android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: અંકલેશ્વર GIDC પોલીસને મળી મોટી સફળતા, 5 બાઈક સાથે ગેરેજ સંચાલક સહિત ત્રણ રીઢા ચોર ઝડપાયા
calendar_today February 21, 2026

Bharuch News: અંકલેશ્વર GIDC પોલીસને મળી મોટી સફળતા, 5 બાઈક સાથે ગેરેજ સંચાલક સહિત ત્રણ રીઢા ચોર ઝડપાયા

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે GIDC પોલીસ સક્રિય બની છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરાયેલી 5 મોટરસાયકલ સાથે કુલ ત્રણ ઇસમોને દબોચી લીધા છે. આ તપાસમાં ચોરીના વાહનો ખરીદનારા એક ગેરેજ સંચાલકનો પણ પર્દાફાશ થયો છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના મોતાલી ગામની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજુકુમાર પ્રજાપતિએ પોતાના મિત્રની બાઈક ભડકોદ્રાના એપલ પ્લાઝા પાસે પાર્ક કરી હતી, જ્યાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 20 હજારની કિંમતની બાઈક ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આવી જ રીતે સ્વામિનારાયણ મંદિર પાસે થી પણ રૂપિયા 30 હજારની કિંમતની બાઈકની ચોરી થઈ હતી. સતત વધતી ચોરીઓને પગલે GIDC પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે તસ્કરો ઝડપાયા તપાસ દરમિયાન પોલીસે ભડકોદ્રાના અયોધ્યા નગરમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંગ નામના બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસે કડક પૂછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે, તેઓએ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5 બાઈકની ચોરી કરી છે. ચોરીના વાહનો ક્યાં વેચતા હતા? આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેઓ ચોરી કરેલી બાઈકો કોસમડી સ્થિત 'આયાના ઓટો ગેરેજ'ના સંચાલક મોહમ્મદ અનસ સમસૂલ હસન સિદ્દીકીને વેચી દેતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગેરેજ સંચાલકની પણ ધરપકડ કરી છે અને તમામ 5 વાહનો જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ ટોળકી અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Bharuch : ડોર ટુ ડોર સેવા બંધ રહેતા નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ, કામદારોએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું

Read Full Story arrow_forward
Gujarat BJP : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન, AI સમિટમાં રાહુલ ગાંધીએ ચીન, પાક.ના ઇશારે નાદાની કરી
calendar_today February 21, 2026

Gujarat BJP : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન, AI સમિટમાં રાહુલ ગાંધીએ ચીન, પાક.ના ઇશારે નાદાની કરી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં NDAનું શાસન છે અને વિકસીત ભારત 2047ના સપના વડાપ્રધાન જોઇ રહ્યા છે. યુથ કોંગ્રેસના નેતાના પેટમાં તેલમાં રેડ રેડાયુંજગદીશ વિશ્વકર્માએ દિલ્હીમાં યોજાયેલી AI સમિટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વિશ્વના અનેક દેશો અને વૈશ્વિક લીડર આ સમિટમાં જોડાયા હતા. જે જોઇને યુથ કોંગ્રેસના નેતાના પેટમાં તેલમાં રેડ રેડાયું હતું. રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનના ઈશારે નાદાની કરી રહ્યા છે તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનના ઈશારે નાદાની કરી રહ્યા છે. યુથ કોંગ્રેસના લોકોએ AI સમિટમાં વરવું દ્રષ્ય કર્યું છે.  AI સમિટમાં કરેલું કાર્ય ક્યારેય માફ ન થાય એવું કૃત્ય છે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પોતાની કબર જાતે ખોદી રહી છે. ભારતના તમામ લોકો આવીને આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. દેશની જનતા તેમને સબક શીખવશે. AI સમિટમાં કરેલું કાર્ય ક્યારેય માફ ન થાય એવું કૃત્ય છે. આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Ahmedabad News: સોલામાં વેપારીની નજર ચૂકવી 2 લાખની લૂંટ, 4 ગઠીયા CCTVમાં કેદ
calendar_today February 21, 2026

Ahmedabad News: સોલામાં વેપારીની નજર ચૂકવી 2 લાખની લૂંટ, 4 ગઠીયા CCTVમાં કેદ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડિયા પેઢીમાંથી નાણા લઈને નીકળતા વેપારીઓને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં કારગીલ રોડ પાસે બે બાઈક પર આવેલા ચાર અજાણ્યા ગઠીયાઓએ એક વેપારીની નજર ચૂકવી 2 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.વેપારીનો પીછો કરી ખેલ પાડ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર વેપારી આંગડિયા પેઢીમાંથી 2 લાખની રોકડ લઈને નીકળ્યા હતા. ગઠીયાઓ પહેલેથી જ વેપારીનો પીછો કરી રહ્યા હતા. જ્યારે વેપારી સોલાના કારગીલ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી બે બાઈક પર સવાર થઈને આવેલા ચાર શખ્સોએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું હતું અને નજર ચૂકવીને લાખોની રોકડ ભરેલી બેગ લઈને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ચોરી આ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને પ્રાપ્ત થયા છે, જેમાં ગઠીયાઓ કેવી રીતે રેકી કરીને વેપારીને નિશાન બનાવે છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજના આધારે સોલા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા સોલા પોલીસે આ મામલે વેપારીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના રસ્તાઓના પણ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓ કયા રૂટ પર ભાગ્યા છે તેની કડી મળી શકે. આ ઘટનાને પગલે આંગડિયા પેઢીના ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Ahmedabad: શિંગડાથર હનુમાનજી મંદિરે ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પર હુમલો

Read Full Story arrow_forward