android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર વર્તાઈ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ
calendar_today February 23, 2026

Weather News : ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર વર્તાઈ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ

સૌથી નીચું નલિયામાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પોરબંદરમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 17.0 ડિગ્રી, કેશોદમાં 17.6 ડિગ્રી, મહુવામાં 18.1 ડિગ્રી, ગાંધીનગરમાં 18 અને અમદાવાદમાં 18.2 ડિગ્રી, વડોદરામાં 19.2 ડિગ્રી, સુરતમાં 19.2 ડિગ્રી, ભાવનગરમાં 20.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 21.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે થશે ડિમોલિશન, 87 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર, કોર્પોરેશને તૈયાર કર્યો એકશન પ્લાન
calendar_today February 23, 2026

Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર, કોર્પોરેશને તૈયાર કર્યો એકશન પ્લાન

2500થી વધુનો પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર છે અને પોલીસ,વિજિલન્સ,મનપાના કર્મીઓ હાજર છે, જંગલેશ્વરમાં મનપા, પોલીસ સહિતની ટીમો તૈનાત છે અને ડ઼્રોનથી સમગ્ર ડિમોલિશન પર રખાશે નજર, પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે, 21 JCB,2 હિટાચી મશીનથી ડિમોલિશન કરવામાં આવશે, 38 ગેસ કટર, 26થી વધુ ટ્રેકટરોનો ઉપયોગ અને 150 થી વધુ શ્રમિકોને કામે લગાવાયા છે. 700થી વધુ મનપા કર્મચારીઓ મેદાનમાં છે એક તરફ તંત્ર કાયદેસરની કાર્યવાહી પર અડગ છે, તો બીજી તરફ પોતાના આશિયાના બચાવવા માટે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોના વિરોધ વચ્ચે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને જગ્યા રવિવાર સુધીમાં ખાલી કરી દેવા સમજાવી રહ્યા છે, આ મામલે મ્યુન્સિપલ કમિશનર એ તંત્રની તૈયારી અંગે વિગતો પણ જણાવ્યુ કે, "જે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવશે તેમને તંત્ર પૂરો સહયોગ આપશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં." જંગલેશ્વરમાં સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં છે પોલીસના ધાડેધાડા ઉતારીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દબાણકારીઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહી સાથે ડ્રોન કેમેરા વડે પણ નજર રાખવાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સોમવારે આખરે ડિમોલેશન થશે તો શું પરિસ્થિતિ જોવા મળશે ડિમોલિશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ સમજાવવામાં આવી રહ્યા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે, રેપીડેક્શન ફોર્સ, SRP,RAF સહિતના જવાનો તૈનાત રહેશે, અલગ અલગ જિલ્લાઓમાંથી વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર વર્તાઈ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ 

Read Full Story arrow_forward
Khambhaliya: રખડતા કૂતરાઓનો કહેર : માત્ર 50 દિવસમાં 400થી વધુને બચકા ભર્યા
calendar_today February 22, 2026

Khambhaliya: રખડતા કૂતરાઓનો કહેર : માત્ર 50 દિવસમાં 400થી વધુને બચકા ભર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા અને આસપાસના પંથકમાં રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે.છેલ્લા દોઢ માસના ટૂંકા ગાળામાં કૂતરા કરડવાના બનાવોમાં થયેલો આશ્ચર્યજનક વધારો સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે. સરકારી હોસ્પિટલના આંકડા મુજબ, વર્ષ 2026ની શરૂઆતના માત્ર 50 દિવસમાં જ 415 જેટલા લોકો શ્વાન દંશનો ભોગ બન્યા છે. જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. કેતન જોષી દ્વારા મળતી માહિતી મુજબ, જાન્યુઆરી માસમાં કૂતરા કરડવાના કુલ 265 કેસ નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરી માસના પ્રથમ 20 દિવસમાં જ વધુ 150 કેસ સામે આવ્યા છે. આમ, જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધીમાં કુલ 415 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરી ઇજાઓ પહોંચાડી છે.શહેરમાં દિવસેને દિવસે વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસથી સામાન્ય નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થવું પણ હવે જોખમી બની ગયું છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.આ અંગે ડો. કેતન જોષીએ જણાવ્યું હતું કે, શ્જ્યારે પણ કોઈ વ્યક્તિને કૂતરો કરડે, ત્યારે જરા પણ બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) મુકાવી લેવી જોઈએ. જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. સમયસર સારવાર લેવાથી હડકવા જેવી જીવલેણ બીમારી અને અન્ય ગંભીર જટિલતાઓથી બચી શકાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward