android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuchના જંબુસરમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, વરરાજાના ભાઈનું અકસ્માતમાં કરુણ મોત
calendar_today February 21, 2026

Bharuchના જંબુસરમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, વરરાજાના ભાઈનું અકસ્માતમાં કરુણ મોત

જંબુસરના વાવલી ગામે ઠાકોર પરિવારમાં મોટા પુત્રના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન પ્રસંગ હોવાથી ફૂલ-હારની ખરીદી માટે વરરાજાનો નાનો ભાઈ દેવાંશભાઈ સુરેશભાઈ ઠાકોર બાઈક લઈને જંબુસર આવ્યો હતો. પરત ફરતી વખતે કાળમુખા અકસ્માતે તેની જિંદગી છીનવી લીધી. જંબુસર-પાદરા રોડ પર આવેલા વાઈટ ડાયમંડ નજીક અકસ્માત સર્જાયો હતો.વરરાજાના નાનાભાઈનું માર્ગ અકસ્માતમાં મોતદેવાંશભાઈની બાઈક અને આઈસર ટેમ્પા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે દેવાંશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે ઘરેથી વરઘોડો નીકળવાનો હતો, ત્યાં પુત્રનો મૃતદેહ પહોંચતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતા-પિતા અને વરરાજા ભાઈ પર આભ ફાટી પડ્યું છે. ઘટનાની જાણ થતા જ જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી. બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં યુવકનું મોતપોલીસે આઈસર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્નના માહોલમાં આ પ્રકારની દુર્ઘટનાએ માનવીય સંવેદનાઓને હચમચાવી દીધી છે. ટ્રાફિકના નિયમોનું પાલન અને સાવચેતીભર્યું ડ્રાઇવિંગ કેટલું અનિવાર્ય છે તે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli News: ઠેકુડી ગામ પાસેથી મળ્યો યુવકનો મૃતદેહ, શંકાના ઘેરામાં આવી ઈસરી પોલીસ
calendar_today February 21, 2026

Aravalli News: ઠેકુડી ગામ પાસેથી મળ્યો યુવકનો મૃતદેહ, શંકાના ઘેરામાં આવી ઈસરી પોલીસ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઠેકુડી નજીક એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક કિરણભાઈ ડેડુણ 18 ફેબ્રુઆરીના રોજ પંચાલ ગામે ગયા હતા. જે બાદ કિરણભાઈ ઈસરી પોલીસ ચોકીમાં પકડાયા હોવાની માહિતી પરિવારને મળી હતી. આ વચ્ચે બીજા દિવસે યુવક ગાયબ થઈ ગયો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.મૃતકના પરિવારના આક્ષેપ મૃતકના પરિવારે ઈસરી પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપો લગાવી મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. મૃતદેહ મળી આવતા પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા છે. મૃતકના પરિવાર દ્વારા યુવકના મોતનું સાચું કારણ બહાર લાવી ન્યાય આપવાની માગ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા કાર્યાલયનું નિવેદન અરવલ્લી જિલ્લા પોલીસ વડા કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક તારણ મુજબ, ખેતરમાં કરંટ કે શોર્ટ સર્કિટ લાગવાથી મોત નીપજ્યું હોવાની શક્યતા છે. અરવલ્લીના DYSP જે. ડી.વાઘેલાએ જણાવ્યું છે કે, પોસ્ટ મોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો - Aravalli : મેઘરજમાં મહિલા સાથે દુષ્કર્મ , અલગ-અલગ સ્થળો પર લઇ જઇ હવસનો ભોગ બનાવતા પોલીસમાં ફરિયાદ

Read Full Story arrow_forward
Radhanpur APMC: બાબુભાઇ ચૌધરી ચેરમેન અને લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા
calendar_today February 21, 2026

Radhanpur APMC: બાબુભાઇ ચૌધરી ચેરમેન અને લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

રાધનપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નામોને તમામ ડિરેક્ટરોએ સર્વાનુમતે સ્વીકારી લેતા ચૂંટણી પ્રક્રિયા સુખદ રીતે સંપન્ન થઈ હતી. જેમાં ચેરમેન: બાબુભાઇ ચૌધરી અને વાઇસ ચેરમેન: લાખાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના આધારે બિનહરીફ વરણી કરવામાં આવી છે.બાબુભાઇ ચૌધરીની APMCના ચેરમેન તરીકે વરણી આ વરણી સમયે માર્કેટયાર્ડના તમામ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને તેઓએ ભાજપના આ નિર્ણયને સહર્ષ વધાવી લીધો હતો. રાધનપુર એપીએમસીમાં થયેલી આ વરણીથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સહકારી માળખા પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં કોઈ પણ વિરોધ વગર થયેલી આ વરણીથી યાર્ડના વહીવટમાં નવી ઉર્જા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાઇસ ચેરમેન તરીકે લાખાભાઇ રબારીની વરણીનવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેને ખેડૂતોના હિતમાં અને યાર્ડના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ટેકેદારો અને ભાજપના કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward