android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત
calendar_today February 21, 2026

Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત

ડાંગ જિલ્લાના બરડીપાડાથી મહાલ વચ્ચેના માર્ગ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પશ્ચિમ બંગાળ પાસિંગની એક પીકઅપ ગાડી પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે એક મોટા વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી.મોટા વળાંક પર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત આ કરુણ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ, આ અકસ્માતમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાડીમાં સવાર અન્ય 9 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા અકસ્માતની જાણ થતા જ સુબીર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરી આગળની તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વળાંક પર ગાડીની ગતિ વધુ હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sabarkantha News: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ
calendar_today February 21, 2026

Sabarkantha News: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ખેડ તસિયા રોડ પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. રામપુર પાસેના તોરણીયા દાદુપુર વિસ્તારમાં ડાલુ (પિકઅપ વાન), કાર અને રિક્ષા વચ્ચે થયેલી આ ટક્કરમાં 7 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.રોંગ સાઈડમાં આવતા પીકઅપ વાને સર્જ્યો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા ખેડ તસિયા રોડ પર એક ડાલુ ચાલક પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી કાર સાથે ડાલુ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારની પાછળ આવી રહેલી રિક્ષા પણ આ અકસ્માતની લપેટમાં આવી ગઈ હતી. રિક્ષા કારના પાછળના ભાગે જોરથી ભટકાતા રિક્ષામાં સવાર મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર આ અકસ્માતમાં કુલ 7 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને કરોડરજ્જુના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્ય એક વ્યક્તિને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ તમામ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ વાહનોની પૂરપાટ ઝડપ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward