભદ્ર ફોટા

અલથાણમાં રહેતી મોડલિંગ કરતી યુવતીનો પૂર્વ પ્રેમી સાથેનો વિખવાદ જારી રહ્યો છે. દુષ્કર્મ, ફાયરિંગના વિવાદ બાદ પૂર્વ પ્રેમીએ બીકીનીવાળા અશ્લીલ ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી એસિડ એટેકની ધમકી આપતા મામલો ફરી પોલીસમાં પહોંચ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અલથાણમાં રહેતી 28 વર્ષીય યુવતીને વર્ષ 2018માં મિતેશ સંપત જૈન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.ડુમસ સાયલન્ટ ઝોનમાં બંને વચ્ચે ઝઘડા બાદ થયેલા ફાયરિંગને મુદ્દે પણ ભારે ઊહાપોહ મચ્યો હતો જોકે, મિતેશની હેરાનગતિ વધતા યુવતીએ અગાઉ તેની સામે અલથાણ પોલીસમાં બળાત્કારની ફરિયાદ પણ કરી હતી, જેમાં બાદમાં સમાધાન થયું હતું. સંબંધો તોડી નાખ્યા હોવા છતાં આરોપી મિતેશ અવારનવાર આલિયા અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી પરેશાન કરતો હતો. ડુમસ સાયલન્ટ ઝોનમાં બંને વચ્ચે ઝઘડા બાદ થયેલા ફાયરિંગને મુદ્દે પણ ભારે ઊહાપોહ મચ્યો હતો. ગત જુલાઈ ૨૦૨૫માં મિતેશે વેસુ વિસ્તારમાં યુવતીની કારને પણ આગ ચાંપી હોવાનો આક્ષેપ કરાયો હતો. આરોપીએ યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા ત્યારબાદ આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરી મૂકી યુવતી પર એસિડ એટેક કરવાની આડકતરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ગત 19 ફેબ્રુઆરીના રોજ મિતેશે હદ વટાવી યુવતીના બીકીની પહેરેલા બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. વારંવારની માનસિક પજવણી અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે અલથાણ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. બદનામી થતા આલિયાએ ફરી મિતેશ સંપત જૈન (રહે. શ્રી સાઈ દર્શન સોસાયટી, ઘોડદોડ રોડ) સામે અલથાણ પોલીસમાં ફરિયાદ આપી હતી.આ પણ વાંચો : Agriculture News : પ્રકૃતિના જતનનો સાચો માર્ગ એટલે રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’ 

Read Full Story arrow_forward
Ahmedabad: હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
calendar_today February 23, 2026

Ahmedabad: હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા વેધર બુલેટિન મુજબ, દક્ષિણ ગુજરાત અને આસપાસના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.જંબુસરમાં પવન સાથે કમોસમી વરસાદહવામાન વિભાગે સવારે 9 થી 12 વાગ્યા સુધીના સમયગાળા માટે વિશેષ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot: રેસકોર્સમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

Read Full Story arrow_forward