android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod News: ગધેડાએ લાત મારતા પૂર્વ કાઉન્સિલરને ગંભીર ઈજા પહોંચી, સારવાર દરમિયાન નિપજ્યું
calendar_today February 20, 2026

Dahod News: ગધેડાએ લાત મારતા પૂર્વ કાઉન્સિલરને ગંભીર ઈજા પહોંચી, સારવાર દરમિયાન નિપજ્યું

Dahodમાં પૂર્વ કાઉન્સિલર દિનેશકુમાર સિકલીગરનું સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું છે. 22 જાન્યુઆરીએ મડાવાવ રોડ પર બનેલી ઘટનામાં ગધેડાએ લાત મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાસારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધનના સમાચારથી પરિવારજનો તેમજ કાર્યકરોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. શહેરમાં પણ તેમના અવસાનને લઈને ગમગીનીનો માહોલ છે. આ પણ વાંચોઃ Gandhinagar News: અત્યાર સુધી અર્બન નકસલી કોંગ્રેસમાં જતા, હવે આખી કોંગ્રેસ અર્બન નકસલીનો ગઢ બની : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

Read Full Story arrow_forward
Jetpurમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઈન્સ્ટા રીલ બનાવતા અફજાન સીદાનો આપઘાતનો પ્રયાસ
calendar_today February 20, 2026

Jetpurમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઈન્સ્ટા રીલ બનાવતા અફજાન સીદાનો આપઘાતનો પ્રયાસ

જૂનાગઢના રહેવાસી 27 વર્ષીય અફજાન કાળાભાઈ સીદા નામના યુવકે જેતપુર આવીને ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, યુવકે આ આત્મઘાતી પગલું ભરતા પહેલા ફીનાઇલ પીતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને પગલે હડકંપ મચી ગયો હતો. યુવકે આ પગલું ભરવા પાછળ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.ઇન્સ્ટા રીલ બનાવતા યુવકનો આપઘાતનો પ્રયાસવાયરલ વીડિયો અને પ્રાથમિક વિગતો મુજબ: કીર્તિ પટેલ (ટિકટોક/ઈન્સ્ટા સ્ટાર) અને જૂનાગઢની દિવ્યા સાવલાની દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવકનો આક્ષેપ છે કે આ લોકોના ત્રાસને કારણે તે જીવવા માંગતો નથી. ઘટનાની જાણ થતા જ યુવકને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરીબીજી તરફ, જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે: પોલીસે યુવકનો વીડિયો અને તેના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાનીની આમાં શું ભૂમિકા છે અને કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પરની ખેંચતાણ હવે લોકોના અંગત જીવન અને જાન પર જોખમ ઊભું કરી રહી હોય તેવું આ ઘટના પરથી પ્રતીત થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: કીમ-ઓલપાડ રોડ પર સર્જાયો ભયંકર અકસ્માત, એક યુવતીનું કરુણ મોત
calendar_today February 20, 2026

Surat News: કીમ-ઓલપાડ રોડ પર સર્જાયો ભયંકર અકસ્માત, એક યુવતીનું કરુણ મોત

કીમ-ઓલપાડ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારને અચાનક અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રોડ પર એક મરેલું ભૂંડ પડ્યું હતું, જેના પર કારનું ટાયર ચઢી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. નિયંત્રણ બહાર ગયેલી કાર રોડની સાઈડમાં આવેલા કાંસ (પાણીના નાળા) માં જોરભેર ખાબકી હતી.કાર કાંસમાં ખાબકતા એકનું મોતકારમાં સવાર બે યુવતીઓ પૈકી એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અન્ય એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક કીમ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક યુવતી કામરેજના વિહાણ ગામની અને બીજી યુવતી બારડોલીની રહેવાસી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરીઆ બંને યુવતીઓ બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને કોઈ કામ અર્થે જઈ રહી હતી ત્યારે આ કાળમુખી ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. રસ્તા પર પડેલા મૃત પશુને કારણે એક આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward