Bharuch News: વહેલી સવારે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરૂચ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું.જંબુસરના કોરા ગામમાં પવન સાથે વરસાદ જંબુસર તાલુકાના કોરા ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે માવઠું થયું હતું. શિયાળાની ઋતુમાં અચાનક થયેલા આ ફેરફારને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા ત્યારે અચાનક શરૂ થયેલા વરસાદે નગરજનોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ખેડૂતોમાં નુકસાનીની ભીતિ કમોસમી વરસાદને પગલે સૌથી વધુ ચિંતા જગતના તાત એટલે કે ખેડૂતોમાં જોવા મળી રહી છે. અત્યારે ખેતરોમાં કપાસ, તુવેર અને મગ જેવા પાક તૈયાર થવાની તૈયારીમાં છે અથવા કાપણીના તબક્કે છે. તેવામાં પવન સાથે પડેલા વરસાદને કારણે પાક આડો પડી જવાની કે સડી જવાની શક્યતા છે.માનવ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થવાની સંભાવના ખેડૂતોના મત અનુસાર, આ માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે, જેનાથી આર્થિક ફટકો થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના મતાનુસાર આગામી 24 કલાકમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વારંવાર બદલાતી જતી આ આબોહવાને કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડવાની સંભાવના છે. આ પણ વાંચો - Bharuchના જંબુસરમાં ટ્રકમાં લાગી ભીષણ આગ, 4 લોકો ગંભીર રીતે દાઝ્યા
Read Full Story arrow_forward