android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ai Summit Protest : વિરોધ નેપાળ GenZ આંદોલનથી પ્રેરિત હતો..યુથ કોંગ્રેસના વિરોધ અંગે દિલ્હી પોલીસનો દાવો
calendar_today February 21, 2026

Ai Summit Protest : વિરોધ નેપાળ GenZ આંદોલનથી પ્રેરિત હતો..યુથ કોંગ્રેસના વિરોધ અંગે દિલ્હી પોલીસનો દાવો

દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી દેશમાં રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજ્યોમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસ પક્ષનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે પોલીસે ચાર વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તમામ ચારેયની પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.નેપાળના GenZ ચળવળથી પ્રેરિત હતો વિરોધ- દિલ્હી પોલીસ દિલ્હી પોલીસના વકીલે જણાવ્યું હતું કે નેપાળના GenZ ચળવળની જેમ વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દેશને વિભાજીત કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેઓએ એક વિરોધ સ્થળ પસંદ કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં અન્ય દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. પોલીસે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કેટલાક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. પોલીસને કેવી રીતે મળ્યા 5 દિવસના આરોપીના રિમાન્ડ જ્યારે કોર્ટે પોલીસને પાંચ દિવસના રિમાન્ડનું કારણ પૂછ્યું ત્યારે પોલીસે કહ્યું આ મામલાની તપાસ એ નક્કી કરવા માટે છે કે કોણે કાવતરું ઘડ્યું હતું અને બીજું કોણ સામેલ હતું. ટી-શર્ટ ક્યાં છાપવામા આવ્યા હતા?" આરોપીના વકીલે પોલીસ રિમાન્ડની માંગનો વિરોધ કર્યો. તેમણે કહ્યું આ ધરપકડો લોકશાહીની ગરિમાને નબળી પાડે છે. જો વિરોધ પ્રદર્શનના જવાબમાં ધરપકડ કરવામાં આવે છે, તો સંસદમાં વિરોધ કરી રહેલા સાંસદોની પણ ધરપકડ કરવામાં આવે. દિલ્હી પોલીસનો કોર્ટમાં દલીલ ભારત મંડપમ ખાતે ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓમાં બિહારના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કૃષ્ણ હરિ, બિહારના યુથ કોંગ્રેસના રાજ્ય સચિવ કુંદન યાદવ, ઉત્તર પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય કુમાર અને તેલંગાણાના નરસિંહ યાદવનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે તેમણે (પ્રદર્શનોકર્તાઓએ) રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાંધાજનક તસવીરોવાળી ટી-શર્ટ પહેરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરવા જોઈએ અને તેઓ અલગ અલગ રાજ્યોના હોવાથી તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. કોંગ્રેસ વિવાદમાં ફસાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે વિવાદમાં ફસાઈ ગઈ છે. વિરોધ પ્રદર્શનથી સ્થળ પર થોડા સમય માટે હોબાળો મચી ગયો. વિરોધ પ્રદર્શન દરમિયાન, યુથ કોંગ્રેસના કાર્યકરોએ તેમના ટી-શર્ટ ઉતાર્યા અને "PM is a compromise." જેવા સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારત અને વિદેશના ઘણા અગ્રણી વ્યક્તિઓ અને પ્રતિનિધિઓ સમિટમાં હાજર હતા.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: રાધનપુર APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: રાધનપુર APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather : 1 દાયકામાં પહેલીવાર આ વખતે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં નોંધાયું નીચું તાપમાન, કાળઝાળ ઉનાળો આ તારીખથી શરુ થઇ જશે
calendar_today February 21, 2026

Gujarat Weather : 1 દાયકામાં પહેલીવાર આ વખતે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં નોંધાયું નીચું તાપમાન, કાળઝાળ ઉનાળો આ તારીખથી શરુ થઇ જશે

અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હજું પણ રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું રહેશે અને 8 માર્ચ પછી ક્રમશ: રાજ્યમાં તાપમાન વધશે અને ઉનાળાની શરુઆત થશે.સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી ક્રમશ: તાપમમાન વધે છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી ક્રમશ: તાપમમાન વધે છે અને ઉનાળાનો અનુભવ થાય છે પણ અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઉનાળો શરુ થયો નથી અને તેનું કારણ એ છે કે હિમાલયન રેન્જમાં હજું પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું છે જેના કારણે રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી કરતા નીચું જોવા મળી રહ્યું છે. ગુજરાત પર હાલ ઉત્તર-ઉત્તર પૂર્વથી પવનો આવી રહ્યા છે તેમણે કહ્યું કે આગામી 1 બે દિવસમાં તાપમાન હજું પણ નીચું જશે અને ડબલ ઋતુનો અહેસાસ થશે. રાત્રે શિયાળાનો અનુભવ અને બપોરે ગરમીનો અનુભવ નાગરિકોને થશે. ગુજરાત પર હાલ ઉત્તર-ઉત્તર પૂર્વથી પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાન 35 ડિગ્રી કરતા ઓછું રહે છે. આ વખતે ફેબ્રુઆરીમાં તાપમાન નોર્મલ કરતા નીચું તેમણે કહ્યું કે હજું પણ કેટલાક સેન્ટરમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પણ છેલ્લા 1 દાયકામાં જોવા જઇએ તો દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી કરતા વધુ હોય છે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી નીચું રહ્યું છે અને માર્ચમાં પણ તાપમાન 32થી 36 ડિગ્રી રહેશે  8 માર્ચ પછી રાજ્યમાં કાળઝાળ ઉનાળો પરેશ ગોસ્વામીએ કહ્યું કે 8 માર્ચ પછી રાજ્યમાં ક્રમશ: તાપમાનમાં વધારો થતો જશે અને ઉનાળાનો અહેસાસ થઇ જશે. 8 માર્ચ સુધી તાપમાન નીચું રહેશે પણ ત્યારબાદ ઉનાળાની શરુઆત થશે અને 15 જૂન સુધી આકરો તાપ અને હિટવેવની અસર જોવા મળી શકે છે. આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward